________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[ રૂ૫૨
ચિકિત્સા કરે તે ચિકિત્સા દોષ છે. ચિકિત્સા દોષના સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકાર છે. રોગની દવા બતાવવી, વૈદ્ય બતાવવો, વૈદ્યની પ્રશંસા કરવી, વગેરે સૂક્ષ્મ ચિકિત્સા છે. (જાતે રોગની દવા આપવી તે) બાદર (મોટી) ચિકિત્સા પ્રસિદ્ધ છે.
[આમાં દવા બતાવવા વગેરેથી અષ્કાય, વનસ્પતિકાય વગેરે જીવોની હિંસા, સારું થયા પછી પાપકાર્યમાં પ્રવૃત્તિ, કદાચ વધારે બિમારી થાય કે મૃત્યુ થાય તો સાધુ પ્રત્યે દ્વેષભાવ, શાસનહીલના વગેરે દોષો લાગે.] [૭૫૭]
कोहप्फलसम्भावणपडुपण्णो होइ कोहपिंडो उ ।
गिहिणो कुणइऽभिमाणं, मायाएँ दवावए तहय ॥७५८ ॥ वृत्तिः- 'क्रोधफलसम्भावनाप्रत्युत्पन्नः' सन् ज्ञातो भवति क्रोधपिण्डस्तु', क्षपकर्षरिव, 'गृहिणः करोत्यभिमानं' दानं प्रतीति मानपिण्डः, सेवतिकासाधोरिव, 'मायया दापयति तथा' वेषपरावर्त्तादिनेति मायापिण्डः, चेल्लकस्येवेति गाथार्थः ।। ७५८ ॥ (૭) કોપિંડ-ગુસ્સે થયેલો આ સાધુ અમુક અનર્થ કરશે એવા ભયથી ઉત્પન્ન થયેલો પિંડ-આહાર ક્રોપિંડ છે. આ વિષયમાં લપકમુનિનું દૃષ્ટાંત છે.
| [ભાવાર્થ- કોઈ સાધુનો વિદ્યાથી ઉચ્ચાટન કરવું, કોઈને મારી નાખવો વગેરે વિદ્યાસંબંધી પ્રભાવ, શાપ આપવો વગેરે તપપ્રભાવ, હજારની સાથે એકલો લડી શકે વગેરે બલ, રાજપ્રેમ વગેરે જાણીને, અથવા કોઈ સાધુએ ગુસ્સામાં આવીને શાપ આપીને કોઈને મારી નાખ્યો હોય વગેરે અનર્થો જોઈને, પોતે ભિક્ષા નહિ આપે તો કદાચૈ અનર્થ થશે એવા ભયથી ભિક્ષા આપે, અથવા બ્રાહ્મણ વગેરે પાસેથી માગવા છતાં ભિક્ષા ન મળે તો સાધુ ગુસ્સે થાય, સાધુને ગુસ્સે થયેલો જોઈને ગુસ્સે થયેલો સાધુ અનર્થ કરશે એવા ભયથી ભિક્ષા આપે તે ક્રોધપિંડ છે.] માનપિંડ- ગૃહસ્થને [“આ સાધુએ મારી પાસે માગણી કરી છે તેથી મારે એને નહિ આપવાની ઈચ્છાવાળા (મારા) પરિવાર વગેરેની અવગણના કરીને પણ આપવું” એવા] અભિમાનવાળો બનાવીને ભિક્ષા મેળવે તે માનપિંડ છે. આ વિષયમાં સેવતિકા સાધુનું દષ્ટાંત છે. [અથવા દાતાનો પરિવાર આ સાધુને અમારે કોઈ પણ રીતે આપવું નથી એવા અભિમાનવાળો બને, અને સાધુ પણ હું અવશ્ય લઈશ એવા અભિમાનવાળો બનીને દાતાના ઘરથી ભિક્ષા મેળવે તે માનપિંડ છે.
અથવા જો તમે અમુક અમુર આહાર અમને લાવી આપો તો તમે લબ્ધિવાળા છો એમ અમે માનીએ, એ પ્રમાણે બીજા સાધુઓના કહેવાથી ફુલાઈને સાધુઓએ કહેલો આહાર
લાવે તે માનપિંડ છે. અથવા તમારામાં સારો આહાર લાવવાની જરાય શક્તિ -લબ્ધિ) ૧. આ દૃષ્ટાંત અને માયાદિ ત્રણ કપાયનાં દૃષ્ટાંતોનો અહીંટીકામાં માત્ર નામનિર્દેશ કર્યો છે, દષ્ટાંતોનું વર્ણન નથી. તે દૃષ્ટાંતો જિજ્ઞાસુએ પિંડવિશુદ્ધિ વગેરે ગ્રંથોમાંથી જોઈ લેવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org