________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત પંચેન્દ્રિયજાતિ, શુભવિહાયોગતિ, ત્રસનવક (યશોકીર્તિને છોડીને), શરીર ચતુષ્ક, (ઔદારિક છોડીને) અંગોપાંગ દ્વિક (વૈક્રિય અને આહારક), પ્રથમ સંસ્થાન, વર્ણચતુષ્ક, પ્રત્યેક નામની પ્રકૃતિ (અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, જિનનામ, નિર્વાણનામ) આ કુલ ૨+૧+૧+૯+૪+૨+૧+૪+૬ = ૩૦ પ્રકૃતિ ગઈ. ૫ જ્ઞાનાવરણીય, ૫ અંતરાય, ૪ દર્શનાવરણીય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, સંજ્વલચતુષ્ટ, સાતાવેદનીય, ઉચ્ચગોત્ર, યશોકીર્તિ, પુરુષ વેદ. આ કુલ ૫+૫+ ૪+૧+૧+૧+૧+૧+૪+૧+૧+૧+૧ = ૨નો બંધ છે.
૪૬
(૯) નવમા ગુણસ્થાનમાં ઃ– એના ૫ ભાગ છે. પહેલા ભાગમાં ૨૨ પ્રકૃતિનો બંધ થાય છે. હાસ્યાદિ ૪ ઘટી. બીજા ભાગમાં ૨૧, એક પુરુષ વેદ ઘટયો. ત્રીજામાં ક્રોધ છોડીને ૨૦નો બંધ. ચોથા ભાગમાં માન છોડીને ૧૯ પ્રકૃતિનો બંધ. પાંચમા ભાગમાં માયા છોડીને ૧૮ પ્રકૃતિનો બંધ થાય છે.
(૧૦) દસમા ગુણસ્થાનમાંઃ– ઉપરોક્ત ૧૮ પ્રકૃતિમાંથી સંજ્વલન લોભ વર્જીને ૧૭ પ્રકૃતિનો બંધ થાય છે.
=
(૧૧,૧૨,૧૩) ગુણસ્થાનમાં :– માત્ર સાતા વેદનીયનો બંધ થાય છે, ૧૬ ઘટી. જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મની ૧૪ તથા યશોકીર્તિ, ઉચ્ચગોત્ર એમ કુલ ૧૬ જાય. ૧૪મા ગુણસ્થાનમાં બંધ થતો નથી.
ર. ઉદય વિચારઃ
સમુચ્ચય ૧૨૨ પ્રકૃતિનો ઉદય હોય છે— ૧૨૦ પહેલાંની તથા સમિકત મોહનીય અને મિશ્ર મોહનીય આ બે વધી.
(૧) પહેલા ગુણસ્થાનમાં ઃ- ૧૧૭ પ્રકૃતિનો ઉદય. બંધની સમાન. (૨) બીજા ગુણસ્થાનમાં ઃ- ૧૧૧ પ્રકૃતિનો ઉદય, ૧૧૭માંથી ઘટી. સૂક્ષ્મત્રિક, આતપ, મિથ્યાત્વ મોહનીય અને નરકાનુપૂર્વી. સિદ્ધાંતથી ૧૦૯, એકેન્દ્રિય જાતિ અને સ્થાવરના નામ આ બે ઘટી.
(૩) ત્રીજા ગુણસ્થાનમાં :- ૧૦૦ પ્રકૃતિનો ઉદય, ૧૦૯માથી ૧૦ ઘટે (અનન્તાનુબંધી ચોક, ત્રણ આનુપૂર્વી, ત્રણ જાતિ નામ) મિશ્રમોહનીય વધે. (૪) ચોથા ગુણસ્થાનમાં ઃ- ૧૦૪ પ્રકૃતિનો ઉદય. ચાર આનુપૂર્વી, સમકિત મોહનીય આ પાંચ વધી અને મિશ્ર મોહનીય ઘટી.
(૫) પાંચમાં ગુણસ્થાનમાં :– ૮૭ પ્રકૃતિનો ઉદય. ૧૦૪માંથી ૧૭ ઘટી. જેમ કે અપ્રત્યાખ્યાની ચોક, વૈક્રિય અષ્ટક, દુર્વ્યગ ત્રિક, તિર્યંચ અને મનુષ્યની આનુપૂર્વી એમ ૪+૮+૩+ર = ૧૭.
(૬) છઠ્ઠા ગુણસ્થાનમાં ઃ- ૮૧ પ્રકૃતિનો ઉદય, ૮૭માંથી પ્રત્યાખ્યાની–૪, તિર્યંચ–૨, ઉદ્યોતનામ, નીચગોત્ર–૮ ઘટી અને આહારક દ્વિક વધે ત્યારે ૮૧ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org