________________
૨૫૦ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते (પૂતિ અને મિશ્ર દોષનું સ્વરૂપ-)
આધાર્મિક આહારના એક અંશથી પણ યુક્ત કરાય તે આહાર પૂતિ થાય છે- પૂતિ દોષવાળો બને છે. પૂતિના ઉપકરણ અને ભક્તપાન એમ બે પ્રકાર છે. [આધાકર્મિક ચૂલો, થાળી, કડછી વગેરે ઉપકરણોના સંયોગવાળો શુદ્ધ પણ આહાર ઉપકરણ પૂતિ દોષવાળો બને છે. અર્થાત્ ગૃહસ્થ પોતાના માટે જ આહાર બનાવ્યો હોય, પણ આધાર્મિક ચૂલા ઉપર બનાવ્યો હોય કે મૂક્યો હોય, અથવા આધાર્મિક થાળી, કડછી આદિમાં લીધો હોય, તો તે આહાર ઉપકરણ પૂતિ દોષવાળો બને છે. આધાર્મિક આહાર-પાણીથી મિશ્રિત બનેલ આહાર-પાણી ભક્ત-પાન પૂતિદોષવાળાં છે.
અહીં આધાર્મિકના ઉપલક્ષણથી અવિશુદ્ધિ કોટિના ઉદ્ગમ દોષ સમજવા. અર્થાત્ અવિશુદ્ધિકોટિના ઉગમ દોષોથી દૂષિત આહારના એક અંશથી પણ યુક્ત શુદ્ધ આહાર પણ પૂતિદોષવાળો બને છે. અવિશુદ્ધિકોટિના દોષો પિંડનિર્યુક્તિમાં આ પ્રમાણે છે
आहाकम्मुद्देसियचरिमतियं पुइ-मीसजाए य ।
बायरपाहुडियावि य, अज्झोयरए य चरिमदुए ॥ २४८ ॥ આધાકર્મ, વિભાગ દેસિકના સમુદેશકર્મ, આદેશ કર્મ અને સમાદેશકર્મ એ છેલ્લા ત્રણ ભેદ, મિશ્રજાતના પાખંડિમિશ્ર અને યતિમિશ્ર એ છેલ્લા બે ભેદ, અધ્યવપૂરકના પાખંડિઅથવપૂરક અને યતિઅથવપૂરક એ છેલ્લા બે ભેદ, બાદર ભક્તમાનપૂતિ અને બાદરપ્રાભૃતિકા એમ મૂળ છ ભેદના કુલ દશ ભેદો અવિશુદ્ધિ કોટિના છે.”
આ દશમાંથી કોઈ એક પણ દોષથી દૂષિત આહારના એક અંશનો પણ સંયોગ થવાથી શુદ્ધ પણ આહાર અશુદ્ધ બને છે–પૂતિ દોષવાળો બને છે.]
પહેલેથી જ ગૃહસ્થ અને સાધુ એ બંનેનું ભેગું બનાવ્યું હોય, અર્થાત્ ગૃહસ્થ પોતાના માટે અને સાધુઓ માટે એમ બંને માટે ભેગું બનાવ્યું હોય, તે મિશ્રજાત દોષ છે. [આદિ શબ્દથી મિશ્રજાતના ગૃહિ-યાવદર્થિકમિશ્ર અને ગૃહિ-પાખંડમિશ્ર એ બે દોષી જાણવા. ગૃહસ્થ માટે અને જે કોઈ યાચક આવે તેને આપવા માટે પ્રારંભથી જ ભેગું બનાવ્યું હોય તે ગૃહિ-યાવર્થિક મિશ્ર છે. ગૃહસ્થ માટે અને પાખંડી માટે ભેગું બનાવ્યું હોય તે ગૃહિ-પાખંડિ મિશ્ર છે.] [૭૪૫]
साहोभासिअखीराइठावणं ठवण साहुणट्ठाए ।
सुहमेअरमुस्सक्कणमवसक्कणमो य पाहुडिआ ॥ ७४६ ॥ वृत्तिः- 'साध्ववभाषितक्षीरादिस्थापनं स्थापना साध्वर्थे', साधुना याचिते सति तन्निमित्तं क्षीरादेः स्थापनं स्थापनोच्यत इति । सूक्ष्मेतरे'ति सूक्ष्मा बादरा च, उत्सर्पणमवसर्पणं' चाङ्गीकृत्य 'प्राभृतिका' भवति, सूक्ष्मा-अर्द्धकर्त्तिते दारकेन भोजनं याचिता सती साधावागते दास्यामीत्युत्सर्पणं करोति, साध्वर्थाय चोत्थिता पुत्रक ! तवापि ददामीत्यवसर्पणं, बादरा तु समवसरणादौ विवाहादेरेव च (उत्सर्पणादि) कुर्व्वतः, कुगतेः प्राभृतकल्पा प्राभृतिका इति गाथार्थः ॥ ७४६ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org