________________
| તત્ત્વશાસ્ત્રઃ પરિશિષ્ટ-૧: ગુણસ્થાના સ્વરૂપ
૩૧
આ ગુણસ્થાન અનાદિ મિથ્યાત્વીને આવતું નથી પરંતુ જેઓ એકવાર સમકિત પ્રાપ્ત કરી તેમાંથી ટ્યુત થઈ ગયા છે એવા જીવને જ આ ગુણસ્થાન પ્રાપ્ત થઈ શકે. ચોથું અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનઃ–પહેલાં ગુણસ્થાનમાં જે આત્માની અવસ્થારૂપ લક્ષણ કહ્યાં છે, તે અવગુણોની અવસ્થાઓમાં નહીં રહેનારા આ ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે અર્થાત્ ઉક્ત અવગુણોથી વિપરીત ગુણોવાળી આત્મા અવસ્થાને વ્યવહારની અપેક્ષાએ અવિરત સમ્યફદષ્ટિ ગુણસ્થાન કહે છે.
નિશ્ચય દષ્ટિએ દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકૃતિ અને ચારિત્રમોહની અનંતાનુબંધી ક્રોધ, માન,માયા, લોભ; એ ચાર પ્રકૃતિના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી જીવને આ ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનવાળાની બધા પ્રકારની સમજ અને દૃષ્ટિકોણ સમ્યક હોય છે. તેથી તેને સમ્યક્ દષ્ટિ કહે છે. આ ગુણસ્થાનવાળા કોઈપણ પ્રકારના પ્રત્યાખ્યાનના ભાવોમાં પરિણત કે પ્રગતિશીલ થતા નથી. ફક્ત સભ્ય શ્રદ્ધાન સુધી જ રહે છે. તેથી તેના સમ્યક્રષ્ટિ ગુણની સાથે અવિરત લાગવાથી તેનું પરિપૂર્ણ નામ 'અવિરત સમ્પષ્ટિ ' ગુણસ્થાન થાય છે.
આ ગુણસ્થાનવાળાને સમ્યકત્વી, સમકિતી, સમ્યદૃષ્ટિ આદિ પણ કહે છે. આ ગુણસ્થાનને ગુણની મુખ્યતાએ સમ્યકત્વ અથવા સમકિત પણ કહેવામાં આવે છે. જેમ કે એકવાર “સમકિત” આવી જવાથી અર્થાત્ ચોથું ગુણસ્થાન આવી જવાથી જીવ અર્ધપુદ્ગલ પરાવર્તનથી વધારે સમય સંસારમાં પરિભ્રમણ કરતા નથી.
આ ગુણસ્થાનવાળા જિનેશ્વર ભગવંત ભાષિત બધાં સિદ્ધાંતોમાં, જ્ઞાન, ચારિત્ર, કપરૂપ બધાં પ્રવર્તનોમાં અને જીવાદિ પદાર્થોમાં, સમ્યક શ્રદ્ધાનઆસ્થા રાખે છે, કથન/પ્રરૂપણ સત્ય કરે છે, હિંસા આદિ પાપ કૃત્યોમાં અતિ આસક્ત બનતા નથી. તે પાપજનક પ્રવૃત્તિઓમાં, છકાય જીવોની આરંભજનક પ્રવૃત્તિઓમાં ક્યારેય પણ ધર્મ માનતા નથી. કષાયો તથા કલેશને દીર્ઘકાળ સુધી રાખતા નથી.
આ ગુણસ્થાનમાં આયુષ્ય બાંધનાર જીવ જઘન્ય આ ભવ સહિત ત્રીજા ભવમાં મોક્ષે જાય છે. ઉત્કૃષ્ટ ૧૫ માં ભવે મોક્ષે જાય છે. આ ગુણસ્થાન ચારેય ગતિના સંજ્ઞી જીવોના અપર્યાપ્ત-પર્યાપ્ત બંનેમાં હોય છે. નિશ્ચય દષ્ટિએ આ ગુણસ્થાનમાં સાત પ્રકૃતિઓના ક્ષય આદિના અનેક વિકલ્પ હોય છે. ક્ષય આદિનો અર્થ આ પ્રમાણે છે–૧.ક્ષય- તે પ્રકૃતિની આત્મામાંથી સત્તા(અસ્તિત્વ) સમાપ્ત થઈ જવી. ૨. ઉપશમ– તે પ્રકૃતિનો કંઈક ઉદય અટકી જવો, સત્તામાં અવરુદ્ધ રહેવું. ૩. ક્ષયોપશમ– તે પ્રકૃતિનો પ્રદેશોદય થવો, વિપાકોદય અટકવો. અથવા તે પ્રકૃતિનો કંઈક ઉદય અને કંઈક ઉપશમ(અનુય) હોય તેને પણ ક્ષયોપશમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org