________________
(૨૨૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૨. અયોગીપણું ૩. શેલેશી અવસ્થા એ ત્રણેની પ્રાપ્તિ થઈ જાય છે. એ ત્રણે અવસ્થા પ્રાપ્ત થવાથી જ ૧૪માં ગુણસ્થાનનો પ્રારંભ થાય છે એવું સમજવું જોઈએ. - ચૌદમા ગુણસ્થાનમાં અસંખ્યાત ગુણ શ્રેણી કરીને અસંખ્યાત કર્મસ્કંધોનો ક્ષય કરીને ચાર અઘાતી કર્મોનો એક સાથે ક્ષય કરીને ઔદારિક, તૈજસ, કાર્પણ શરીર અને બધા છોડવા યોગ્ય પર પદાથોને કેવલી ત્યાગ કરી દે છે અને ઋજુ શ્રેણીથી, અસ્પર્શ ગતિથી, સાકારોપયોગમાં, એક સમયમાં, અવિગ્રહ ગતિથી સિદ્ધ થાય છે. તે ઊર્ધ્વ લોકાગ્રમાં પહોંચીને સ્થિત થાય છે.
સિદ્ધ અવસ્થામાં જીવ સદાને માટે કર્મ રજ રહિત, શાશ્વત આત્મ સુખોમાં લીન રહે છે. તેનું ફરી સંસારમાં જન્મ મરણ હોતા નથી; કારણ કે કર્મ જ સંસારનું બીજ છે અને તે સંપૂર્ણ કર્મોનો મૂળથી ક્ષય કરવાથી જ સિદ્ધ બને છે.
સિદ્ધોના સુખનું સ્વરૂપ આદિનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં છે. જેને માટે આ સારાંશ પુસ્તકનો સાતમો ભાગ જોઈ લેવું.
=
F) પ્રજ્ઞાપના સૂત્ર સારાંશ સમાપ્ત
) B
I અનુસંધાન પાના નં. ૧૦નું ચાલુ મેટર....
શાસ્ત્રોનાં આ શ્લોક પરિમાણ પરંપરાથી પ્રચલિત છે અર્થાત્ લિપિકાલના કોઈ | સમયે અક્ષર ગણીને શ્લોક સંખ્યા નિશ્ચિત કરેલ છે. ત્યારપછી જુદા-જુદા લહિયાઓકે ! જુદા-જુદા સંપાદક-પ્રકાશકોએ પોતાના રુચિ કે સમજ પ્રમાણે પાઠોનો સંકોચ અને વિસ્તાર ભિન્નભિન્ન રીતે કર્યો છે, તેમ વિભિન્ન પ્રતો જોતાં સમજાય છે. માટે વર્તમાન II
અનુભવને ધ્યાનમાં રાખતાં સારાંશપુસ્તકોમાં “આ સૂત્ર એટલા શ્લોક પ્રમાણ છે” એમ ન લખતાં “આ સૂત્ર એટલા શ્લોક પ્રમાણ માનવામાં આવેલ છે,” આ રીતે સૂચિત કર્યું છે. ઉપધાન – દરેક સૂત્ર માટે ગુરુગમ વાચણી કરતાની સાથે કે પછી કંઈક તપ કરવો આવશ્યક રહે છે. કારણ કે જ્ઞાનની સમ્યગુ આરાધનામાં ઉપધાન તપ પણ જોડાયેલ છે. શાસ્ત્રોમાં શ્રમણ અને શ્રમણોપાસક બંનેને માટે શ્રુત અધ્યયન અને તે શ્રત માટેનો ઉપધાન તપનું વર્ણન (વિધાન) કરવામાં આવ્યું છે. પ્રમાણ માટે જુઓ– નંદી સૂત્ર.
ઉપર જે ઉપધાનની સંખ્યા બતાવવામાં આવી છે તે આયંબિલ તપ માટેની છે. તેના સ્થાને ઉપવાસ પણ કરી શકાય છે– ૨ આયંબિલ = ૧ ઉપવાસ. એકાસણા પણ ન કરી શકાય છે– ૧ આયંબિલ = ૨ એકાસણા.
નોધ:- આ શ્લોક સંખ્યા અને ઉપધાન સંખ્યામાં ઘણાં મતાંતર જોવા મળે છે, તેમ I | છતાં શોધ-ખોળ, પરિશ્રમ કરીને શુદ્ધ સંખ્યા આપવાનું પ્રયત્ન કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org