________________
તત્ત્વશાસ્ત્ર ઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૨૩
હોય છે. તેમાં નારકી, દેવતા આદિનું તાત્પર્ય સ્પષ્ટ છે, પરંતુ વિગલેન્દ્રિયનું કારણ અજ્ઞાત છે અને જ્યારે કષાયોના અલ્પબહુત્વ પર લક્ષ કરવામાં આવે તો દ્વિધા જ પ્રતીત થાય છે. અર્થાત્ આ અલ્પબહુત્વોનું રહસ્યાર્થ પરંપરામાં વિલુપ્ત જેવું થઈ ગયું છે અથવા તો તેના પાઠોમાં – સંબંધી લિપિદોષ છે. તત્ત્વ કેવલી ગમ્ય. ૭. જીવ, મનુષ્ય અને તિર્યંચમાં માન સમુદ્દાત ઓછા છે તો પણ ક્રોધ, માયા, લોભ સમુદ્દાતો ક્રમથી વિશેષાધિક છે, જ્યારે નારકી-દેવતામાં કષાય સમુદ્દાતો ક્રમથી સંખ્યાતગણા છે. નારકીમાં લોભ, માન, માયા, ક્રોધ આ રીતે ક્રમ છે અને દેવતામાં ક્રોધ, માન, માયા, લોભ અનુક્રમથી સંખ્યાતગણા છે.
૮. અકષાય સમુદ્દાત શબ્દથી કેવલી સમુદ્દાત અપેક્ષિત છે. અસમોહિયા શબ્દથી સાતે સમુદ્દાતથી રહિત જીવ વિવક્ષિત છે.
૯. વાયુકાયમાં વૈક્રિય સમુદ્દાતવાળા બાદર પર્યાપ્તોના અસંખ્યાતમાં ભાગમાં હોય છે તો પણ નારકી દેવતાથી તેની સંખ્યા અધિક હોય છે, કારણ કે ૯૮ બોલના અલ્પબહુત્વમાં બાદર વાયુકાય પર્યાપ્તનો ૫૭મો બોલ છે, જ્યારે દેવોનો અંતિમ બોલ ૪૧મો છે. બારમા પદના બહેલકના અનુસાર વાયુકાયના વૈક્રિય બદ્ઘશરીર ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગે છે, જ્યારે દેવ અસંખ્યાત શ્રેણિઓના પ્રદેશ તુલ્ય છે. બાદર પર્યાપ્ત વાયુકાયના સંખ્યાતમાં ભાગવાળાને વૈક્રિય કરવું કહેવામાં આવે છે, પરંતુ તે સંગત નથી, અસંખ્યાતમો ભાગ કહેવો યોગ્ય છે. એવું કહેવા પર પણ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ થવામાં બાધા નથી.
મૂલ પાઠમાં પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કહેલ છે. ટીકામાં પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જ સામાન્ય રૂપથી કહી દેવામાં આવેલ છે. ‘ક્ષેત્ર પલ્યોપમ’ હોવાનું સ્પષ્ટીકરણ ટીકાકારે પણ કરેલ નથી. આગમ પ્રકાશન સમિતિ બ્યાવરથી પ્રકાશિત વિવેચનના ૧૨મા પદમાં પણ ક્ષેત્ર પલ્યોપમ હોવાની ચર્ચા કરી નથી. તો પણ વાસ્તવિકતા એ જ છે કે ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કહેવો જોઈએ.
નોંધ :– આ સર્વ તુલના વિચારણાનો સાર એ છે કે સમુચ્ચય જીવમાં કષાય સમુદ્દાત સંખ્યાતગણા કહેવા જોઈએ અને જીવ, એકેન્દ્રિય, મનુષ્ય અને દેવમાં અસમોહિયા સંખ્યાતગણા કહેવા જોઈએ તેમજ "અ"ને લિપિદોષથી આવેલો સમજવો જોઈએ. આવું માનવા પર અનેક શંકાઓ જડમૂળથી પોતાની મેળે સમાપ્ત થઈ જાય છે.
સમુદ્ઘાતના ક્ષેત્ર કાલ તેમજ પાંચ ક્રિયા :
સમુદ્દાત આત્મપ્રદેશોની શરીરથી બહાર નીકળવાની જ મુખ્ય ક્રિયા છે, તે બહાર નીકળતા આત્મપ્રદેશ જેટલા ક્ષેત્રને અવગાહન કરે છે અને તેમાં જેટલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org