________________
તત્ત્વશાસ્ત્ર: પરિશિષ્ટ-૧: ગુણસ્થાન સ્વરૂપ
૨૯
પરિશિષ્ટ-૧૯ ચૌદ ગુણસ્થાનોનું સ્વરૂપ
જીવની આત્મિક-આધ્યાત્મિક હીનાધિક, ઊંચનીચ અવસ્થાઓને ગુણસ્થાન કહે છે. જીવનાં આવા ગુણસ્થાન ચૌદ કહેવામાં આવેલ છે. જેમાં ચોથા ગુણસ્થાનથી ચૌદમાં ગુણસ્થાન સુધીના અગિયાર ગુણસ્થાનવાળા ઉન્નતિશીલ પ્રગતિશીલ આત્મસ્થાનમાં અવસ્થિત હોય છે. શેષ ૧ થી ૩ ગુણસ્થાનવાળા અવનત આત્મસ્થાનમાં હોય છે. ૧૪ ગુણસ્થાનોનું સ્વરૂપ આ પ્રમાણે છે– પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન :- (૧) જે પરભવ, પુનર્જન્મ, કર્મસિદ્ધાંત અને જીવના અનાદિ અસ્તિત્વને માનતા નથી. (ર) અઢાર પ્રકારનાં પાપ, રપ ક્રિયાઓ અને આઠ પ્રકારનાં કર્મનાં બંધ, ઉદય આદિને માનતા નથી. (૩) જે સુદેવ, સુગુરુ, સુધર્મ, સશાસ્ત્ર-આગમની શ્રદ્ધા કરતા નથી પરંતુ સ્વછંદતા, સ્વેચ્છાએ કુદેવ, કુગુરુ, કુધર્મ અને કુશાસ્ત્રોમાં શ્રદ્ધા કરે છે. (૪) શ્રાવકનાં ૧૨ વ્રત અને સાધુનાં પાંચ મહાવ્રતોની, સમિતિ-ગુપ્તિની તેમજ અન્ય પણ જિનાજ્ઞાની સમ્યક શ્રદ્ધા કરતા નથી. (૫) જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ, આ તત્ત્વોની તીર્થકર ભગવાને પ્રરૂપેલ સ્વરૂપ પ્રમાણે શ્રદ્ધા કરતા નથી. (૬) ઈશ્વરને સંસારના કર્તા માને છે. (૭) યજ્ઞ, હવન, પશુ-બલિ આદિમાં ધર્મ માને છે, અન્ય પણ નાની મોટી હિંસાકારી સાવધ પ્રવૃત્તિઓને છકાય જીવોની હિંસાવાળી પ્રવૃત્તિઓને ધર્મ માને છે. (૮) જિનેશ્વર ભગવંત કથિત સિદ્ધાંતથી ઓછી
અધિક કે વિપરીત પ્રરૂપણા કરે છે. (૯) અનેકાંતિક સિદ્ધાંતને છોડી દ્રવ્ય-ભાવ કે નિશ્ચય-વ્યવહાર વગેરે કોઈ પણ એકાંતના આગ્રહમાં પડી જાય છે. સાત નયોનો વિચાર કરવાને બદલે દુર્નયમાં પડી જાય છે. વિવેકબુદ્ધિ છોડી બધા નિક્ષેપોને એક સરખા માની લે છે. (૧૦) કલહ, ક્રોધ અને રજભાવને દીર્ઘકાળ સુધી ટકાવી રાખે છે. (૧૧) કોઈ પણ પાપકૃત્યમાં અતિ આસક્ત, વૃદ્ધ,લીન બને છે અર્થાત્ લોભ, પરિગ્રહ, નિંદા (પર પરિવાદ), માયા, જૂઠ, ચોરી અને જીવહિંસા આદિ કોઈ પણ પાપકાર્યમાં તલ્લીન બની જાય છે. (૧૨) જે જિનેશ્વર ભગવંતો પર કે તેના ધર્મ પર અથવા તેના માર્ગ પર ચાલતાં ધર્મગુરુઓ પર દ્વેષ રાખે છે, ઈત્યાદિ. ઉપરોક્ત દરેક અવસ્થામાં રહેલ જીવોને વ્યવહારથી મિથ્યાત્વ ગુણસ્થાનવર્તી જાણવા જોઈએ.
નિશ્ચયદષ્ટિની અપેક્ષાએ મિથ્યાત્વ મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય થવાથી અને ઉદય રહેવાથી જીવ મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહે છે.
આ જીવનું પ્રથમ ગુણસ્થાન છે. તેમાં રહેલા જીવોની અપેક્ષાએ તેના ત્રણ પ્રકાર છે – (૧) અનાદિ અનંત (૨) અનાદિ સાંત (૩) સાદિ સાંત. અનાદિ અનંત અભવીની અપેક્ષાએ છે. અનાદિ સાંત ભવીની અપેક્ષાએ છે અને સાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org