________________
તત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૨૦૯.
+
વિશેષ જાણકારી :- જ્યારે જીવ જ્ઞાન-અજ્ઞાનના ઉપયોગમાં જોડાય છે ત્યારે સાકારોપયુક્ત અર્થાત્ સાકારોપયોગવાળો હોય છે. તેમજ જ્યારે દર્શનના ઉપયોગમાં જોડાય છે ત્યારે અનાકાર ઉપયોગવાળો હોય છે.
-
ત્રીસમુંઃ પશ્યના પદ પશ્યતાનું સ્વરૂપ અને ભેદ-પ્રભેદઃ- ઉપયોગની સમાન જ"પશ્યત્તાઓનું વર્ણન છે અર્થાત્ પશ્યત્તાના પણ બે પ્રકાર છે. ૧ સાકાર પશ્યત્તા, ૨ અનાકાર પશ્યતા.
(૧) સાકાર પશ્યત્તાના ૬ ભેદ છે– ૪ જ્ઞાન, ર અજ્ઞાન (૨) અનાકાર પશ્યતાના ૩ ભેદ છે– ૩ દર્શન
મતિજ્ઞાન, મતિઅજ્ઞાન અને અચક્ષુ દર્શન આ ત્રણ ઉપયોગ પશ્યત્તામાં હોતા નથી. આ ત્રણે ઉપયોગ બુદ્ધિ ગ્રાહ્ય છે, તેથી પશ્યત્તામાં તેનો સમાવેશ થતો નથી. શ્રુતજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, ચક્ષુ દર્શન; આ ત્રણે ઇન્દ્રિય ગ્રાહ્ય(ઇન્દ્રિય પ્રત્યક્ષ) હોવાથી તેમજ બાકી ૬ જ્ઞાન-દર્શન આત્મ પ્રત્યક્ષીભૂત હોવાથી તેને પશ્ચક–પત્તા કહેવાય છે. દંડકોમાં પશ્યત્તા :| દેવતા, નારકી અને તિર્યંચ પંચેન્દ્રિયમાં | ૬ | ૨ જ્ઞાન, અજ્ઞાન, ૨દર્શન | મનુષ્યમાં
૪ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૩દર્શન [ પાંચ સ્થાવરમાં
૧ | શ્રુત અજ્ઞાન બેઇન્દ્રિય, ઇન્દ્રિયમાં
૨ | શ્રુતજ્ઞાન, શ્રુત અજ્ઞાન ચૌરેન્દ્રિયમાં
૩ | શ્રુતજ્ઞાન, શ્રુત અજ્ઞાન, ચક્ષુ દર્શન વિશેષ જ્ઞાતવ્ય :- જ્ઞાનોપયોગવાળા સાકાર પશ્યત્તા કહેવાય છે અને દર્શનોપયોગવાળા અનાકાર પશ્યતા કહેવાય છે. કેવળજ્ઞાનીનો ઉપયોગ – જીવોને જ્યારે જ્ઞાનોપયોગ અર્થાત્ સાકારોપયોગ હોય છે ત્યારે અનાકારોપયોગ હોતો નથી, જ્યારે અનાકારોપયોગ હોય છે ત્યારે સાકારોપયોગ હોતો નથી. અર્થાત્ જીવમાં જ્ઞાન અને દર્શન એક સાથે ક્ષયોપશમ ભાવમાં રહી શકે છે, પરંતુ તે બંને માંથી ઉપયોગ એકનો જ હોય છે. જ્ઞાનોપયોગ :- સાકારોપયોગથી જાણવાનું જ્ઞાન થાય છે અને દર્શનોપયોગ અનાકાર ઉપયોગથી જોવાનું જ્ઞાન થાય છે, તેથી જાણવા અને જોવા રૂપ ઉપયોગ પણ અલગ અલગ સમયમાં હોય છે. તેથી છદ્મસ્થ અને કેવળી બધાને એક સમયમાં એક ઉપયોગ જ હોય છે, સાકાર ઉપયોગ અથવા અનાકાર ઉપયોગ.
કેવળજ્ઞાની પ્રત્યેક પદાર્થના સ્વરૂપને તેના નામ, અર્થ, ભાવાર્થ, આકારોથી Jain Education International
می | ماه
For Private & Personal Use Only
www.jainelibrary.org