________________
તત્ત્વશાસ્ત્ર ઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
(૭) કેવલી સમુદ્દાત ઃ- મોક્ષ જવાના નજીકના સમયમાં અઘાતીકર્મોની વિસમરૂપતાને સમરૂપ બનાવવા માટે આત્મપ્રદેશ સંપૂર્ણ લોક પ્રમાણ પ્રદેશોમાં વ્યાપ્ત થઈ જાય છે. આત્મપ્રદેશોની અને લોક પ્રદેશોની સંખ્યા સમાન છે તેથી તે જીવના આત્મપ્રદેશોની સર્વોત્કૃષ્ટ અવગાહના હોય છે. ઔદારિક શરીર તો આ સમયે પણ પોતાની અવગાહનામાં જ રહે છે, કેવળ આત્મપ્રદેશો જ નીકળે છે. આ રીતે આઠ સમયને માટે આત્મપ્રદેશોની બહાર નીકળવારૂપ જે પ્રક્રિયા છે, તેને જ કેવલી સમુદ્દાત કહે છે.
૨૧૫
કેવલી સમુદ્દાતની પ્રક્રિયામાં જીવ પહેલા સમયે શરીરની જાડાઈ– પહોળાઈના પ્રમાણમાં ઉપર નીચે લોકાંત સુધી આત્મપ્રદેશોને ઠંડરૂપે ફેલાવે છે. બીજા સમયમાં શરીરની લંબાઈ પહોળાઈ પ્રમાણે તે દંડરૂપ પ્રદેશોને પૂર્વ-પશ્ચિમ અથવા ઉત્તર દક્ષિણ કપાટ રૂપમાં ફેલાવેછે. ત્રીજા સમયમાં કપાટ રૂપ આત્મપ્રદેશોને બંને બાજુમાં લોકાંત સુધી ફેલાવે છે, જેનાથી આત્મપ્રદેશ પૂરા લોક ક્ષેત્રમાં અર્થાત્ સમાન કિનારાવાળા ગાઢરૂપમાં વ્યાપ્ત થઈ જાય છે. પરંતુ લોક વિષમ કિનારાવાળા ઘનરૂપ હોવાથી તેના તે નાના ખૂણા નિષ્કુટરૂપ ક્ષેત્ર વ્યાપ્ત થયા વગર રહી જાય છે. જે ચોથા સમયમાં પૂરાઈ જાય છે. આ રીતે સંપૂર્ણ લોકમાં પૂર્ણ રૂપે આત્મપ્રદેશોનેવ્યાપ્ત થવામાં કુલ ચાર સમય લાગેછેઅને આ જ ક્રમથી આત્મપ્રદેશોને ફરી સંકુચિત કરવામાં પણ ચાર સમય લાગે છે.
આ રીતે કેવલ એક સમય જ આત્મપ્રદેશોની સંપૂર્ણ લોકપ્રમાણ અવગાહના અથવા સર્વોત્કૃષ્ટ અવગાહના થાય છે. તેમજ અપેક્ષાથી અર્થાત્ ખૂણા-નિષ્લેટોના ખાલી રહેવાને ગૌણ કરવાની અપેક્ષાએ ત્રણ સમયની લોકપ્રમાણ અવગાહના થાય છે. આ ત્રણે સમયોમાં આત્મપ્રદેશ શરીરમાં ઓછા અને બહાર ઘણા(વધારે) હોય છે.
આ જ કારણે આ ત્રણ સમયોમાં જીવ અણાહારક હોય છે. તેમજ તે સમયે ઔદારિક યોગ પણ માનવામાં આવતો નથી. કાર્પણ કાયયોગ (કાર્પણ શરીરનો વ્યાપાર) રહે છે. અન્ય પાંચ સમયોમાં આત્મપ્રદેશ શરીરમાં વધારે રહે છે અને બહાર ઓછા હોય છે તેથી ઔદારિક શરીરનો યોગ અથવા મિશ્રયોગ અને આહારકતા બની રહે છે.
નોંધ :- કેવળી સમુદ્દાતનો કંઈક વધારે પિરચય ઔપપાતિક સૂત્ર સારાંશના છેલ્લા પ્રકરણથી જાણી લેવો. તેને માટે આગમ સારાંશ ખંડ–૭ જુઓ.
સમુદ્દાતનો સમય ઃ– શરૂઆતના ૬ સમુદ્દાતોમાં અસંખ્ય સમયનો અંતર્મુહૂર્ત લાગે છે. કેવળી સમુદ્દાતમાં આઠ સમય લાગે છે. જેનો કાર્યક્રમ આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org