________________
૧૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
'છત્રીસમુંઃ સમુદ્યાત પદ
સમુઘાતનો અર્થ :- શરીરમાંથી કેટલાક આત્મપ્રદેશોનું અલ્પ સમયને માટે બહાર નીકળવું. આત્મપ્રદેશની આ પ્રકારની પ્રક્રિયા સાત પ્રકારના પ્રસંગોથી થાય છે. તેથી સમુદ્યાત પણ સાત પ્રકારના કહ્યા છે(૧) વેદનીય સમુદ્દઘાત - અશાતા વેદનીયની તીવ્રતાથી આત્મપ્રદેશોનું શરીરને અવગાહિત ક્ષેત્રથી બહાર પરિસ્પંદન થાય છે, એ સમયે જે આત્માની પ્રક્રિયા થાય છે તેને વેદનીય સમુદ્દાત કહે છે. (ર) કષાય સમુદ્દઘાત – ક્રોધ, માન, માયા, અથવા લોભ; કોઈ પણ કષાયની તીવ્રતાથી આત્મપ્રદેશ શરીર અવગાહિત ક્ષેત્રથી બહાર પરિસ્પંદિત થાય છે. આ પ્રક્રિયાને કષાય સમુદ્દાત કહે છે. (૩) મારણાંતિક સમુદ્દઘાત :– મરણ સમયમાં આગળના જન્મ સ્થાન સુધી આત્મ પ્રદેશોનું બહાર જવા રૂપ તેમજ પાછા આવવા રૂપ આત્મપ્રક્રિયાને મારણાંતિક સમુદ્દાત કહે છે. (૪) વૈકિય સમુદ્દઘાત – નારકી, દેવતા, મનુષ્ય, તિર્યચ, જે કોઈ પણ ઉત્તર વૈક્રિય કરે છે ત્યારે તેને પહેલા સમુદ્યાત કરવો પડે છે, તે જ વૈક્રિય સમુદ્યાત છે અર્થાત્ વૈક્રિય શરીર બનાવવા માટે તેને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરવાના હેતુથી પ્રદેશોને લંબાઈ—ઊંચાઈમાં હજારો યોજન બહાર ફેલાવવામાં આવે છે. પછી તે શરીર પ્રમાણ પહોળાઈ અને હજારો યોજન લંબાઈવાળા અવગાહિતક્ષેત્રમાં રહેલા વૈક્રિય વર્ગણાવાળા પુદ્ગલ ગ્રહણ કરાય છે. આ પ્રકારે આત્મપ્રદેશોની શરીરથી બહાર નીકળવાની પ્રક્રિયાને વૈક્રિય સમુદ્દાત કહેવાય છે. (૫) તેજસ સમુઘાત -શીત અથવા ઉષ્ણ તેજોલિબ્ધિવાળા કોઈના પર ઉપકાર અથવા અપકાર કરવાના પરિણામોથી ઉક્ત બંને પ્રકારના પુદ્ગલ ગ્રહણ કરીને પ્રક્ષેપ કરે છે. તે પુગલોનું વિશેષ માત્રામાં ગ્રહણ કરવા તેમજ છોડવા હેત શરીર અવગાહિત ક્ષેત્રથી આત્મપ્રદેશોની બહાર નીકળવા રૂપ જે ક્રિયા થાય છે તેને તૈજસ સમુદ્દાત કહે છે. () આહારક સમુઘાત :- લબ્ધીવંત મુનિ દ્વારા શંકાનું સમાધાન તેમજ જિજ્ઞાસાની તૃપ્તિને માટે જે એક નવું નાનું શરીર બનાવીને કરોડો માઈલ દૂર મોકલવામાં આવે છે તે આહારક શરીર છે. તે આહારક શરીર બનાવવામાં અને મોકલવામાં આત્મપ્રદેશો થોડાક બહાર નીકળી જાય છે અને પછી થોડા આત્મપ્રદેશ તે નવા શરીરની સાથે રહેતા ઈચ્છિત સ્થાનમાં જોડાય છે. આત્મપ્રદેશોની શરીર અવગાહિત ક્ષેત્રથી નીકળવા રૂપ આ સંપૂર્ણ ક્રિયાને આહારક સમુદ્દાત કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org