________________
તત્ત્વશાસ્ત્ર: પરિશિષ્ટ-ર: કર્મગ્રંથ-ર
૨૪૦
(૭) સાતમાં ગુણસ્થાનમાં - ૭૬ પ્રકૃતિનો ઉદય. ૮૧માંથી નિદ્રા ત્રણ અને આહારક બે એમ પાંચ જાય. (૮) આઠમા ગુણસ્થાનમાં - ૭ર પ્રકૃતિનો ઉદય. છેલ્લા ત્રણ સંઘયણ અને સમકિત મોહનીય એમ ૪ જાય. (૯) નવમા ગુણસ્થાનમાં – પ્રકૃતિનો ઉદય ૭રમાંથી હાસ્યાદિક જાય. (૧૦) દસમા ગુણસ્થાનમાં – ૬૦ પ્રકૃતિનો ઉદય. સંજ્વલન ત્રણ અને ત્રણ વેદ એમ ૬ જાય. (૧૧) અગિયારમા ગુણસ્થાનમાં:- ૫૯ પ્રકૃતિનો ઉદય. ૧ સંજ્વલન લોભ જાય. (૧૨) બારમા ગુણસ્થાનમાં – એમાં બે ભાગ છે– પહેલા ભાગમાં ર સંઘયણ ગયા પછી પ૭નો ઉદય થાય. બીજા ભાગમાં ૨ નિદ્રા છોડીને પપનો ઉદય થાય. (૧૩) તેરમાં ગુણસ્થાનમાં - ૪૨ પ્રકૃતિનો ઉદય. ૧૪ પ્રકૃતિ જાય, એક જિન નામ વધે. (૧૪) ચૌદમા ગુણસ્થાનમાં – ૧૨ પ્રકૃતિનો ઉદય.૪રમાંથી ૩૦જાય. ઔદારિક દિક, અસ્થિર દ્રિક, વિહાયોગતિ દ્રિક, પ્રત્યેક ત્રિક, સંસ્થાન છે, પ્રત્યેક પ્રકૃતિ પાંચ(અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, શ્વાસોશ્વાસ, નિર્વાણ) વર્ણાદિ ચાર, તૈજસ-કાર્પણ શરીર, વજઋષભનારાચ, સ્વર દ્રિક, અસાતા કે સાતા વેદનીયમાંથી એક એમ કુલ ૨+ ૨+૨+૩+ +૫ +૪+ ૨+૧+ ૨ + ૧ = ૩૦ જાય, ૧ર પ્રકૃતિ રહી, સુભગ, આદેય, યશકીર્તિ, સાતા–અસાતામાંથી એક, ત્રસત્રિક, પંચેન્દ્રિય જાતિ મનુષ્ય ગતિ અને આયુ, જિન નામ, ઉચ્ચગોત્ર એમ કુલ ૧ર. પ્રકૃતિનો ઉદય ચોદમાં ગુણસ્થાનના અંત સુધી રહે છે. ૩. ઉદીરણા વિચાર :
પહેલા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાન સુધી ઉદીરણા, ઉદયની જેમ હોય. સાતમાથી તેરમાં ગુણસ્થાન સુધી ઉદયની પ્રકૃતિમાંથી વેદનીયદ્રિક અને મનુષ્યા, એમ ત્રણ જાય. કારણ કે આ ગુણસ્થાનોમાં આ પ્રકૃતિઓની ઉદીરણા થતી નથી. ૪. સત્તા વિચાર :
સમુચ્ચય ૧૪૮ પ્રકૃતિની સત્તા થાય છે. ૧. પહેલા ગુણસ્થાનમાં– ૧૪૮ પ્રકૃતિની સત્તા. ૨. બીજા-ત્રીજા ગુણસ્થાનમાં– ૧૪૭ પ્રકૃતિની સત્તા. જિન નામ જાય. ૩. ચોથા ગુણસ્થાનથી સાતમા ગુણસ્થાનમાં- ચાર ચાર ભેદ- ૧. બદ્ધાયુ ક્ષયોપશમ સમકિત ૨. અબદ્ધાયુ ક્ષયોપશમ સમકિત ૩. બદ્ધાયુ ક્ષાયિક સમકિત ૪. અબદ્ધા, ક્ષાયિક સમકિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org