________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[ ૩૬૭
તેડીને રમાડતી હોય, તે સ્ત્રી પાસેથી વહોરવાથી નીચે મૂકેલા બાળકને ક્રૂર બિલાડી આદિનો ઉપદ્રવ થાય, અથવા બાળક રડે વગેરે અનેક દોષો છે. (૧૬-૧૭-૧૮) ખાંડતી-દળતી-સેકતી- સચિત્ત ઘઉં વગેરે ખાંડતી, દળતી (અથવા ધાણા વગેરે વાટતી) અને સેકતી સ્ત્રીના હાથથી લેવાથી ઉઠવા-બેસવા વગેરેમાં સચિત્તનો સંઘટ્ટો, વહોરાવ્યા પહેલાં કે પછી હાથ ધોવાથી પૂર્વકર્મ કે પશ્ચાત્કર્મ વગેરે દોષો લાગે. (૧૯-૨૦) કાંતતી-પીજતી- રૂ કાંતતી અને પીંજતી સ્ત્રીના હાથથી લેવાથી થુંકવાળા હાથ ધુવે તો પૂર્વકર્મ, દાન આપ્યા પછી હાથ ધુવે તો પશ્ચાત્કર્મ, અને બેસવા-ઉઠવામાં ત્યાં પડેલા ચિત્ત કપાસિયા વગેરેનો સંઘટ્ટો થાય ઈત્યાદિ દોષો લાગે. આ પ્રમાણે દાયક દોષનું વર્ણન પૂર્ણ થયું.]
(૭) ઉન્મિશ્ર- સચિત્ત બીજ, કંદ વગેરેથી મિશ્ર આહાર આપે તે ઉન્મિશ્ર દોષ છે. [જેમ કે- ચેવડા વગેરેમાં કાચું મીઠું હોય, ફળના રસમાં કે ટુકડામાં બીજ હોય, ખાંડ વગેરેમાં સચિત્ત અનાજ વગેરેના કણિયા હોય.] [૭૬૪]
(૮) અપરિણત- આપવાનું દ્રવ્ય જ અપરિણત હોય=સચિત્ત હોય, અથવા આપવા માટે બેમાંથી એકનો ભાવ અપરિણત હોય, તે અપરિણત દોષ છે.
[ભાવાર્થ- અપરિણતના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. સચિત્ત વસ્તુ દ્રવ્ય અપરિણત છે. દ્રવ્ય અપરિણત અકલ્પ્ય છે. ભાવ અપરિણતના દાતૃ સંબંધી અને ગ્રાહક (= લેનાર) સંબંધી એમ બે ભેદ છે. આપવાની વસ્તુના માલિક બે કે તેથી વધારે હોય, તેમાંથી એકને આપવાનો ભાવ હોય અને બીજાને ન હોય તો તે વસ્તુ દાતૃ અપરિણત છે. વસ્તુના ગ્રાહક (= લેનારા) બે સાધુમાંથી એકને તે વસ્તુ નિર્દોષ જણાય અને બીજાને સદોષ જણાય તો તે વસ્તુ ગ્રાહક અપરિણત છે. ભાવ અપરિણત વસ્તુ દોષથી શંકિત હોવાથી તથા તેમાં કલહ વગેરેનો સંભવ હોવાથી અકલ્પ્ય છે.]
પ્રશ્ન- બધા માલિકની રજા વિના આપે એ અનિસૃષ્ટ દોષ છે. ભાવ અપરિણતમાં પણ બધા માલિકની રજા=ભાવના નથી. આથી અનિકૃષ્ટ અને ભાવ અપરિણતમાં ભેદ શો રહ્યો ?
ઉત્તર- અનિસૃષ્ટમાં દાયક હાજર નથી, જ્યારે ભાવ અપરિણતમાં દાયક હાજર છે. આથી એ બેમાં હાજરી અને ગેરહાજરીનો ભેદ છે.
(૯) લિપ્ત- લિપ્ત એટલે ખરડાયેલ. ચરબી આદિ નિંદિત દ્રવ્યોથી ખરડાયેલ દ્રવ્ય લેવાથી લિપ્ત દોષ લાગે છે.
[પિંડનિયુક્તિ વગેરે ગ્રંથોમાં લિપ્ત શબ્દનો દૂધ, દહીં, છાશ, દાળ, કઢી, શાક વગેરે લેપવાળાં–ચીકાશવાળાં દ્રવ્યો એવો અર્થ કર્યો છે, અને કહ્યું છે કે- ઉત્સર્ગથી સાધુએ વાલ, ચણા, ભાત વગેરે અલેપવાળાં દ્રવ્યો લેવાં જોઈએ, દૂધ વગેરે લેપવાળાં દ્રવ્યો ન લેવાં જોઈએ. કારણ કે તેનાથી સાધુઓની રસમૃદ્ધિની વૃદ્ધિ થાય છે અને પશ્ચાત્કર્મ વગેરે દોષો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org