________________
તત્ત્વશાસ્ત્રઃ જીવાભિગમ સૂત્ર સારાંશ
ર
પૃથ્વી પિંડ – સાતે નરકના પૃથ્વી પિંડની જાડાઈ– (૧) ૧,૮0,000 (ર) ૧,૩૨,૦૦૦ (૩) ૧,૨૮,૦૦૦ (૪) ૧,૨૦,૦૦૦ (૫) ૧,૧૮,૦૦૦ (૬) ૧,૧૬,૦૦૦ (૭) ૧,૦૮,૦૦૦ યોજનની છે.
તે અસંખ્ય યોજનની લાંબી પહોળી અને ગોળાકાર છે અને અસંખ્ય યોજનની પરિધિ છે. પૃથ્વી પિંડની જાડાઈ સર્વત્ર સમાન છે. કાંડ :– પહેલી નરકમાં ત્રણ કાંડ છે– (૧) બરકાંડ (૨) પંકકાંડ (૩) અપૂબહુલકાંડ. ખરકાંડ ૧૬,000 યોજનાનો છે, પંકકાંડ ૮૪,000 યોજનનો છે, અપૂબહુલકાંડ ૮૦,૦૦૦યોજનનો છે. ખરકાંડના ૧૬ વિભાગ છે– (૧) રત્નકાંડ (ર) વજ (૩) વૈડૂર્ય (૪) લોહિતાક્ષ (૫) અસારગલ્લ (૬) હંસગર્ભ (૭) પુલક (૮) સૌગંધિ (૯) જ્યોતિરસ (૧૦) અંજન (૧૧) અંજનપુલક (૧૨) રજત (૧૩) જાતરૂપ (૧૪) અંક (૧૫) ફલિહ(સ્ફટિક) (૧૬) રિષ્ટ. આ ૧૬ જાતિના રત્નોના ૧૬ વિભાગ છે. તે પ્રત્યેક એક-એક હજાર યોજન જાડા છે.
પ્રથમ નરકના પૃથ્વીપિંડના એક લાખ એંસી હજાર યોજન ભૂમિભાગના આ ત્રણ વિભાગ છે. આ ત્રણે વિભાગના પૃથ્વી સ્વભાવ, પુદ્ગલ આદિમાં ભિન્નતા છે. શેષ નરકમાં આ અંતર નથી, માટે તેમાં કાંડ નથી. નરકાવાસ – નારકીના રહેવાના નગર જેવા સ્થાનને નરકાવાસ કહેવાય છે. તે સંખ્યાતા અને અસંખ્યાતા યોજનાના વિસ્તારવાળા છે. બહારથી ચોરસ આદિ છે, અંદરથી ગોળ છે. તે પંક્તિબદ્ધ અને પુષ્પાવકીર્ણ(પ્રકીર્ણ) પણ છે. પંક્તિબદ્ધ નરકાવાસો ત્રિકોણ, ચોરસ અને ગોળ છે. પ્રકીર્ણ નરકાવાસો વિવિધ સંસ્થાનવાળા છે. સાતે નરકમાં તેની સંખ્યા ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) ૩૦ લાખ (૨) ર૫ લાખ (૩) ૧૫ લાખ (૪) ૧૦ લાખ (૫) ૩ લાખ (૬) ૧ લાખમાં ૫ ઓછા (૭) પાંચ નરકાવાસા છે, તેના નામ-કાલ, મહાકાલ, દ્ધ, મહારુદ્ર, અપ્રતિષ્ઠાન. પૃથ્વી પિંડનો આધાર:– સાતે નરકના પૃથ્વીપિંડની નીચે ૨૦,૦૦૦ યોજનની જાડાઈમાં ઘનોદધિ છે. તેની નીચે અસંખ્ય-અસંખ્ય યોજનની જાડાઈનો ઘનવાયુ તનુવાયુ અને આકાશાંતર ક્રમશઃ છે. વલય:- સાતે નરકના પૃથ્વીપિંડની ચારે તરફ ત્રણ વલય છે– (૧) ઘનોદધિ વલય, તે પૃથ્વીપિંડના કિનારાને સ્પર્શીને રહેલો છે. (૨) ઘનવાત વલય, તે ઘનોદધિને સ્પર્શીને રહેલો છે. (૩) તનુવાત વલય, ઘનવાતને સ્પર્શીને રહેલો છે. તનુવાત વલય પછી અલોકાકાશ છે. આ ત્રણે વલયોની લંબાઈ નરકના પૃથ્વીપિંડની જાડાઈની સમાન છે અને પહોળાઈ નીચે મુજબ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org