________________
રૂ૮ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
આહાર વગેરે દોષો કરે, નિમિત્ત પ્રમાણે પ્રવૃત્તિ કરીને જીવહિંસાદિ પાપો કરે, યાવત્ મનુષ્ય વગેરે પંચેન્દ્રિય જીવોનો ઘાત પણ કરે, નિમિત્ત ખોટું પડે તો સાધુ પ્રત્યે દ્વેષ કરે, યાવત્ સાધુનો વધ કરે, શાસનની હીલના થાય વગેરે અનેક દોષો છે.]
આજીવ- આજીવ એટલે જીવન નિર્વાહ. સાધુ જાતિ, કુલ, ગણ, કર્મ અને શિલ્પ એ પાંચમાંથી કોઈની પ્રશંસા વગેરેથી ભિક્ષા મેળવીને જીવનનો નિર્વાહ કરે તે આજીવ દોષ.
[જાતિ=બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે. કુલ=ઉગ્ર, ભોગ વગેરે. ગણ=સમુદાય. જેમ કે મલ્લોનો સમુદાય, પંડિતોનો સમુદાય, નટોનો સમુદાય. કર્મ=ખેતી વગેરે. શિલ્પ=સીવવું વગેરે કળા. ગૃહસ્થ બ્રાહ્મણ જાતિનો હોય તો સાધુ બ્રાહ્મણજાતિની પ્રશંસા કરે, અગર પોતે બ્રાહ્મણ જાતિનો છે એમ કહે, અગર તેવાં વચનો બોલે જેથી ગૃહસ્થ જાતિની સમાનતાથી આકર્ષાઈને સારો આહાર આપે. એમ કુલ વિષે પણ સમજવું. મલ્લ વગેરેની પાસે મલ્લકુસ્તી સંબંધી વાતો એવી રીતે કરે કે જેથી મલ્લને લાગે કે આ સાધુ મલ્લ છે. ખેડૂત વગેરેની પાસે ખેતી સંબંધી વાતો એવી રીતે કરે કે જેથી તેને એમ લાગે કે આ સાધુ પૂર્વે ખેડૂત હતો, અથવા ખેતીનું સારું જ્ઞાન ધરાવે છે. એ પ્રમાણે શિલ્પમાં પણ સમજવું.
આમાં પ્રસન્ન બનેલ ગૃહસ્થ આધાકર્મ આદિ દોષો લગાડે, તથા સાધુને તે તે જાતિ આદિવાળા ગૃહસ્થ પાસે પોતે તે તે જાતિ આદિનો ન હોય તો પણ પોતે તે તે જાતિ આદિનો છે એમ બતાવવામાં મૃષાવાદ, માયા આદિ દોષોનું સેવન કરવું પડે, ખેતી આદિના વર્ણનમાં સાવદ્ય કાર્યોની પ્રશંસાથી અનુમોદના વગેરે દોષો લાગે.] [૭૫૬]
जो जस्स कोइ भत्तो, वणेइ तं तप्पसंसणेणेव ।
આહારકાળરૂ વ, મૂઢો ખુમેગતિશિય્ઝ | ૭૭ ॥
વૃત્તિ:- ‘યો યસ્ય’ શાધ્યમિક્ષ્યાવે: ‘ચિદ્ધત્ત્વ:' પાસાતિ: ‘વનતિ’ સંમનતે સેવત્તે 'तं तत्प्रशंसनेनैव', 'भुञ्जते चित्रकर्म्मस्थिता इवे' त्येवं शाक्यभिक्ष्वादि प्रशंसति वा । ‘आहारार्थम्’ आहारनिमित्तं ‘करोति वा मूढश्चा 'रित्रमोहेन 'सूक्ष्मेतरां चिकित्सां', तत्र सूक्ष्मा वैद्यसूचनादि, बादरा પ્રતીતેતિ ગાથાર્થ: || ૭૬૭ ||
(૫) વનીપક- વનીપક એટલે સેવા કરનાર. જે દાતા ગૃહસ્થ જે બૌદ્ધ સાધુ વગેરેનો ભક્ત હોય તે ગૃહસ્થ પાસે તે બૌદ્ધ સાધુ વગેરેની પ્રશંસા કરવા દ્વારા તે ગૃહસ્થની સેવા કરે, અથવા “ચિત્રકર્મમાં આલેખાયા હોય તેમ ભોજન કરે છે, અર્થાત્ રાગ-દ્વેષ રહિત ભોજન કરે છે,” એમ (બૌદ્ધ ભક્ત વગેરેની સમક્ષ) બૌદ્ધ સાધુ વગેરેની પ્રશંસા કરે, તે વનીપક દોષ. [આમાં કુધર્મની અને કુપાત્રદાનની પ્રશંસાથી મૃષાવાદ અને મિથ્યાત્વની સ્થિરતા-વૃદ્ધિ, સાવઘમાં પ્રવૃત્તની પ્રશંસાથી જીવહિંસાદિ પાપોની અનુમોદના વગેરે દોષો લાગે.] (૬) ચિકિત્સા- ચિકિત્સા એટલે રોગનો ઉપાય. ચારિત્રમોહથી મૂઢ બનેલ સાધુ આહાર મેળવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org