________________
તત્ત્વશાસ્ત્ર ઃ પરિશિષ્ટ-૧ ઃ ગુણસ્થાન સ્વરૂપ
:
૨૩૦
ઉપશમ કરતાં કરતાં અગિયારમા ગુણસ્થાન સુધી જાય છે અને ક્ષપક શ્રેણી કરનારા યથાયોગ્ય પ્રકૃતિઓનો પૂર્ણ ક્ષય કરતાં ક્રમશઃ ઉપર ચડે છે પરંતુ અગિયારમા ગુણસ્થાનને છોડી સીધા બારમા ગુણસ્થાનમાં જાય છે.
આ ગુણસ્થાનમાં ધર્મધ્યાન જ આગળ વધીને શુક્લધ્યાનમાં પરિવર્તિત થઈ જાય છે અર્થાત્ આ ગુણસ્થાનથી શુક્લધ્યાનનો પ્રારંભ થાય છે. આ ગુણસ્થાનમાં રહેલા જીવના હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્સા; આ છ મોહનીયની પ્રકૃતિઓનો યથાક્રમે ક્ષય અથવા ઉપશમ થાય છે.
ક્ષપકશ્રેણી પ્રારંભ કરવાવાળા તે જ ભવમાં મુક્ત થાય છે અને ઉપશમ શ્રેણી કરવાવાળા તે જ ભવમાં મુક્ત થતા નથી પરંતુ શ્રેણીથી પડે છે, સાતમા વગેરે કોઈ પણ ગુણસ્થાને પહોંચી ત્યાંની ગતિ મેળવી લે છે. આ ગુણસ્થાનમાં અને આગળનાં ગુણસ્થાનોમાં આયુબંધ થતો નથી, મૃત્યુ થઈ શકે છે. આ ગુણસ્થાનમાં મરનારા પાંચ અનુત્તર વિમાનમાં જ જાય છે. આ ગુણરસ્થાનમાં કાળ કરનારા જઘન્ય ત્રીજા ભવમાં અને ઉત્કૃષ્ટ ૧૫ મા ભવમાં મોક્ષે જાય છે.
આ ગુણસ્થાનમાં કાળ ન કરે તો કોઈ જીવ નીચેના ગુણસ્થાને પડે તો ઉત્કૃષ્ટ દેશોન અદ્ભુ પુદ્ગલ પરાવર્તન જેટલો અનંતકાળ પણ સંસારમાં રહી શકે છે. આ ગુણસ્થાન એક ભવમાં ઉત્કૃષ્ટ ચાર વખત અને ત્રણ ભવોમાં ઉત્કૃષ્ટ નવ વખત આવી શકે છે.
આ ગુણસ્થાનવાળા પ્રથમવાર તો ચડતી વખતે નવમા ગુણસ્થાને જ જાય છે, પાછો પડતી વખતે સાતમે પણ જઈ શકે છે, અન્ય કોઈ ગુણસ્થાને સીઘા જતાં-આવતાં નથી, ક્યારે ય પણ કાળ કરે તો તે સમયે સીધા ચોથા ગુણસ્થાને જઈ શકે છે.
આઠમા ગુણસ્થાનનું સ્વરૂપ તો સ્પષ્ટ સમજાય તેવું છે, પરંતુ આ ગુણસ્થાન અને નવમા ગુણસ્થાનના નામોથી મતલબ સમજવા લાગીએ તો કેટલાક પ્રશ્નો અને સમાધાન ઊભા થાય છે. તે સૂક્ષ્મતામાં સામાન્ય પાઠકોએ જવાની જરૂર નથી. વાસ્તવમાં એ બંનેનાં નામ ખરેખર પરંપરામાં ક્યારે ય લિપિ પ્રમાદના દોષથી આડાં અવળાં થઈ ગયા હોય એવી સંભાવના છે. તેથી નામના વિવાદમાં પડવું ન જોઈએ. આ ગુણસ્થાનના પ્રારંભમાં ક્ષયોપશમ સમકિત સમાપ્ત થઈ જાય છે અને સકિત મોહનીયનો ઉદય પણ અટકી જાય છે. ત્યાર પછી યથાક્રમે હાસ્યાદિ છ પ્રકૃતિઓનો ઉદય અટકવાથી જીવ આગળ વધે છે.
નવમું અનિવૃત્તિ બાદર ગુણસ્થાન :– હાસ્યાદિ છ પ્રકૃતિઓના પૂર્ણ ક્ષય અથવા ઉપશમ થવાથી જીવ આ ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે અને અહીં રહેલો જીવ ત્રણે ય વેદ અને સંજ્વલનનાં ક્રોધ, માન, માયાના ઉદયને અનુક્રમથી રોકે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org