________________
| રર૪ |મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત સમય લાગે છે તે આ પ્રમાણે છે(૧) વેદનીય અને કષાય સમુદ્યાત શરીરની લંબાઈ પહોળાઈનું જેટલું ક્ષેત્ર છે તેના અંગ અને ઉપાંગના મધ્ય જે આત્મપ્રદેશોથી ખાલી સ્થાન છે તેને પૂરવાથી શરીર પ્રમાણ ક્ષેત્ર ઘન રૂપમાં આત્મપ્રદેશોથી વ્યાપ્ત થાય છે. (૨) આ ક્ષેત્રને આત્મપ્રદેશોથી વ્યાપ્ત કરવામાં એક સમય અથવા બે સમય ઉત્કૃષ્ટ ત્રણ સમય લાગે છે.
આત્મપ્રદેશોને વ્યાપ્ત થવાની પ્રક્રિયા સર્વ જગ્યાએ એક સમાન હોય છે. તો કેવલી સમુદ્યાતની પહેલા બીજા અને ત્રીજા સમયની પ્રક્રિયાની સમાન હોય છે. જુદા જુદા જીવોના શરીર, જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરે તે અનુસાર ક્ષેત્રની લંબાઈ, પહોળાઈનું અંતર પડે છે. વ્યાપ્ત કરવાનું ક્ષેત્ર એક દિશાગત હોય તો એક સમય લાગે છે, ચાર દિશાગત હોય અથવા વળાંક હોય તો બે સમય લાગે છે તથા વિદિશાગત હોય અથવા વિદિશાનો વળાંક હોય તો ત્રણ સમય લાગે છે તેમજ લોકાંત ખૂણો હોય અથવા અન્ય એવું ગમન ક્ષેત્ર હોય તો આત્મપ્રદેશોને જવામાં ક્યારેક ચાર સમયે પણ લાગે છે. (૩) આ વિધાન અનુસાર મારણાંતિક સમુઘાત અને કેવળી સમુદ્યાતને છોડીને બાકી પાંચ સમુઘાતમાં ઉત્કૃષ્ટ ત્રણ સમયમાં આત્મપ્રદેશોની, શરીરથી બહાર નીકળીને પોતાના પરિલક્ષિત ક્ષેત્રમાં વ્યાપ્ત થવાની ક્રિયા પૂર્ણ થઈ જાય છે. મરણ સમુદ્યાતમાં ક્યારેક ઉત્કૃષ્ટ ચાર સમય પણ પૂર્ણ વ્યાપ્ત થવામાં લાગે છે. કેવલી સમુઠ્ઠાતમાં અજઘન્ય અઉત્કૃષ્ટ ચાર સમય જ લાગે છે. (૪) આ સાત સમુઠ્ઠાતોના પુગલ ગ્રહણ, નિસ્સરણ તેમજ કર્મ નિર્જરણનો કુલ કાલ જઘન્ય-ઉત્કૃષ્ટ અસંખ્ય સમયોનું અંતર્મુહૂર્ત છે, પરંતુ કેવળી સમુદ્યાતનો કુલ કાલ આઠ સમયનું અંતર્મુહૂર્ત જ હોય છે. તેમજ આહારક સમુદ્ઘાતનો કાલ જઘન્ય એક સમયનો છે તેમજ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનો છે. (૫) ભાવાર્થ એ છે કે આત્મપ્રદેશોને બહાર વ્યાપ્ત થવાનો કાલ જઘન્ય ૧ સમય, ૨ સમય અને ઉત્કૃષ્ટ ૩ અથવા ૪ સમય છે; તે વ્યાપ્ત ક્ષેત્રમાં ગ્રહણ-
નિસ્સરણ આદિ સંપૂર્ણ ક્રિયા સમાપ્ત કરવાનો સમય અંતર્મુહૂર્ત છે તેમજ કેવલી સમુઠ્ઠાતનો સંપૂર્ણ કાલ આઠ સમય છે. () મરણ સમુદ્યાત ગત આત્મપ્રદેશોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ હોય છે, ઉત્કૃષ્ટ એક દિશામાં અસંખ્યાત યોજનાની હોય છે. આ સીમા નવા ઉત્પત્તિ ક્ષેત્રના અંતરની અપેક્ષાએ છે. (૭) વૈક્રિય અને તેજસ સમુઠ્ઠાતમાં જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગે ઉતકૃષ્ટ સંખ્યાતા યોજન એક દિશા અથવા વિદિશામાં. તેમાં પુદ્ગલ ગ્રહણ કરવાના લક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org