________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
સ્પર્શેન્દ્રિયમાં મૃદુ-લઘુ બધાથી ઓછા છે. પછી ક્રમશઃ જિલ્લેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રોત્રન્દ્રિય, ચક્ષુઇન્દ્રિયમાં અનંતગણા છે. સ્પર્શેન્દ્રિયમાં કર્કશ-ગુરુથી મૃદુ-લઘુ અનંતગણા હોય છે.
૧૫૬
ઉપરોક્ત વર્ણન ૨૪ દંડકમાં પણ સમજવું. તેમાં જેમને જેટલી ઇન્દ્રિય છે, તેટલી સમજવી; તેમજ શરીરની અવગાહના અને સંસ્થાન જે હોય તે જ સ્પર્શેન્દ્રિયની અવગાહના અને સંસ્થાન સમજવા.
પૃષ્ટ-પ્રવિષ્ટ :- ચક્ષુઇન્દ્રિય પોતાના વિષયના પદાર્થોને દૂર રહીને વિષયભૂત બનાવી એનું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. અર્થાત્ એ પદાર્થોના ચક્ષુ ઇન્દ્રિયમાં પ્રવેશ અને સ્પર્શ બંને હોતા નથી. શેષ ઇન્દ્રિયો પોતાના વિષયભૂત પદાર્થોના સ્પર્શ અને ગ્રહણ(પ્રવેશ) કર્યા પછી જ તેનો બોધ કરે છે.
વિષય ક્ષેત્ર :– જઘન્ય વિષય ચક્ષુઇન્દ્રિયનો અંગુલનો સંખ્યાતમો છે. શેષ ચાર ઇન્દ્રિયોનો અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. ઉત્કૃષ્ટવિષય ચાર્ટમાં જુઓ પાંચે ય ઈન્દ્રિયઓનો ઉત્કૃષ્ટ વિષય :–
જીવ નામ | શ્રોત્રેન્દ્રિય ચક્ષુઇન્દ્રિય
એકેન્દ્રિય
બેઇન્દ્રિય
તેઇન્દ્રિય
ચૌરેન્દ્રિય
–
૨૯૫૪ યોજન | ૫૯૦૮ યોજન
અસંજ્ઞી પંચે | ૧ યોજન સંજ્ઞી પંચે ૧૨ યોજન ઔઘિક જીવ | ૧૨ યોજન ૧ લાખ યો॰ સા
૧ લાખ યો॰ સા
ઘ્રાણેન્દ્રિય | રસનેન્દ્રિય સ્પર્શેન્દ્રિય
૪૦૦ ધનુષ
૮૦૦ ધનુષ
૧૬૦૦ ધનુષ
૩૨૦૦ ધનુષ
૬૪૦૦ ધનુષ
૯ યોજન
૯ યોજન
૬૪ ધનુષ
૧૦૦ ધનુષ | ૧૨૮ ધનુષ
|
૨૫૬ ધનુષ
૨૦૦ધનુષ | ૪૦૦ ધનુષ ૯ યોજન
૫૧૨ ધનુષ |
૯ યોજન
૯ યોજન ૯ યોજન
|
[સંક્ષિપ્તાક્ષર સૂચિ ઃ પંચે = પંચેન્દ્રિય, યો સા॰ = યોજન સાધિક.]
આ ઇન્દ્રિય વિષય ઉત્સેધાંગુલથી કહેલ છે. જઘન્ય વિષય આત્માંગુલથી સમજવો જોઈએ.
-
નિર્જરા પુદ્ગલ ઃ– મુક્ત થવાવાળા આત્માના અંતિમ નિર્જરા પુદ્ગલ સર્વેલોકમાં વ્યાપ્ત થાય છે. તેને ઇન્દ્રિયો ગ્રહણ કરી શકતી નથી તેમજ જાણી દેખી શકતી નથી, ભલે ન કોઈ દેવ હોય કે મનુષ્ય. કારણ કે તે નિર્જરા પુદ્ગલ અતિ સૂક્ષ્મ હોય છે. વિશિષ્ટ અવધિજ્ઞાની કે કેવળજ્ઞાની જ તેને જાણી-દેખી શકે છે તથા તે અમુક-અમુકના છે એવી વિવિધતાને અને અમુક વર્ણાદિ છે, એવા વિવિધ ભેદોને તેમજ ક્ષીણતા, તુચ્છતા (નિઃસારતા), હલ્કા, ભારેપણા વગેરેને કેવળી ભગવાન જોઈ તથા જાણી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org