________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૨. સમુચ્ચય જીવમાં મરણ સમુદ્રઘાતથી કષાય સમુદ્રઘાતવાળા અસંખ્યાત ગણા કહ્યા છે, જ્યારે પૃથ્વી આદિ વનસ્પતિ સુધી બધામાં સંખ્યાતગણા કહ્યા છે, તે અસંગત છે, કારણ કે વનસ્પતિમાં પણ સંખ્યાતગણા છે તો સમુચ્ચય જીવમાં અસંખ્યાતગણી હોવું અસંભવ છે, તેથી અહીં લિપિદોષ અવશ્ય છે. પરંતુ એનો નિશ્ચય કરી શકાતો નથી કે સમુચ્ચય જીવનો પાઠ ખોટો છે કે પાંચ સ્થાવરનો અથવા વનસ્પતિનો.
સંભાવના એ લાગે છે કે સમુચ્ચય જીવમાં ક્યારેક સંખ્યાતનું અસંખ્યાત બની ગયું હોય. ટીકાકારે આ વિષયમાં કોઈ ચિંતન દીધું નથી. જેવો પાઠ મળ્યો એવું સ્પષ્ટીકરણ કરી દીધું છે, પરંતુ અહીં તો સ્પષ્ટીકરણ પણ કર્યા વગર સુગમ બતાવીને પોતાનો વિચાર કરવાનો કહી દીધું છે, જોકે અહીં વિશેષ સ્પષ્ટીકરણની આવશ્યકતા હતી. ૩. સાત સમુઘાતોના અલ્પબદુત્વમાં સમુચ્ચય જીવ, પાંચ સ્થાવર, તેમજ મનુષ્ય-દેવમાં અસમવહત(અસમોહિયા) અસંખ્યાતગણા કહ્યા છે. જોકે ચાર કષાયોના અલ્પબદુત્વમાં સર્વત્ર અસમવહતને સંખ્યાતગણા જ કહ્યા છે, તે પણ એકબીજામાં અસંગત જેવું લાગે છે. જો કષાય સમુદ્યાતના અલ્પબહુતમાં સર્વ જગ્યાએ અસંખ્યાતગણી કરી દેવામાં આવે તો પણ નારકી, વિકસેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિયમાં વિરોધ આવે છે. ટીકાકારે અહીં કોઈ જાતનું ચિંતન રજૂ કર્યું નથી.
ત્રીજા પદમાં સમવહતથી અસમવહત સંખ્યાતગણા કહ્યા છે. અસંખ્યાતગણા કહ્યા નથી, તેથી અસમવહત સર્વત્ર સંખ્યાતગણા જ મનાય છે. જ્યારે વિકસેન્દ્રિયમાં અસમવહત સંખ્યાતગણા થઈ શકે છે તો સમુચ્ચય જીવ અને વનસ્પતિમાં સંખ્યાતગણા કહેવામાં કોઈ વાંધો નથી અને મનુષ્ય તથા દેવમાં પણ સંખ્યાતગણા કહે તો કોઈ વાંધો નથી. આ પ્રકારે સર્વત્ર સંખ્યાતગણા અસમવહત માની લેવા પર ઝ'લિપિદોષ છે એવું માનવું પડશે. ત્યારે કષાય સમુદ્યાતોના, સાતે સમુદ્યાતોના અને ત્રીજા પદના અલ્પબદુત્વમાં પરસ્પર વિરોધ રહેશે નહીં. ૪. મનુષ્યમાં અસમવહત અસંખ્યાતગણા કહી દીધા છે. જોકે ત્રણ વિકસેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિયમાં સંખ્યાલગણા જ કહ્યું છે. તેનું કારણ પણ ટીકમાં બતાવ્યું નથી. ૫. વેદનીય અને કષાય સમુદ્યાતવાળા એકબીજામાં ક્યાંય પણ અસંખ્યાતગણા કહ્યા નથી. ફક્ત વિકસેન્દ્રિયમાં જ અસંખ્યાતગણા કહ્યા છે તેની પણ કોઈ જાણકારી નથી. વિકલેન્દ્રિય સિવાય સર્વત્ર સંખ્યાતગણા અથવા વિશેષાધિક જ કહ્યા છે. તેથી અહીં પણ આ લિપિદોષ હોવો સંભવ છે. દ વિગલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને નારકી; આ બધાના સમવહતોથી અસમવહત સંખ્યાલગણા અધિક હોય છે. શેષ સર્વ દંડકોમાં અસમવહત અસંખ્યગણા અધિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org