________________
તત્ત્વશાસ્ત્રઃ પરિશિષ્ટ-૧: ગુણસ્થાન સવરૂપ
૩૩
બદલી જાય છે અર્થાત્ તે જીવ પાંચમા વગેરે ગુણસ્થાનમાં ઉપર ચડે છે અથવા નીચેનાં ગુણસ્થાનોમાં પડે છે. એક ભવમાં આ ગુણસ્થાન હજારો વાર આવી શકે છે અને અનેક ભવોમાં અસંખ્યવાર આવી શકે છે.
ક્ષાયિક સમકિત એક જ વખત આવે છે. તે આવ્યા પછી મનુષ્ય કોઈ પણ આયુષ્ય બાંધતો નથી અને તે જ ભવમાં મોક્ષે જાય છે. જો મનુષ્યને ક્ષાયિક સમકિત આવ્યા પહેલાં ચારે ગતિમાંથી કોઈ ગતિનું આયુષ્ય બંધાઈ ગયું હોય તો તે ગતિમાં જવું જ પડે છે. નરકદેવગતિમાં ગયેલા ક્ષાયિક સમકિતી ફરી મનુષ્યનો ભવ પ્રાપ્ત કરી મોક્ષે જાય છે. મનુષ્યતિર્યંચનું આયુષ્ય બાંધેલા જીવો મરીને તે ગતિઓમાં જાય છે, ત્યાર પછી દેવગતિ અને તેના પછી મનુષ્ય થઈ મોક્ષે જાય છે. પરંતુ તે ભવો દરમ્યાન તે ક્ષાયિક સમકિત બદલાતું નથી અર્થાત્ એકવાર તે પ્રાપ્ત થયા પછી મોક્ષપર્યત સદા શાશ્વત રહે છે. આ સમકિત માત્ર મનુષ્ય ગતિમાં જ આવે છે, અન્ય ત્રણ ગતિમાં આવતું નથી, આવ્યા પછી કોઈ પણ ગતિમાં રહી શકે છે.
ઉપશમ સમ્યકત્વ જીવને એક ભવમાં ઉત્કૃષ્ટ બે વાર અને અનેક ભવોમાં કુલ પાંચ વાર જ આવી શકે છે. ક્ષયોપશમ સમકિતની અપેક્ષાએ જ આ ગુણસ્થાન એક ભવમાં હજારો વાર અને અનેક ભવોમાં અસંખ્ય વાર આવે છે. ' ઉપશમ સમકિતવાળા જમિથ્યાત્વમાં જતી વખતે બીજા ગુણસ્થાનનો સ્પર્શ કરે છે. ક્ષયોપશમ સમકિતવાળા તો છઠ્ઠા, પાંચમા, ચોથા ગુણસ્થાનેથી સીધાં મિથ્યાત્વ ગુણસ્થાને જઈ શકે છે અને ૭માં, દમામા, ૧૦માં, ૧૧મા ગુણસ્થાનવાળા સીધાં ચોથા ગુણસ્થાને જઈ શકે છે. પાંચમું દેશવિરત (શ્રાવક) ગુણસ્થાન – કોઈ પણ સમ્યકત્વવાળો જીવ
જ્યારે સભ્યશ્રદ્ધાની સાથે વ્રત પ્રત્યાખ્યાનની રુચિવાળા હોય છે અથવા વ્રત પ્રત્યાખ્યાન ધારણ કરે છે, પાપોનો દેશતઃ ત્યાગ કરે છે, તેને વ્યવહારથી પાંચમું દેશવિરત ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનવાળાને શ્રાવક કે શ્રમણોપાસક કહેવાય છે.
નિશ્ચય દષ્ટિએ મોહનીય કર્મની અપ્રત્યાખ્યાન કષાય ચતુષ્ક રૂપ ચાર પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી આ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે અર્થાત્ સાત પ્રકૃતિ ચોથા ગુણસ્થાને કહી છે, તે સહિત કુલ અગિયાર પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી આ ગુણસ્થાન આવે છે.
આ ગુણસ્થાનવાળામાં ચોથા ગુણસ્થાનવાળા બધાં લક્ષણ હોય છે. વિશેષમાં તેનામાં વ્રતધારણ અથવા પ્રત્યાખ્યાન રુચિનો વિકાસ હોય છે, શ્રાવકનાં ૧૨ વ્રતોમાંથી અનુકૂળતા અનુસાર એક યા અનેક અથવા બધાં વ્રતોને ધારણ કરે છે. આગળ વધીને તે શ્રાવકની ૧૧ પ્રતિમા ધારણ કરે છે. ત્રણ મનોરથનું ચિંતન કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org