________________
તત્ત્વશાસ્ત્ર ઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
દેવાઈ ગયુ છે. તે સંબંધી જાણકારી માટે ત્યાં અવધિજ્ઞાન પ્રકરણ જોવું જોઈએ. નારકી અને વૈમાનિક દેવતાનો અવધિજ્ઞાન વિષય જીવાભિગમ સૂત્રમાં આ જ પુસ્તકમાં આવી ગયું છે.
નારકી :– નારકીમાં ભવપ્રત્યયિક અવધિ હોય છે. જઘન્ય અડધો કોશ ઉત્કૃષ્ટ ચાર કોશ ક્ષેત્ર સીમાવાળા હોય છે. ત્રિકોણ નાવાના આકારવાળા અવિધ ક્ષેત્ર હોય છે. આત્યંતર અવધિ હોય છે, બાહ્ય હોતું નથી; દેશ અવિધ હોય છે, સર્વ અવધિ હોતું નથી; આનુગામિક અવધિ હોય છે, અપડિવાઈ(જીવન ભર રહેવાવાળા) અને અવસ્થિત(ન વધવાવાળા ન ઘટવાવાળા) અવધિ હોય છે. અસુરકુમાર ઃ– ભવ પ્રત્યયિક અવધિ હોય છે. જઘન્ય ૨૫ યોજન, ઉત્કૃષ્ટ અસંખ્ય દ્વીપ-સમુદ્ર ક્ષેત્રસીમાવાળુ હોય છે, પલંગના આકારે ચતુષ્કોણ હોય અસંખ્યદ્વીપ-સમુદ્ર ક્ષેત્રસીમાવાળું હોય છે. બાકી વર્ણન નરકની સમાન છે. નવનિકાય તેમજ વ્યંતર ઃ- ઉત્કૃષ્ટ અવધિ ક્ષેત્ર સંખ્યાતા દ્વીપ-સમુદ્રનું હોય છે. બાકીનું વર્ણન અસુરકુમારના સમાન.
તિર્યંચ પંચેન્દ્રિય ઃ– જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ અસંખ્ય દ્વીપસમુદ્ર. ક્ષાયોપશમિક અવધિ, વિવિધ આકારવાળું અને દેશ અવધિ તિર્યંચમાં હોય છે. અનુગામિક, અનનુગામિક, હાયમાન, વર્ધમાન, પડિવાઈ, અપડિવાઈ, અવસ્થિત, અનવસ્થિત વગેરે બંને પ્રકારના અવધિજ્ઞાન તિર્યંચ પંચેન્દ્રિયમાં હોય છે. મનુષ્ય :– ક્ષાયોપશમિક અવધિ હોય છે. જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ, ઉત્કૃષ્ટ અસંખ્યાત લોક ખંડ જેટલા સીમા ક્ષેત્ર જાણવાની ક્ષમતા હોય છે. બાકી તિર્યંચની સમાન છે. પરમાવધિ જ્ઞાન મનુષ્યને હોય છે અર્થાત્ દેશ, સર્વ, આત્યંતર, બાહ્ય; બંને પ્રકારના અવિંધ હોય છે.
૧૧
જ્યોતિષી :– જઘન્ય સંખ્યાતા દ્વીપ-સમુદ્ર અને ઉત્કૃષ્ટ પણ સંખ્યાતા દ્વીપ-સમુદ્ર, બાકી અસુર કુમારની સમાન.
વૈમાનિક ઃ— જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ લોકનાલ (ત્રસ નાલ). સંસ્થાન ઃ -- વાણવ્યંતરોને પટહના આકારે, જ્યોતિષીને ઝાલરના આકારે અધિ જ્ઞાન ક્ષેત્ર હોય છે. ૧૨ દેવલોકના ઊર્ધ્વ મૃદંગ, ત્રૈવેયકમાં– પુષ્પ ચંગેરી, અણુત્તર વિમાનમાં જવનાલિકા(લોકનાલિકા); આ અવધિ ક્ષેત્રના આકાર છે. નોંધ :- નંદી સૂત્રથી તેમજ જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના અધ્યયનથી બાકીની બધી જાણકારી મળી શકશે.
ચોત્રીસમું : પરિચારણા પદ
૧. પરિચારણા શબ્દનો અર્થ – મૈથુન સેવન, ઇન્દ્રિયોના કામભોગ, કામક્રીડા, રતિ, વિષય ભોગ આદિ છે. પરિચારણા પણ તેનો પર્યાય વાચી શબ્દ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org