________________
રૂ૫૨ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
લે એથી બારી મૂકવી, દીવો કરવો, મણિ મૂકવો વગેરે રીતે પ્રકાશ કરવો તે પ્રાદુષ્કરણ છે. [બારી આદિ કરવાથી અને દીપક આદિ કરવાથી એમ બે રીતે પ્રાદુષ્કરણ થાય છે. બંને રીતે જીવહિંસા થતી હોવાથી દોષરૂપ છે. વહોરાવવાની વસ્તુ અંધારાવાળા સ્થાનમાંથી પ્રકાશવાળા સ્થાનમાં લાવવી તે પણ પ્રાદુષ્કરણ છે. અંધકારવાળા સ્થાનમાં ગૃહસ્થ પોતાના માટે દીવા વગેરેથી પ્રકાશ કર્યો હોય તો પણ ત્યાં વહોરવું ન કલ્પે. કારણ કે તેઉકાયની વિરાધના થાય.]
સાધુ માટે દ્રવ્ય અને ભાવથી વેચાતું લેવું તે કીત દોષ છે.
ક્રીતના સ્વદ્રવ્ય, પરદ્રવ્ય, સ્વભાવ અને પરભાવ એમ ચાર ભેદ છે. (૧) સ્વદ્રવ્ય ક્રિીત- સાધુના પોતાના દ્રવ્યથી=વસ્તુઓથી લીધેલું સ્વદ્રવ્ય ક્રીત છે. તીર્થની શેષ,
સુગંધી ચૂર્ણ, રૂપપરાવર્તન કરવાની ગુટિકા (તથા મંત્રેલ વાસક્ષેપ, ઔષધ) વગેરે આપીને
આહારાદિ લે તે સ્વદ્રવ્ય ક્રીત. (૨) પરદ્રવ્ય ક્રીત- ગૃહસ્થ સાધુ માટે ધન વગેરે દ્રવ્ય આપીને ખરીદે તે પરદ્રવ્ય ક્રીત છે. (૩) સ્વભાવ ક્રીત- સાધુના પોતાના ભાવથી લીધેલું સ્વભાવ ક્રીત છે. સારા આહારાદિ મેળવવાના
આશયથી ધર્મકથા વગેરે કરીને લોકોને આકર્ષીને આહારાદિ મેળવે તે સ્વભાવ ક્રીત છે. પરભાવ ક્રિીત- સાધુનો ભક્ત મંખ (= લોકોને ચિત્રપટો બતાવીને નિર્વાહ કરનાર ભિક્ષુવિશેષ) વગેરે પોતાની કલાના પ્રદર્શન વગેરેથી લોકોને ખુશ કરીને સાધુ માટે આહારાદિ મેળવે તે પરભાવ ક્રીત છે.
સ્વદ્રવ્યક્રતમાં તીર્થની શેષ વગેરે આપ્યા પછી ઓચિંતી બિમારી થાય તો સાધુએ બિમાર કર્યો એવી વાત લોકમાં ફેલાવાથી શાસનની હીલના થાય, અથવા માંદો માણસ સાજો થાય તો ઘરનાં કાર્યો, વેપાર વગેરે પાપપ્રવૃત્તિમાં જોડાય વગેરે દોષો છે. સ્વભાવ ક્રીતમાં પોતાનાં નિર્મલ અનુષ્ઠાનોને નિષ્ફલ કરવાં વગેરે દોષો છે. પરદ્રવ્ય કીતમાં ખરીદવા વગેરેમાં જીવહિંસા વગેરે દોષો થાય છે. પરભાવ ક્રીતમાં મંખ વગેરે કળાનું પ્રદર્શન કરે વગેરેમાં જીવહિંસાદિ લાગે.] [૭૪૭]
पामिच्चं जं साहूणऽट्ठा उच्छिदिउं दिआवेइ ।
पल्लट्टिउं च गोरसमाई परिअट्टि भणिअं ॥ ७४८ ॥ वृत्तिः- 'प्रामित्यं' नाम 'यत् साधूनामर्थे उच्छिद्यान्यतः ‘दियावेइ 'त्ति ददाति । 'परावर्तितुं च गौरवादिभिः' कोद्रवौदनादिना शाल्योदनादि यद् ददाति तत् परावर्तितं મતિ '–મિતિ નાથાર્થઃ || ૭૪૮ /
(પ્રામિત્ય અને પરાવર્તિત દોષનું સ્વરૂપ–) સાધુને આપવા બીજા પાસેથી ઉછીનું લઈને સાધુને આપે તે મામિત્વ દોષ છે. [મામિત્યના લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકાર છે. ગૃહસ્થ બીજા પાસેથી ઉછીનું લઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org