________________
રરક
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
નિર્જરા થાય છે તેમજ પરિણામ અનુસાર બંધ થાય છે. ૨. કષાય સમુદ્દઘાતમાં–ચારે કષાયોની તીવ્રતા, પ્રચંડતા, આસક્તિથી પ્રભાવિત આત્મપ્રદેશોમાં કંપન-સ્પંદન થાય છે; તેમાં કષાય મોહનીય કર્મનો ઉદય તેમજ નિર્જરણ થાય છે. તેમજ તેના નિમિત્તથી વિવિધ કર્મબંધ પણ થાય છે. ૩. મરણ સમુદ્દઘાતમાં–આગામી ઉત્પત્તિ સ્થાનમાં આત્મપ્રદેશોનું આવાગમન શરૂ થઈ જાય છે તેમાં વર્તમાન આયુ કર્મનો વિશેષ ઉદય તેમજ નિર્જરણ થાય છે. ૪. વૈક્રિય તૈજસ આહારક– આ ત્રણે સમુદ્યાતો, પ્રાપ્ત થયેલી લબ્ધિ વિશેષ દ્વારા પોતપોતાના પ્રયોજનોથી જીવ પોતે કરે છે તેમજ પોતાના પ્રયોજન અથવા કુતૂહલને પૂર્ણ કરે છે. તેમાં નામ કર્મનો ઉદય તેમજ નિર્જરણ થાય છે. ૫. આ છએ સમુદ્યાતોમાં ઓછો વધારે સાંપરાયિક કર્મબંધ પણ થાય છે. દ કેવળી સમુદ્યાત મોક્ષ જવાના થોડા સમય પહેલા જ થાય છે. વિષમ માત્રામાં રહેલ વેદનીય, નામ, ગોત્ર કર્મોને અવશેષ આયુષ્યની સાથે સમાન કરવાના લક્ષે કરાય છે. સ્કૂલ(વ્યવહાર) દષ્ટિથી તે સ્વતઃ હોય છે. તેમજ સૂમ સૈદ્ધાંતિક દષ્ટિથી જીવ કરે છે. તેમાં વેદનીય, નામ, ગોત્ર કર્મોનો વિશિષ્ટ ઉદય તેમજ નિર્ભરણ હોય છે. વીતરાગી હોવાથી કેવલ ઈર્યાવહિ ક્રિયાનો બંધ થાય છે. ૭. ચારે અઘાતી કર્મોમાં જેની સ્થિતિ આદિની અપેક્ષા વિશેષ વિષમતા નથી તે કેવલી સમુદ્યાત કરતા નથી. ૮. ક્વળી સમુદ્ઘાતથી નિરિત પુદ્ગલ સંપૂર્ણ લોકમાં ફેલાય છે, તે અત્યંત સૂમ હોય છે. છદ્મસ્થ જીવ તેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી જાણી કે દેખી શકતા નથી. ૯. કોઈ દેવ તીવ્ર સુગંધના ડબ્બાને ખોલીને હાથમાં લઈને ત્રણ ચપટી જેટલા સમયમાં ૨૧ ચક્કર જેબૂદ્વીપને લગાવીને આવે છે. તેનાથી વ્યાખ ગંધના પુદ્ગલ અત્યંત સૂમ રૂપમાં એવા વિખરાય કેન્દ્રસ્થાને જાણવામાં કે જોવામાં વિષયભૂત બનતા નથી. તેવી જ રીતે કેવલી સમુદ્યાતના સર્વલોકમાં વ્યાપ્ત પુદ્ગલોનું સમજવું. કેવલી સમુદ્યાત અને આયોજીકરણ:
આયોજીકરણ અંતર્મુહૂર્તનું હોય છે. મોક્ષને સન્મુખ થવાની પ્રક્રિયા અથવા મોક્ષ જવાના પહેલાં પૂર્વ તૈયારીને આયોજીકરણ કહે છે. આ આયોજીકરણમાં મુખ્ય બે ક્રિયાઓ હોય છે. ૧ કેવલી સમુદ્યાત, ર યોગ નિરોધ કરવાની ક્રમિક પ્રક્રિયા.
એમ તો તેરમું ગુણસ્થાન જેને પ્રાપ્ત થઈ ગયું છે તે મોક્ષની નજીક જ છે, તોપણ અંતિમ તૈયારીની મુખ્યતાથી અહીં આયોજીકરણ કહેલ છે. આ આયોજીકરણ કેવલી સમુદ્યાતથી શરૂ થઈને યોગ નિરોધની પૂર્ણતામાં સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org