________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[ રૂપરૂ
સાધુને આપે તે લૌકિક પ્રામિત્વ છે. સાધુઓ પરસ્પર ઉછીની વસ્તુ આપે તે લોકોત્તર પ્રામિત્વ છે. તેના બે પ્રકાર છે. તે આ પ્રમાણે(૧) વસ્ત્ર વગેરે) થોડા દિવસ વાપરીને તમને પાછું આપીશ એવી શરતથી લે. (૨) આટલા દિવસ પછી આવું વસ્ત્ર (વગેરે) તમને બીજાં આપીશ એમ કહીને લે.
લૌકિક પ્રામિત્વમાં ઉછીનું લાવેલું પાછું ન આપી શકે વગેરે કારણે ક્લેશ-કંકાસ થાવત્ પ્રાણનાશ વગેરે દોષો સંભવિત છે. લોકોત્તર પ્રામિત્યના પહેલા પ્રકારમાં વસ્ત્ર મલિન થઈ જાય, ખોવાઈ જાય, ફાટી જાય વગેરે કારણે પરસ્પર ફ્લેશ વગેરે થાય. બીજા પ્રકારમાં બીજાં વસ્ત્ર તેવું ન મળે, કહેલા સમયે ન મળે, જેની પાસેથી લીધું હોય તેને બીજું આપેલું વસ્ત્ર પસંદ ન પડે વગેરે કારણે ફલેશાદિ દોષો થાય. આથી લોકોત્તર પ્રામિત્વ પણ ત્યાજ્ય છે. કોઈ કારણસર સાધુને પરસ્પર આપ-લે કરવી પડે તો કોઈ શરત વિના અને ગુરુને જણાવીને કરવી જોઈએ.].
સાધુઓનું ગૌરવ-બહુમાન થાય વગેરે કારણે પોતાની કોદરા વગેરે હલકી વસ્તુ બીજાને આપીને તેની પાસેથી ઉત્તમ ચોખાથી બનાવેલ ભાત વગેરે લાવીને સાધુને આપે તે પરાવર્તિત દોષછે.
[પરાવર્તિતના લૌકિક અને લોકોત્તર એમ બે ભેદ છે. ગૃહસ્થો પરસ્પર અદલાબદલી કરે તે લૌકિક. સાધુઓ પરસ્પર અદલાબદલી કરે તે લોકોત્તર, લૌકિક અને લોકોત્તર બંનેમાં પ્રકામિત્યમાં જણાવ્યા મુજબ દોષોનો સંભવ હોવાથી ત્યાજય છે. સાધુઓને કારણસર વસ્ત્રાદિની અદલા-બદલી કરવી પડે તો ગુરુને કહીને ગુરુ સમક્ષ કરવી. જેથી ફલેશાદિ દોષો ન થાય. [૭૪૮]
सग्गामपरग्गामा, जमाणिउं आहडंति तं होइ ।
छगणाइणोवलितं, उब्भिदिअ जं तमुभिण्णं ॥७४९ ॥ वृत्तिः- 'स्वग्रामपरग्रामात्' यदुद्ग्राहिमकादि 'आनेतुं', ददातीति वर्त्तते, 'अभ्याहृतं' तु 'तदे'वंभूतं भवति'। तथा छगणमृत्तिकादिनोपलिप्तमुद्भिद्य यद्' ददाति तदुद्भिन्नम'भिधीयत રૂતિ થાર્થ: // ૭૪૬ /
(અભ્યાહત અને ઉભિન્ન દોષનું સ્વરૂપ
સ્વગામ (=સાધુ જે ગામમાં હોય તે ગામ), પરગામ (=સાધુ જે ગામમાં હોય તે સિવાય બીજું ગામ), દેશ, શેરી, ઘર વગેરે સ્થળેથી સાધુના સ્થાને લાવીને આહારાદિ આપે તે અભ્યાહૃત દોષ છે.
[અભ્યાહતના આશીર્ણ અને અનાચીર્ણ એમ બે ભેદ છે. પૂર્વપુરુષોએ જે અભ્યાહત લેવાની આચરણા કરી હોય તે આશીર્ણ. તેના ક્ષેત્ર અને ઘરની અપેક્ષાએ બે પ્રકાર છે.
(૧) ક્ષેત્રની અપેક્ષાએ જયારે આગળના ભાગમાં જમનારાઓની પંગત બેઠી હોય અને બીજા છેડે આહાર વગેરે હોય, તથા સ્ત્રીસંઘટ્ટ વગેરે કારણે સાધુથી ત્યાં જવાય તેમ ન હોય, ત્યારે સો હાથની અંદરથી લાવેલ કલ્પી શકે. ઘરની અપેક્ષાએ સંઘાટક બે સાધુઓમાંથી એક સાધુ જે ઘરની ભિક્ષા લેતો હોય તે ઘર, અને બીજો સાધુ દાતારની સાધુને ભિક્ષા આપવાની બધી ક્રિયા બરોબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org