________________
૧૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત,
યુક્તિ પૂર્વક, ઉપમા તેમજ દષ્ટાંતપૂર્વક, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તેમજ સંસ્થાનોથી, લંબાઈ, પહોળાઈ આદિ માપોથી અથવા પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી જાણે જોવે છે. જે સમયે જોવા રૂપ દર્શનોપયોગ એટલે અનાકારોપયોગમાં હોય છે ત્યાર પછીના સમયમાં જ્ઞાનોપયોગ અર્થાત્ સાકારોપયોગમાં હોય છે.
ઉપયોગની સમાન કેવલજ્ઞાનીના બંને પશ્યત્તા પણ સમજી લેવા જોઈએ. છદ્મસ્થોને બંને ઉપયોગ અને પશ્યત્તા જઘન્ય-ઉત્કૃષ્ટ અસંખ્ય સમયના અંતર્મુહૂર્તવાળા હોય છે અને કેવળજ્ઞાનીને એક-એક સમયના જ બંને ઉપયોગી હોય છે.
એકત્રીસમુંઃ સંજ્ઞી પદ ૧. જે જીવોને મન હોય છે તે સંજ્ઞી હોય છે. જેને મન નથી તે અસંશી હોય છે. મન:પર્યાપ્તિ પૂર્ણ કર્યા વગર અસંજ્ઞીથી આવીને ઉત્પન્ન થનારા નારકી-દેવતા પણ અસંશી કહેવાય છે. જે ગર્ભજ અથવા ઔપપાતિક હોય છે તે સંજ્ઞી છે. ૨. ચોવીસ દંડકમાં – નારકી, ભવનપતિ, વ્યંતર
સંજ્ઞી તેમજ અસંજ્ઞી મનુષ્ય તેમજ તિર્યંચ પંચેન્દ્રિય
સંજ્ઞી તેમજ અસંજ્ઞી જ્યોતિષી, વૈમાનિક
સંજ્ઞી છે, અસંજ્ઞી નથી પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય
અસંજ્ઞી છે, સંજ્ઞી નથી નો સંગ્લી નો અસંજ્ઞી
જીવ, મનુષ્ય અને સિદ્ધ બત્રીસમુંઃ સંયત પદ શ્રમણ, મુનિ સંયત કહેવાય છે. શ્રાવક-શ્રમણોપાસક સંયતાસંયત, કહેવાય છે. બાકી બધા અસંયત હોય છે. ચોવીસ દંડકમાં – બાવીસ દંડકના જીવ અસંયત છે. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અસંયત અને સંયતાસંયત બંને પ્રકારના હોય છે. મનુષ્યમાં કોઈ સંયત હોય છે, કોઈ અસંયત હોય છે અને કોઈ સંયતાસંયત પણ હોય છે. સિદ્ધ ભગવાન નો સંયત, નો અસંયત, નો સંયતાસંયત છે. વિશેષ જ્ઞાતવ્ય:- જાણવાની તત્ત્વ દષ્ટિથી આ કથન કરવામાં આવે છે, પરંતુ કોઈ દેવ અથવા વિશિષ્ટ વ્યક્તિ પ્રત્યક્ષ હોય તે અસયત છે, એવા નિષ્ફર કઠોર વચન ન કહેવા. આવા કઠોર વચન બોલવાને માટે ભગવતી સૂત્રમાં નિષેધ કર્યો છે.
તેત્રીસમુંઃ અવધિ પદ નંદી સૂત્રમાં પાંચ જ્ઞાનનું વિસ્તારથી વર્ણન છે. જે સારાંશ પુસ્તક નં. ૭માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org