________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૨. આહાર, અધ્યવસાય તેમજ સમ્યક્ત્વ, મિથ્યાત્વની પણ પરિચારણાગત પરિણામોમાં અસર પડે છે.
૨૧૨
૩. આહારથી શરીર પુષ્ટ થાય છે. શરીરમાં જ વિષય વાસનાની ઉત્પત્તિ થાય છે. પરિણામોમાં મોહભાવની વૃદ્ધિ થવાથી કામભોગનો પ્રયત્ન થાય છે અથવા કામભોગનો વિચાર આવે છે. પરિચારણા કરતાં થકાં પણ મિથ્યાત્વીની અને સમ્યગ્દષ્ટિની આસક્તિમાં અંતર હોય છે.
૪. ઔદારિક દંડકોમાં પરિચારણા પછી વિવિધ ક્રિયાઓ થાય છે. અર્થાત સાંસારિક કાર્ય વૃદ્ધિ ગર્ભાધાન, સંતતિ, સંરક્ષણ આદિ ક્રિયાઓ વધે છે. વૈક્રિય દંડકોમાં પહેલા વિશેષ વિક્રિયા-હજારો રૂપ આદિ બનાવે છે. પછી પરિચારણા કરે છે. તેથી પહેલા વિક્રિયા થાય છે.
૫. બધા જીવોના અસંખ્ય અધ્યવસાય સ્થાન હોય છે. તે પ્રકારના હોય છે.
શુભ અને અશુભ બંને
૬. એકેન્દ્રિય, વિકલેન્દ્રિયમાં પરિચારણા છે પરંતુ પહેલા અથવા પછી વિક્રિયા નથી. તે જીવોને પરિચારણા પણ અવ્યક્ત સંજ્ઞાથી હોય છે.
૭. મનુષ્ય-તિર્યંચમાં બધા પ્રકારની પરિચારણા હોય છે.
૮. દેવતાઓમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા-બીજા દેવલોકમાં મનુષ્યની સમાન મૈથુન સેવનારૂપ કાય પરિચારણા છે. વીર્ય પુદ્ગલ પણ દેવીના શરીરમાં પ્રવિષ્ટ થઈને તેના ઇન્દ્રિય, શરીર રૂપમાં પરિણમન થાય છે, પરંતુ ગર્ભધારણ કરતા નથી.
દેવને પરિચારણા (કામભોગ)ની ઇચ્છા થાય છે ત્યારે દેવીઓ રૂપ–શૃંગાર આદિ કરીને હાજર થાય છે.
૯. ત્રીજા દેવલોકથી ૧૨માં દેવલોક સુધી દેવીઓ હોતી નથી તો પણ ત્રીજા ચોથા દેવલોકમાં સ્પર્શ–પરિચારણા હોય છે. પાંચમા, છઠ્ઠા દેવલોકમાં રૂપ- પરિચારણા હોય છે, સાતમા આઠમાં દેવલોકમાં શબ્દ પરિચારણા હોય છે.
આ દેવોને પરિચારણાની ઇચ્છા થવા પર પહેલા-બીજા દેવલોકથી દેવીઓ તે તે દેવોની સહાયથી ત્યાં પહોંચી જાય છે, પછી તે દેવ આસક્તિયુક્ત અંગોના સ્પર્શ માત્રથી અથવા રૂપ જોવામાં તલ્લીન થઈને અથવા શબ્દ શ્રવણમાં દત્તચિત્ત થઈને મૈથુન ભાવોની તૃપ્તિ કરી લે છે. એવું કરવા થકી પણ તેના શરીરથી પુદ્ગલ દેવીના શરીરમાં પહોંચી જાય છે. અને તે તેણીના શરીરની પુષ્ટિ રૂપ બને છે.
મન પરિચારણાવાળા ૯મા, ૧૦મા, ૧૧મા, ૧૨મા દેવલોકના દેવોને જ્યારે મન પરિચારણાની ઇચ્છા થાય છે, ત્યારે દેવી ત્યાં જતી નથી પરંતુ પોતાના સ્થાનમાં રહીને જ વિક્રિયા, વિભૂષા, તેમજ મનો પરિણામોથી તે રૂપમાં પરિણત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org