Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 6
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 240
________________ ર૪૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીતા થાય છે, જેમ કે– જવાબદારીના કર્તવ્ય પુરાં કરવાં, બીજાની જવાબદારીના કાર્ય તેમને સોંપવા, જરૂર હોય તો કેવળી સમુદ્ઘાત કરવો, પાટ આદિ યથાસ્થાને પહોંચાડવા, પછી યોગનિરોધ કરવો, જેમાં ક્રમશઃ મન, વચન, કાયાના યોગોનો નિરોધ કરવો. શૈલેષી અવસ્થા પ્રાપ્ત કરવી; એ બધી અવસ્થાઓ આ ગુણસ્થાનમાં હોય છે. શૈલેષી અવસ્થા અને યોગ નિરોધ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે જીવના ૧૩ માં ગુણસ્થાનનો સમય પૂરો થઈ જાય છે. આ ગુણસ્થાનમાં પ્રાયઃ અવસ્થિત પરિણામ જ રહે છે પરંતુ અંતિમ સમયના અંતર્મુહૂર્તમાં પરિણામ વર્ધમાન હોય છે, જેમાં યોગનિરોધ થાય છે. ચૌદમું અયોગી કેવલી ગુણસ્થાન - તેરમા ગુણસ્થાનના અંતિમ અંતર્મુહૂર્ત સમયની પ્રક્રિયાઓમાં યોગનિરોધ ક્રિયા અને શૈલેષી અવસ્થા પૂર્ણ થતાં જીવ ૧૪ મા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. આ ગુણસ્થાનમાં શરૂઆતથી જ શરીરના ર૩ ભાગમાં આત્મપ્રદેશ અવસ્થિત થઈ જાય છે. શરીરમાં તેનું કંપન પણ બંધ થઈ જાય છે. શ્વાસોશ્વાસ ક્રિયા પણ બંધ થઈ જાય છે. આ ગુણસ્થાને માત્ર વર્ધમાન પરિણામ હોય છે. પાંચ લઘુઅક્ષર ઉચ્ચારણ જેટલા સમયની તેની સ્થિતિ છે (અ, ઇ, ઉં, ઝ, લૂ એ પાંચ લઘુ અક્ષર છે). સ્થિતિ પૂર્ણ થતાં અંતિમ સમયે અઘાતિકર્મોનો ક્ષય કરી જીવ સંપૂર્ણ કર્મરહિત, નિરંજન, નિરાકાર, પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. મુક્ત થતાં જીવ,ચાર કર્મની નિર્જરા કરતાં, ત્રણ શરીરોને છોડતાં ઋજુ શ્રેણીએ, અસ્પર્શ ગતિએ સાકારોપયોગમાં વર્તતાં સિદ્ધ થાય છે. ત્યારે જીવ ૧૪ મા ગુણસ્થાનને પણ છોડી આત્મસ્વરૂપી સિદ્ધ અવસ્થામાં સદાને માટે સાદિ અનંત સ્થિતિમાં લોકાગ્રે અવસ્થિત થાય છે. તે સિદ્ધોના આત્મપ્રદેશ અંતિમ શરીરના ર/૩ ભાગની અવગાહનાએ શરીર સંસ્થાનના ઘનરૂપે અવસ્થિત રહે છે. વિશેષ જ્ઞાતવ્ય:- આ ૧૪ ગુણસ્થાનોનું સામાન્ય સ્વરૂપ પૂર્ણ થયું. પમા આરાના આ વર્તમાન સમયે ૧૪ ગુણસ્થાનોમાંથી ૭ગુણસ્થાનો જીવોમાં થઈ શકે છે. ૮માથી ઉપરના બધાં ગુણસ્થાનો અત્યારના જન્મેલા મનુષ્યોમાં હોતા નથી એવો કાલ સ્વભાવ છે. અગિયારમા ગુણસ્થાને ચડેલા જીવોનો વધારે સંસાર બાકી હોય તો ચારે ગતિમા અનંતાનંત ભવ કરી શકે છે. આરાધક થવાવાળા જીવો ઉત્કૃષ્ટ પંદર ભવથી વધારે કરતા નથી અને જઘન્ય ત્રીજા ભવે પણ મોક્ષે જાય છે. આ ગુણસ્થાનવાળા કોઈ તરત જ પહેલા ગુણસ્થાનમાં જાય છે. કોઈક વચમાં જ રોકાઈ જાય છે. આ ગુણસ્થાને કાળ કરવાવાળા નિયમથી અનુત્તર વિમાનમાં જ જાય છે અને ત્યાં તેત્રીશ સાગરોપમની સ્થિતિ જ પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનમાં કાળ કરનારાજીવો નિયમોઆરાધક હોય છે માટે નરકતિર્યંચમાં ક્યારે ય જતા નથી. તેમજ પાંચમાથી દસમા સુધીના ગુણસ્થાનમાં કાળ કરવાવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258