Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 6
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 235
________________ તત્ત્વશાસ્ત્ર : પરિશિષ્ટ-૧ : ગુણસ્થાન સ્વરૂપ છઠ્ઠું પ્રમત્ત સંયત ગુણસ્થાન :-- જે મનુષ્ય ભાવપૂર્વક સંયમ સ્વીકારે છે, જિનશાસનમાં પ્રજિત થાય છે, મુનિ બને છે અને ઉત્તરોત્તર સંયમ ગુણોનો વિકાસ કરતાં ભગવદાશાનું પાલન કરે છે, તેને વ્યવહારની અપેક્ષાએ આ છઠ્ઠું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. નિશ્ચય દષ્ટિએ પૂર્વોક્ત ૧૧ પ્રકૃતિ અને પ્રત્યાખ્યાનાવરણ કાય ચતુષ્ક એમ કુલ ૧૫ પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી આ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. ૨૩૫ વ્યવહારની અપેક્ષાએ ચોથા ગુણસ્થાનમાં બતાવેલા બધા ગુણોથી તો તેઓ સંપન્ન હોય જ છે પરંતુ તે ગુણોના અભાવમાં આ ગુણસ્થાન કે ઉપરના કોઈ પણ ગુણસ્થાન રહેતા નથી. આ ગુણરસ્થાન અને ત્યાર પછીના બધા ગુણસ્થાન માત્ર મનુષ્યગતિમાં જ હોય છે. શેષ ત્રણ ગતિમાં હોતાં નથી. એક જીવને આ ગુણસ્થાન અધિકતમ આઠ ભવમાં આવી શકે છે. એક ભવમાં આ ગુણસ્થાન સેંકડોવાર આવી શકે છે અને આઠ ભવોમાં પણ સેંકડોવાર આવી શકે છે. આ ગુણસ્થાનમાં આયુષ્ય બાંધનારા અને મરનારા વૈમાનિક દેવનાં ૩૫ સ્થાનોમાં ઉત્પન્ન થઈ શકે છે, અન્યત્ર ક્યાંય પણ ઉત્પન્ન થતા નથી. આ ગુણસ્થાનમાં જીવ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન કરોડ પૂર્વ વર્ષ સુધી સ્થિર રહી શકે છે. ગુણસંપન્ન જૈન શ્રમણ અને શ્રમણીઓ આ ગુણસ્થાનના અધિકારી હોય છે. શરીર સંબંધી પ્રમાદરૂપ પ્રવૃત્તિઓથી યુક્ત હોવાના કારણે આ ગુણસ્થાનનું નામ ‘પ્રમત્ત સંયત’ છે. તે પ્રવૃત્તિઓ આ પ્રકારે છે-- ગોચરી લાવવી, આહાર કરવો, મલમૂત્ર ત્યાગવા, સૂઈ જવું, વસ્ત્ર પાત્રાદિ ઉપકરણોનું અને શરીરનું પરિકર્મ, સુશ્રુષા કરવી આદિ મુનિજીવનના પ્રમાદો છે. અન્ય મધ, નિંદા, વિષય, કષાય અને વિકથા વગેરે મુનિજીવનને યોગ્ય જ નથી; તેને અહીં સમજવા નહીં. જીવને આ ગુણસ્થાન જ્યારે પણ આવે છે, ત્યારે સાતમા ગુણસ્થાને થઈને જ આવે છે. કોઈ પણ ગુણસ્થાનવાળા સીધા અહીં આવતા નથી. આ ગુણસ્થાનવાળા પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, રાત્રિભોજનનો ત્યાગ અને અન્ય અનેક ભગવદાશાઓનું પાલન કરે છે. સંપૂર્ણ ૧૮ પાપોના ત્યાગી હોય છે. કોઈ પણ પાપકાર્યની, સાવધકાર્યની, છકાય જીવોની હિંસામૂલક પ્રવૃત્તિઓની પ્રેરણા કે પ્રરૂપણા પણ કરતા નથી. ત્રણ કરણ ત્રણ યોગથી દરેક નાની મોટી સાવધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરે છે. સદા સરળ, નિષ્કપટ રહે છે, યથાસમય સ્વાધ્યાય ધ્યાનમાં સદા પ્રયત્નશીલ રહે છે. સાતમું અપ્રમત્ત સંયત ગુણસ્થાન :– છઠ્ઠા ગુણસ્થાનમાં જણાવેલાં બધાં લક્ષણોથી યુક્ત જીવ જ્યારે શરીર અને ઉપકરણ સંબંધી પ્રમાદ પ્રવૃત્તિઓ કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258