________________
તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
થાય છે. યોગનિરોધની પ્રક્રિયા પૂરી થવા પર પૂર્ણ અયોગી જીવ ૧૪માં ગુણસ્થાનમાં પહોંચે છે. ત્યાં પણ બહુજ થોડા સમય-પાંચ લઘુ અક્ષર ઉચ્ચારણ જેટલા સમય સુધી સ્થિર થઈને અવશેષ કર્મ ક્ષય કરીને તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે.
કેવલી સમુદ્યાત અને યોગ નિરોધ પ્રક્રિયાની વચ્ચે પણ અસંખ્ય સમયોનો અંતર્મુહૂર્ત કાલ રહે છે, જે કેટલીય મિનિટોનો હોય છે. તેટલા કાલમાં કેવલી દ્વારા ગમનાગમન, શય્યા સસ્તારક પાછા આપવાના, વાર્તાલાપ અથવા દેવોને માનસિક ઉત્તર દેવાની પ્રક્રિયા આદિના પ્રસંગ પણ બની શકે છે.
કેટલાય જીવોને કેવલી સમુદ્દાત હોતો નથી, તેને પણ તે પ્રમાણેના અંતર્મુહૂર્ત પહેલા જ મોક્ષ જવાનો ઉપક્રમ ચાલુ થઈ જાય છે અર્થાત્ આયોજીકરણ થાય છે. યોગ નિરોધ પહેલાની પણ પૂર્વની ક્રમિક તૈયારી થાય છે. તેમજ પછી ક્રમશઃ યોગ નિરોધ થાય છે.
કેવલી સમુદ્યાત અવસ્થામાં મન અને વચનનો યોગ હોતો નથી, કાય યોગમાં પણ ઔદારિક, ઔદારિકમિશ્ર તેમજ કાર્મણ; આ ત્રણ કાયયોગ હોય છે. યોગનિરોધ પ્રક્રિયા - સર્વ પ્રથમ મનયોગનો વિરોધ કરાય છે. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાના પ્રથમ સમયનો જે મનયોગ હોય છે તેનાથી પણ અસંખ્યાત ગણાહીન મનોયોગનો દરેક સમયે અથવા નિરંતર નિરોધ કરતા થકાં અસંખ્ય સમયોમાં પૂર્ણરૂપથી મનોયોગનો નિરોધ કરવામાં આવે છે.
ત્યાર પછી વચનયોગનો વિરોધ કરાય છે. બે ઇન્દ્રિયના પર્યાપ્તામાં જઘન્ય યોગવાળાના વચન યોગથી અસંખ્યાતગણી હીન વચન યોગનો નિરંતર નિરોધ કરવામાં આવે છે, તેમજ અસંખ્ય સમયોમાં પૂર્ણરૂપે વચન યોગનો નિરોધ થઈ જાય છે.
ત્યાર બાદ કાયયોગનો વિરોધ કરવામાં આવે છે. સૂક્ષ્મ અપર્યાપ્ત પનક (ફૂલન)ને પ્રથમ સમયે ઉત્પન્ન થવાનો જે જઘન્ય કાય યોગ હોય છે, તેનાથી અસંખ્યાતગણી હીન કાયયોગનો પ્રતિસમય(નિરંતર) નિરોધ કરાય છે. અસંખ્ય સમયોમાં પૂર્ણરૂપે કાયયોગનો નિરોધ થઈ જાય છે.
આ પ્રકારે ત્રણે યોગોનો વિરોધ કરીને કેવલી શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરે છે. આ શૈલેશી અવસ્થામાં આત્મપ્રદેશ, શરીર અવગાહિત ક્ષેત્રમાં રહે છે. કાયયોગના નિરોધની સાથે જ ભાગના આત્મપ્રદેશ સંકુચિત થઈ જાય છે, કારણ કે અયોગી થવાના પહેલાં જ આત્મપ્રદેશોના સંકુચિત થવાની ક્રિયા થઈ જાય છે. શેલેશી અવસ્થા અને અયોગી અવસ્થામાં આવી પ્રક્રિયા સંભવ નથી અને તેમાં જ તેનું અયોગીપણું અને શૈલેશીપણું સાર્થક છે.
ભાવાર્થ એ છે કે ૧૩માં ગુણસ્થાનના છેડા સુધી–૧. આત્મપ્રદેશોનો સંકોચ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org