________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
અર્થાત્ તેનો ક્ષય અથવા ઉપશમ કરે છે. અંતે સંજ્વલન માયાનો ઉદય અટકવાથી આ ગુણસ્થાનવાળા જીવ દસમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. શેષ આ ગુણસ્થાનનું વર્ણન આઠમા ગુણસ્થાન પ્રમાણે સમજી લેવું.
૨૩૮
નામ પ્રમાણે કરવામાં આવતી પરિભાષા–નિવૃત્તિ બાદર આઠમા ગુણસ્થાનમાં ઉપશામક અને ક્ષપક બંને પ્રકારના જીવો છે, તેમાં જે સમસમયવર્તી હોય છે તે જીવોનાં પરિણામોમાં ભિન્નતા રહે છે. તે ભિન્નતાને સૂચવવા માટે ‘નિવૃત્તિ’ શબ્દ નો પ્રયોગ કરવામાં આવ્યો છે. નવમા અનિવૃત્તિ બાદર ગુણસ્થાનમાં આવનાર સમસમયવર્તી જીવોનાં પરિણામોમાં ભિન્નતા હોતી નથી, તે સૂચવવા માટે 'અનિવૃત્તિ' શબ્દનો પ્રયોગ કરેલ છે. બન્ને ગુણસ્થાનોમાં બાદર કષાય હોય છે, માટે બાદર શબ્દ રાખવામાં આવ્યો છે. આ પ્રકારે આ બન્ને ગુણસ્થાનોનાં નામ નિવૃત્તિ બાદર અને અનિવૃત્તિ બાદર સમજી શકાય છે.
ઃ
દસમું સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન :– સંપરાયનો અર્થ છે કષાય. અહીં માત્ર સંજ્વલન લોભ બાકી રહે છે. શેષ સંજ્વલન ક્રોધ માન માયાનો ઉદય સમાપ્ત થવાથી જીવ નવમા ગુણસ્થાનેથી દસમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. દસમા ગુણસ્થાનમાં અંતિમ સમય સુધી સંજ્વલનના લોભનો ઉદય રહે છે, ત્યાર પછી ઉપશમ શ્રેણીવાળા તેનો ઉપશમ કરીને અગિયારમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. આ ગુણસ્થાનની સ્થિતિ ગતિ આદિ સંપૂર્ણ વર્ણન આઠમા ગુણસ્થાન પ્રમાણે છે. વિશેષતા એ છે કે આ ગુણસ્થાનવાળા ઉપર બે ગુણસ્થાનમાં જઈ શકે છે– અગિયારમે અને બારમે. નીચે માત્ર નવમે જઈ શકે છે અને કાળ કરે તો ચોથે ગુણસ્થાને જાય છે.
આ ગુણસ્થાન જીવને ઉત્કૃષ્ટ ત્રણ ભવોમાં આવી શકે છે. એક ભવમાં ઉત્કૃષ્ટ ચાર વાર અને ત્રણ ભવોમાં ઉત્કૃષ્ટ નવ વાર આવી શકે છે. જે ભવમાં મોક્ષે જાય છે, તે ભવમાં તો એક જ વાર આવે છે.
આઠમા, નવમા અને દસમા ગુણસ્થાને પરિણામ હાયમાન અને વર્ધમાન બંને પ્રકારે હોય છે. શ્રેણીથી પડવાવાળાની અપેક્ષાએ હાયમાન અને શ્રેણી ચઢનારાની અપેક્ષાએ વર્ધમાન પરિણામ હોય છે.
આ ગુણસ્થાનવાળામાં ૪ જ્ઞાન+૩ દર્શન - ૭ હોય શકે છે પરંતુ ઉપયોગ માત્ર જ્ઞાનોપયોગ સાકારોપયોગ જ હોય છે.
અગિયારમું ઉપશાંત મોહ ગુણસ્થાન :– સંજ્વલન લોભ ઉપશમ થવાથી સંપૂર્ણ મોહનીય કર્મનો ઉદય સમાપ્ત થઈ જાય છે. ત્યારે ઉપશમ શ્રેણીવાળા દસમા ગુણસ્થાનવર્તી જીવ અગિયારમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે.
માત્ર અંતર્મુહૂર્ત જેટલા સમયને માટે જ, લોભનો ઉપશમ કરી શકાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International