Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 6
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 232
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત કહેવાય છે. બન્ને પરિભાષા ઉપયોગી છે. ૪. ઉદય – તે પ્રકૃતિનો વિપાકોદય થવો તે ઉદય કહેવાય છે. ર૩ર : પુનશ્ચ ઃ— ૧. ક્ષય-સર્વથા ક્ષય. ૨. ઉપશમ-સર્વથા અનુદય ૩. ક્ષયોપશમ– પ્રદેશોદય. ૪. ઉદય—વિપાકોદય. ૧. ૨. ૩. ૪. ૫. 5. ૭. .. ૯. ૧૦. ૧૧. ૧૨. સાત પ્રકૃતિઓના કારણે થતાં વિકલ્પો આ પ્રકારે છે સાત પ્રકૃતિઓનો ક્ષય– ક્ષાયક સકિત, સાત પ્રકૃતિઓનો ઉપશમ--ઉપશમ સમકિત. ૬ નો ક્ષય, ૧ નો ઉદય-ક્ષાયિક વેદક. ૬ નો ઉપશમ, ૧ નો ઉદય-ઉપશમ વેદક ૬ નો ક્ષયોપશમ, ૧ નો ઉદય—ક્ષયોપશમ સમકિત ૫ નો ક્ષયોપશમ, ૧ નો ઉપશમ,૧ નો ઉદય-ક્ષયોપશમ સમકિત. ૪ નો ક્ષયોપશમ, ૨ નો ઉપશમ, ૧ નો ઉદય-ક્ષયોપશમ સમકિત. ૪ નો ક્ષય, ૩ નો ક્ષયોપશમ ૫ નો ક્ષય, ૨ નો ક્ષયોપશમ ૬ નો ક્ષય, ૧ નો ક્ષયોપશમ ૪ નો ક્ષય, ૨ નો ક્ષયોપશમ,૧ નું વેદન (સૂક્ષ્મ) ૫ નો ક્ષય, ૧ નો ક્ષયોપશમ, ૧ નું વેદન (સૂક્ષ્મતર) ક્રમાંક ૮ થી ૧૨ ના પાંચ ભાંગા ક્ષાયક સમકિતની પૂર્વ ભૂમિકાના છે. તેમાં અનંતાનુબંધી ચતુષ્કનો નિયમથી સર્વથા ક્ષય હોય છે. સંક્ષિપ્તમાં આ બધા ભાંગાનો ત્રણ સમકિતમાં સમાવેશ થાય છે. ત્યારે ઉપરના ત્રીજાથી ૧૨ મા સુધીના બધા ભાંગાનો ક્ષયોપશમ સમકિતમાં સમાવેશ થઈ જાય છે અર્થાત્ સાતનો ક્ષય કે સાતે ય ઉપશમ ન હોય ત્યારે તે બધા ક્ષયોપશમ સમકિતની કક્ષાના જ છે. આ ગુણસ્થાનવર્તી જીવ નરક તિર્યંચનું આયુષ્ય બાંધતા નથી. દેવ અથવા મનુષ્ય એમ બે ગતિનું આયુષ્ય બાંધી શકે છે અર્થાત્ આ ગુણસ્થાનવાળા નારકીદેવતા ફક્ત મનુષ્યનું અને તિર્યંચ તા મનુષ્ય ફક્ત દેવતાનું જ આયુષ્ય બાંધે છે અને ચોથા ગુણસ્થાનવર્તી મનુષ્ય-તિર્યંચ વૈમાનિક જાતિના દેવોનું જ આયુષ્ય બાંધે છે, ભવનપતિ,વ્યંતર અને જ્યોતિષી એ ત્રણ જાતિના દેવોનું આયુષ્ય બાંધતા નથી. આ ગુણસ્થાનવાળા સ્ત્રીવેદ અને નપુંસકવેદનો પણ બંધ કરતા નથી, ફક્ત પુરુષવેદ જ બાંધે છે. આ ગુણસ્થાનની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સાધિક ૩૩ સાગરોપમની છે. (૬૬ સાગરોપમ કહેવું ભ્રમયુક્ત છે.) એટલા સમય પછી આ ગુણસ્થાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258