________________
૩૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત
સાંત પ્રતિપાતી (પડિવાઈ) સમકિતની અપેક્ષાએ છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તનની હોય છે.
આ ગુણસ્થાનમાં મરનારા કે આયુષ્ય બાંધનારા જીવ ચાર ગતિમાં ભ્રમણ કરે છે. આ ગુણસ્થાનવર્તી જીવ કર્મોનો વિશેષ બંધ કરતા રહે છે. તેઓ કર્મવૃદ્ધિ અને સંસારવૃદ્ધિ કરે છે. આ ગુણસ્થાન પાંચ અનુત્તર વિમાન સિવાય સંસારના બધાં જીવોમાં હોઈ શકે છે. બીજું સાસ્વાદન ગુણસ્થાન – જે જીવે ચોથું ગુણસ્થાન પ્રાપ્ત કરી લીધું છે, તેવા અથવા તેનાથી ઉપરના કોઈ પણ ગુણસ્થાનવાળા પ્રથમ ગુણસ્થાનમાં કહેલ કોઈ પણ પ્રકારના વિચારોની અવસ્થા પ્રાપ્ત કરે અથવા નિશ્ચયથી મિથ્યાત્વના ઉદયાભિમુખ થાય ત્યારે તે ચોથા આદિ ગુણસ્થાનોથી પડી પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનમાં જાય છે. તે સમયે ચોથા આદિ ગુણસ્થાનોથી ટ્યુત થઈને પ્રથમ ગુણસ્થાને પહોંચતાં વચ્ચે ક્ષણિક કાળમાં આત્માની જે અવસ્થા હોય છે. તે જ બીજું સાસ્વાદન ગુણસ્થાન છે. જેમ કે વૃક્ષ ઉપરથી તૂટેલું ફળ જમીન પર પડે તે પહેલાં માર્ગમાં થોડો સમય વ્યતીત કરે છે, તેવી અવસ્થા બીજા ગુણસ્થાનની સમજવી જોઈએ.
આ ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ છ આવલિકા જેટલી હોય છે અર્થાત્ એક સેકંડના હજારમાં ભાગથી પણ ઓછી સ્થિતિ હોય છે. તેથી આ ગુણસ્થાનનું અસ્તિત્વકિંચિત્માત્ર છે, જેછદ્મસ્થોનેઅનુભવગમ્ય નથી.આ ગુણસ્થાન એકેન્દ્રિયોમાં હોતું નથી. શેષ બેઈન્દ્રિય આદિ અસંજ્ઞી પંચેન્દ્રિયમાં અપર્યાપ્ત અવસ્થામાં હોય છે તથા સંજ્ઞીને પર્યાપ્ત અપર્યાપ્ત બંને અવસ્થામાં ચારે ગતિમાં હોય છે. ત્રીજું મિશ્ર ગુણસ્થાનઃ- સમકિત અને મિથ્યાત્વના મિશ્ર પરિણામોવાળી આત્માની અવસ્થાને મિશ્ર ગુણસ્થાન કહેવામાં આવે છે. જેમકે શ્રીખંડ ખાટા-મીઠા એમ બંને સ્વાદવાળો હોય છે. એવી જ રીતે આ ગુણસ્થાનવાળા જીવો જિનેશ્વર ભગવંતના ધર્મની પણ શ્રદ્ધા રાખે છે અને જિનેશ્વર ભગવંતના સિદ્ધાંતોથી વિપરીત સિદ્ધાંતોવાળા ધર્મની પણ શ્રદ્ધા કરે છે. બધા ધર્મોને સત્ય અને સુંદર માને છે. આવા ભોળાસ્વભાવવાળા અનભિજ્ઞ આત્માને આ ત્રીજું ગુણસ્થાન હોય છે. તેની સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અર્થાત્ ૪૮ મિનિટથી ઓછા સમયની છે. ત્યાર પછી આત્માના તે મિશ્ર પરિણામ મિથ્યાત્વમાં અથવા સમકિતમાં પરિણમી જાય છે.
આ ગુણસ્થાન મિશ્ર પરિણામવાળું હોવાથી તેમાં જીવ મરતો પણ નથી અને આયુષ્ય પણ બાંધતો નથી. તે સંજ્ઞી જીવોને પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. પાંચ અનુત્તરવિમાનનાદેવીમાં આ ગુણસ્થાન હોતું નથી. એકેન્દ્રિયવિકલેન્દ્રિયોમાં પણ હોતું નથી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org