________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
गिम्हासु हुंति चउरो, पंच य हेमंति छच्च वासासु । एए खलु मज्झिमगा, एत्तो उ जहन्नए वोच्छं ॥ ८०४ ॥
વૃત્તિ:- ‘ગ્રીષ્મેષુ મવન્તિ પ્રત્યાતિ', પ્રયોગનું પૂર્વવત્, ‘પદ્મ હેમન્ત', પ્રયોનનું પૂર્વવદેવ, 'षट् च वर्षासु', प्रयोजनं पूर्ववत्, 'एतानि खलु मध्यमानि' पटलान्येवं भवन्ति, तेषां प्रभूततराणामेव स्वकार्यसाधनात्, 'अतस्तु' अत ऊर्ध्वं 'जघन्यानि' स्वरूपेण पटलानि यावन्ति મન્તિ તાન્તિ ‘વક્ષ્ય' કૃતિ ગાથાર્થ: ॥ ૮૦૪ ||
गिम्हासु पंच पडला, छप्पुण हेमंति सत्त वासासु । तिविहम्मि कालछेए, पायावरणा भवे पडला ॥। ८०५ ॥
वृत्ति:- 'ग्रीष्मेषु पञ्च पटलानि षट् पुनर्हेमन्ते सप्त वर्षासु', त्रयाणामपि प्रयोजनं पूर्ववत्, एवं 'त्रिविधे कालच्छेदे पात्रावरणानि भवन्ति पटलानि', समासप्रयोजनमेतदेतेषामिति गाथार्थः ॥ ८०५ ।।
[ ૩૭૧
પડલા ભેગા કર્યા પછી તેમના આંતરે સૂર્ય ન દેખાય તેવા (જાડા) પડલા જોઈએ, કેળાના ગર્ભ જેવા કોમળ, ચીકણા અને (વજનમાં) હલકા જોઈએ. સ્વરૂપથી પડલા આવા હોવા જોઈએ. કાલની અપેક્ષાએ પડલાની સંખ્યા ત્રણ, ચાર કે પાંચ છે. [૮૦૨] તેમાં બધી જ ગ્રીષ્મઋતુમાં ત્રણ, બધી જ હેમંતઋતુમાં (શિયાળામાં) ચાર અને બધી જ વર્ષાઋતુમાં પાંચ પડલા હોય. ગ્રીષ્મઋતુનો કાળ અત્યંત રૂક્ષ હોવાથી પૃથ્વીરજ વગેરેના સચિત્ત પુદ્લો જલદી અચિત્ત થઈ જતા હોવાથી રજ વગેરે પડલાને ભેદીને પાત્રમાં જાય તેવો સંભવ નથી. આથી ગ્રીષ્મમાં ત્રણ પડલા રાખવાના છે. હેમંતઋતુનો કાળ સ્નિગ્ધ હોવાથી પૃથ્વી૨જ વગેરેના પુદ્ગલો દબાયા-ચોળાયા વિના અચિત્ત થતા ન હોવાથી વિલંબથી અચિત્ત થતા હોવાથી રજ વગેરે પડલાને ભેદીને પાત્રમાં જાય તેવો સંભવ છે. આથી હેમંતઋતુમાં ચાર પડલા રાખવાના છે. વર્ષાઋતુમાં કાળ અત્યંત સ્નિગ્ધ હોવાથી પૃથ્વી૨જ વગેરેના પુદ્ગલો અતિવિલંબથી અચિત્ત થતા હોવાથી રજ વગેરે પડલાને ભેદીને પાત્રમાં જાય. આથી વર્ષાઋતુમાં પાંચ પડલા રાખવાના છે. પડલાની આ સંખ્યા ઉત્કૃષ્ટ એટલે કે અત્યંત સુંદર (ઘટ્ટ) પડલાની અપેક્ષાએ છે. [૮૦૩] જો પડલા ઉત્કૃષ્ટ ન હોય, મધ્યમ (અર્ધજીર્ણ) હોય, તો પડલાની સંખ્યા અનુક્રમે ચાર, પાંચ અને છ છે. કારણ કે તેવા પડલા (ઉત્કૃષ્ટ પડલાની અપેક્ષાએ) અધિક હોય તો જ સ્વકાર્ય કરી શકે. [૮૦૪] જો પડલા જઘન્ય (જીર્ણ) હોય તો પડલાની સંખ્યા અનુક્રમે પાંચ, છ અને સાત સમજવી. કારણ પૂર્વવત્ જાણવું. આ પ્રમાણે પાત્રને ઢાંકનારા પડલા (= પડલાની સંખ્યા) ત્રણ પ્રકારના કાલવિભાગને આશ્રયીને હોય છે, અને તેમનું સમુદિત પ્રયોજન છે, અર્થાત્ એક એક છૂટા પડલા કાર્ય સાધી શકતા નથી, ત્રણ વગેરે ભેગા જ કાર્ય સાધી શકે છે. [૮૦૫] उद्दिष्टसङ्ख्याभेदभावात् सङ्ख्यामानमभिधायैतेषामेव प्रमाणमानमाह
Jain Education International
अड्डाइज्जा हत्था, दीहा बत्तीसअंगुला रुंदा ।
बिइअं पडिग्गहाओ, ससरीराओ उ निप्फन्नं ॥ ८०६ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org