________________
તત્ત્વશાસ્ત્ર ઃ પરિશિષ્ટ-૧ ઃ ગુણસ્થાન સ્વરૂપ
તેથી આ ગુણસ્થાનવાળા લોભનો ઉપશમ સમાપ્ત થવા પર અર્થાત્ સ્થિતિ પૂર્ણ થવા પર પુનઃ ઉદયાભિમુખી થવાથી દસમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. આ ગુણસ્થાનવાળા આગળ બારમા ગુણસ્થાને જતા નથી.
ર૩૯
આ ગુણસ્થાનવાળાને મોહ, રાગ, દ્વેષ નહીં હોવાથી વીતરાગ પણ કહેવાય છે, તેનું પૂર્ણ નામ ઉપશાંત મોહ વીતરાગ કહેવામાં આવે છે.
આ ગુણસ્થાન એક ભવમાં બે વાર અને ઉત્કૃષ્ટ બે ભવમાં ચાર વાર આવી શકે છે. આ ગુણસ્થાનમાં ઉપશમ સમકિત અને ક્ષાયિક સમકિત બંને હોય શકે છે. તેના ચારિત્રને યથાખ્યાત ચારિત્ર કહે છે. શેષ વર્ણન પૂર્વ ગુણસ્થાન પ્રમાણે છે.
અહીં અગિયાર ગુણસ્થાનોમાં મોહકર્મની અપેક્ષાએ વિચાર કરવામાં આવ્યો છે, અન્ય કર્મોનો પણ યથાયોગ્ય ઉદયવિચાર અન્યત્રથી જાણી લેવા જોઈએ.
અહીં અગિયારમા ગુણસ્થાને માત્ર સાતા વેદનીય કર્મ સિવાય બધાં કર્મનો બંધ અટકી જાય છે. સાતા વેદનીય કર્મ પણ માત્ર બે સમયની સ્થિતિનું બાંધે છે, જે બંધ નામ માત્રનો જ છે. આ ગુણસ્થાનમાં ફક્ત અવસ્થિત પરિણામ રહે છે. આ ગુણસ્થાનની સમયમર્યાદા પૂરી થયા બાદ હાયમાન પરિણામ થાય છે, ત્યારે દસમું ગુણસ્થાન શરૂ થઈ જાય છે. પરંતુ આ ગુણસ્થાનની સ્થિતિમાં હાયમાન પરિણામ હોતાં નથી.
બારમું ક્ષીણ મોહ ગુણસ્થાન :– દસમા ગુણસ્થાને રહેલા ક્ષપક શ્રેણીવાળા જીવ, સંજ્વલનના લોભનો ક્ષય થવાથી, મોહનીય કર્મની બધી જ પ્રકૃતિ ક્ષય થઈ જવાથી આ બારમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે તેથી તેને ક્ષીણમોહ ગુણસ્થાન કહે છે. આ ગુણસ્થાનને અંતે જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય; એ ત્રણ ઘાતી કર્મોનો ક્ષય કરે છે.
આ ગુણસ્થાનની જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ હોય છે. એક સમયની સ્થિતિ હોતી નથી. આ ગુણસ્થાને કોઈ જીવ મરતો નથી. અહીં માત્ર વર્ધમાન પરિણામ જ હોય છે. હાયમાન અને અવસ્થિત પરિણામ હોતાં નથી.
તેરમું સયોગી કેવળી ગુણસ્થાન – બારમા ગુણસ્થાનના અંતિમ સમયે ત્રણ કર્મ ક્ષય થવાથી કેવળજ્ઞાન કેવળદર્શન પ્રગટ થાય છે. ત્યારે જીવને આ તેરમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનવાળા સર્વજ્ઞ સર્વદર્શી કહેવાય છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન કરોડ પૂર્વની હોય છે. તેમાં અપેક્ષિત મન, વચન, કાયાના યોગ પ્રવર્તે છે, તેથી તેને સયોગી કેવળી ગુણસ્થાન કહે છે. આ ગુણસ્થાનમાં સામાન્ય કેવળી અને તીર્થંકર કેવળી બંને હોય છે. વધારે આયુષ્યવાળા કેવળજ્ઞાન પર્યાયમાં વિચરણ કરે છે. મુહૂર્ત માત્ર આયુષ્ય બાકી રહે ત્યારે કેવળીનું આયોજીકરણ થાય છે, જેમાં મુક્ત થવા પહેલાંની પ્રક્રિયાઓ શરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org