________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[३४९
વગેરેથી મિશ્રિત કરીને જે ભિક્ષા આપવામાં આવે તે કૃતશિક છે. મોદકચૂર્ણ (આદિને) અગ્નિમાં તપાવીને ગોળ વગેરે ભેળવીને મોદક (આદિ) બનાવીને આપવામાં આવે તે કર્મદેશિક છે. અહીં તુ શબ્દનો ઉલ્લેખ ઉક્ત કૃત વગેરે ત્રણના પ્રત્યેકના પેટાભેદોનું સૂચન કરવા માટે છે.
[ઉદિષ્ટદેશિક દોષને પિંડનિયુક્તિમાં ઓઘઔદેશિક દોષ કહ્યો છે. અર્થાત્ પિંડનિર્યુક્તિમાં જેનું ઓઘદેશિક એવું નામ છે તેનું જ અહીં ઉદિષ્ટદેશિક એવું નામ છે. પિંડનિર્યુક્તિમાં જેનું ઉદિષ્ટદેશિક નામ છે તે દોષનું અહીં વર્ણન કર્યું નથી. પિંડનિયુક્તિમાં તેનું સ્વરૂપ આ પ્રમાણે છે
महईइ संखडीए, उव्वरियं कूरवंजणाइयं ।
पउरं दठूण गिही, भणइ इमं देहि पुण्णट्ठा ॥ २२८ ॥ “મોટી સંખડીમાં વિવાહાદિના જમણમાં બધા જમી રહ્યા પછી ભાત, શાક વગેરે ઘણું વધેલું જોઈને ગૃહસ્થ પોતાની સ્ત્રી વગેરેને કહે કે, આ ભોજન પુણ્ય માટે ભિક્ષાચરોને આપ. આથી તે સ્ત્રી વગેરે તે ભોજન સાધુ આદિને આપવા રાખી મૂકે તે ઉદ્દિષ્ટદેશિક દોષ છે.” (૨૨૮) - સાધુ આદિ માટે રાખી મૂકવામાં ખુલ્લું રહે, ઢોળાઈ જાય, કીડીઓ ચઢે વગેરે રીતે) જીવહિંસાનો સંભવ હોવાથી ઉદિષ્ટદેશિક આહાર સાધુઓને ન કલ્પે.
પ્રશ્ન- ઉદિષ્ટદેશિક અને સ્થાપના એ બંનેમાં સાધુ આદિને આપવા આહારાદિ રાખી મૂકવામાં આવે છે. આથી તે બેમાં ભેદ શો છે?
ઉત્તર- પ્રસ્તુત પંચ વસ્તુકની ૭૪૬મી ગાથામાં જણાવ્યા પ્રમાણે “સાધુના માગવાથી” ગૃહસ્થ સાધુ માટે રાખી મૂકે તે સ્થાપના દોષ છે. આથી સ્થાપનામાં સાધુના માગવાથી રાખી મૂકે છે, અને ઉદિષ્ટદેશિકમાં સાધુના માગ્યા વિના રાખી મૂકે છે એ ભેદ છે.
પ્રશ્ન- અહીં પિડનિર્યુક્તિમાં જણાવેલા ઉદિષ્ટદેશિકનું વર્ણન કર્યું નથી, તથા પિંડનિર્યુક્તિમાં જેનું ઘઔદેશિક નામ છે તેનું વર્ણન કર્યું, અને તેનું ઉદિષ્ટદેશિક નામ આપ્યું. આમ કરવાનું શું કારણ ?
ઉત્તર- પિંડનિર્યુક્તિમાં જેનું ઉદિષ્ટદેશિક નામ છે તે દોષમાં અને સ્થાપના દોષમાં બહુ ભેદ નથી” એવી વિવેક્ષાથી એનું વર્ણન ન કર્યું અને ઓઘઔદેશિકને જ ઉદ્દિષ્ટદેશિક નામ આપ્યું.] [૭૪૪].
कम्मावयवसमेअं, संभाविज्जइ जयं तु तं पूई ।
पढमं चिअ गिहिसंजममीसुवक्खडाइमीसं तु ॥ ७४५ ॥ વૃત્તિ - “Mવવિપેત' આધÍવયવસમન્વિત “સન્માતે યત્તત્ પૂતિ' उपकरणभक्तपानपूतिभेदभिन्नं । 'प्रथममेव' आरम्भादारभ्य गृहिसंयतयोः मिश्रं' साधारणं ૩૫તા તુ' મિશ્રનતનિતિ માથાર્થઃ | ૭૪૬ //
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org