________________
રૂ૮૬ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
ચોલપટ્ટાનું પ્રમાણ કહે છે–
ડબલ (= બે પડો કે ચાર પડ કરતાં એક હાથ ચોરસ થાય તેટલું પુરુષચિહ્નને ગુપ્ત રાખવા ચોલપટ્ટાનું પ્રમાણ છે. બે પડ કરતાં એક હાથ પહોળો (પનામાં) અને બે હાથ લાંબો, ચાર પડ કરતાં બે હાથ પહોળો-લાંબો ચોલપટ્ટો થાય. તેમાં યુવાન માટે ચાર હાથ પ્રમાણ અને વૃદ્ધો માટે બે હાથ પ્રમાણ છે. તથા પાતળો (= સુંવાળો) અને જાડો (= કર્કશ) એ બે જાતના ચોલપટ્ટાને આશ્રયીને પણ વિકલ્પ છે. વૃદ્ધો પાતળો અને યુવાનો જાડો ચોલપટ્ટો પહેરે. કારણ કે વૃદ્ધોની જનનેંદ્રિય પ્રબલ (વિકારના) સામર્થ્યથી રહિત હોય, ટૂંકા પણ ચોલપટ્ટાથી ઢંકાઈ જાય, અને સુંવાળા સ્પર્શથી વિકાર ન થાય. યુવાનોમાં આનાથી વિપરીત જાણવું. [૨૧]. एतत्प्रयोजनमाह
वेउव्वऽवावडे वाइए अ ही खद्धपजणणे चेव ।
तेसिं अणुग्गहट्ठा, लिंगुदयट्ठा य पट्टो उ ॥ ८२२ ॥ वृत्तिः- 'वैक्रियाप्रावृत' इत्यप्रावृतस्य वैक्रिये वेदोदयादिना, 'वातिके च' वातोच्छूने 'ह्रीः' लज्जा भवति, ‘खद्धप्रजनने चैव', स्वरूपेण महतीन्द्रिय इत्यर्थः, एते चार्यदेशोत्पन्नादिगुणवन्तोऽप्यप्रव्राज्याः प्राप्नुवन्ति, अतस्तेषामनुग्रहार्थम्'-अनुग्रहनिमित्तं, 'लिङ्गोदयार्थं च' लिङ्गोदय-दर्शननिवारणार्थं चेति भावः, 'पट्टस्तु' चोलपट्ट इति गाथार्थः ।। ८२२ ।।
ચોલપટ્ટાનું પ્રયોજન કહે છે–
ચોલપટ્ટાવિનાપુરુષવેદોદયવગેરેથી કોઈનું પુરુષચિહ્નવિકૃત બને, અથવાવાયુપ્રકૃતિના કારણે કોઈનું પુરુષચિહ્ન ઉન્નત રહેતું હોય, અથવા કોઈનું પુરુષચિહ્નસ્વાભાવિક રીતે જ મોટું હોય, એથી તેમને શરમ આવતી હોય, આવા પુરુષો આયદિશોત્પત્તિ વગેરે ગુણોથી યુક્ત હોવા છતાં (ચોલપટ્ટા વિના) દીક્ષાને અયોગ્ય બને, આથી તેમના અનુગ્રહ માટે ચોલપટ્ટો પહેરવાની અનુજ્ઞા છે. તથા બીજાઓ (ક્યારેક થઈ જતા) લિંગવિકારને ન જોઈ શકે એ માટે પણ ચોલપટ્ટો પહેરવાની અનુજ્ઞા છે. [૨૨] आर्यामधिकृत्याह
पत्ताईण पमाणं दुहावि जह वण्णिअं तु थेराणं ।
मोत्तूण चोलपट्टं तहेव अज्जाण दट्ठव्वं ॥ ८२३ ॥ वृत्तिः- 'पात्रादीनां प्रमाणं, 'द्विधापि' गणनया स्वरूपेण च 'यथा वर्णितं स्थविराणां मुक्त्वा चोलपट्टं तथैवार्याणामपि 'द्रष्टव्यं', तेषां प्रमाणमिति गाथार्थः ।। ८२३ ॥
સાધ્વીઓને આશ્રયીને ઉપધિનું પ્રમાણ કહે છે–
સંખ્યાથી અને સ્વરૂપથી (= માપથી) પાત્રાદિનું પ્રમાણ સાધુઓને ઉદ્દેશીને જે પ્રમાણે કહ્યું, ૧. ચોલ એટલે પુરુષચિહ્ન, તેને ઢાંકવાનો પટ્ટો (વસ્ત્ર) તે ચોલપટ્ટો. ૨. અહીં સ્વરૂપ શબ્દ માપ અર્થમાં છે. આથી જ ૮૨૪મા શ્લોકની ટીકામાં મદવને પણ એવો પાઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org