________________
ર૩૬
| મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
નહીં અથવા પ્રવૃત્તિ હોવા છતાં ભાવથી નિસ્પૃહ રહે છે, તપ, સ્વાધ્યાય, ધ્યાન અને આત્મચિંતનમાં લીન થાય છે, આહારસંજ્ઞા આદિથી રહિત થાય છે, માત્ર આત્મલક્ષી પરિણામોમાં વર્તે છે, ત્યારે તે શ્રમણમાં આ સાતમું અપ્રમત્ત સંયત ગુણસ્થાન હોય છે. નિશ્ચય દષ્ટિએ તેમાં ઉપરોક્ત ૧૫ પ્રકૃતિઓના ક્ષય આદિ છઠ્ઠા ગુણસ્થાનની જેમ જ રહે છે. - જીવને સંયમભાવમાં પ્રવેશતાં જ સર્વપ્રથમ આ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી જ છઠ્ઠા કે આઠમા ગુણસ્થાને જાય છે અર્થાત્ એ સંયમનું પ્રવેશદ્વાર છે.
આ ગુણસ્થાન વ્યવહારથી શ્રમણધર્મ સ્વીકાર કરનારમાં હોવા ઉપરાંત કદાચિત્ ગૃહસ્થલિંગમાં અને અન્ય મતાવલંબીના લિંગ–વેશભૂષામાં પણ ભાવથી હોઈ શકે છે.
આ ગુણસ્થાનની સ્થિતિ પ્રારંભમાં આવે ત્યારે જઘન્ય અંતર્મુહૂર્તની હોય છે અને પુનઃ આવે ત્યારે જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની હોય છે. એક ભવમાં આ ગુણસ્થાન સેંકડો, હજારોવાર આવી-જઈ શકે છે અર્થાત્ છઠ્ઠા ગુણસ્થાને હજારોવાર આવ-જા કરે છે.
આ ગુણસ્થાનમાં આયુષ્યબંધનો પ્રારંભ કરવામાં આવતો નથી. છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રારંભ કર્યો હોય તે અહીં પૂર્ણ કરી શકાય છે, એ અપેક્ષાએ તેમાં આયુબંધ કરે છે. આ ગુણસ્થાનમાં જીવ મરણ પામે તો ગતિ કેવળ વૈમાનિકની જ હોય છે, તે છઠ્ઠા ગુણસ્થાન પ્રમાણે જ છે. આ ગુણસ્થાનવાળા મરીને પાંચ અણુત્તર વિમાનમાં પણ જઈ શકે છે, છઠ્ઠા ગુણસ્થાનમાં મરનાર ત્યાં જઈ શકતા નથી.
આ ગુણસ્થાન પણ ઉત્કૃષ્ટ આઠ ભવમાં જ આવી શકે છે. આ ગુણસ્થાનવાળા છઠ્ઠા ગુણસ્થાનથી નીચે જતાં નથી. પરંતુ આયુષ્યપૂર્ણ થાય તો સીધા ચોથે. ગુણસ્થાને જઈ શકે છે. આઠમું નિવૃત્તિ બાદર ગુણસ્થાન :- આ ગુણસ્થાન નિશ્ચય દષ્ટિએ જ આવે છે. વ્યવહાર દષ્ટિએ સાત ગુણસ્થાન જ જાણવામાં આવે છે. માટે શુક્લધ્યાન અને અપૂર્વકરણ–ગુણશ્રેણી પ્રારંભ કરવાથી આ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે.
મોહનીયની જેટલી પણ પ્રકૃતિ સાતમાં ગુણસ્થાન સુધી ક્ષયોપશમમાં હોય છે, તે અહીં પરિવર્તિત થઈ જાય છે અર્થાત્ આ ગુણસ્થાનમાં મોહનીય કર્મની પ્રકૃતિઓનો ક્ષય કે ઉપશમ જ રહે છે, ક્ષયોપશમ થતો નથી, રહેતો પણ નથી. તેથી જ આ અને ત્યાર પછીના ગુણસ્થાનોમાં ક્ષયોપશમ સમકિત હોતું નથી, ઉપશમ અને ક્ષાયિક એ બે જ સમકિત હોય છે.
તેથી અહીં ચારિત્ર મોહનીય કર્મની અપેક્ષાએ બે શ્રેણીઓ હોય છે. (૧) ઉપશમ શ્રેણી (૨) ક્ષપકશ્રેણી. ઉપશમ શ્રેણી કરનારા યથાયોગ્ય પ્રકૃતિઓનો
www.jainelibrary.org
Jain Education International
nal
For Private & Personal Use Only