________________
તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૩.
આ પ્રકારે તે બંને દેવ-દેવી) પરિચારણાનો અનુભવ મનથી જ કરીને ઈચ્છા પૂરી કરી લે છે. એવું કરવા પર પણ દેવના શરીર પુદ્ગલોનું દેવીના શરીરમાં સંક્રમણ તેમજ પરિણમન થઈ જાય છે.
આ પ્રકારની વિભિન્ન પરિચારણાઓથી પણ તે-તે દેવોના વેદ મોહની ઉપશાંતિ થઈ જાય છે. નવગ્રેવેયક તેમજ અનુત્તર દેવોને કોઈ પણ પ્રકારની પરિચારણા અથવા તેનો સંકલ્પ હોતો નથી. અલ્પબદુત્વ – અપરિચારણાવાળા દેવ થોડા છે, મન પરિચારણાવાળા સંખ્યાત ગણા, શબ્દ પરિચારણાવાળા અસંખ્યાતગણા, રૂપ પરિચારણાવાળા અસંખ્યાતગણા, સ્પર્શ પરિચારણાવાળા અસંખ્યાતગણા, કાય પરિચારણાવાળા અસંખ્યાતગણા છે.
પાંત્રીસમુંઃ વેદના પદ
૧. શીત, ઉષ્ણ તેમજ શીતોષ્ણ ત્રણ પ્રકારની વેદના બધા દંડકોમાં અલ્પાધિક હોય છે. નારકીમાં પહેલી, બીજી, ત્રીજીમાં ઉષ્ણ, ચોથી, પાંચમીમાં બને, છઠ્ઠી, સાતમીમાં શીત વેદના છે. ૨. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની વેદના ચોવીસે(૨૪) દંડકમાં છે. ૩. શારીરિક, માનસિક તેમજ ઉભય, ત્રણ પ્રકારની વેદના ૧૬દંડકમાં છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિયમાં કેવલ શારીરિક વેદના છે. ૪. સાતા, અસાતા, મિશ્રએ ત્રણ પ્રકારની વેદના ૨૪ દંડકમાં ઓછી-અધિક હોય છે. આ ઉદય પ્રમુખા વેદના છે. ૫. દુઃખ, સુખ, અદુઃખસુખા આ ત્રણ પ્રકારની વેદના બીજા દ્વારા ઉદીરિત છે, નિમિત્ત પ્રમુખ છે. ત્રણે વેદના ૨૪ દંડકમાં હોય છે. દ અભ્યપગમિકી એટલે સ્વેચ્છાપૂર્વક સ્વીકારવામાં આવતી કેશ લોચ આદિ, ઔપક્રમિકી એટલે અનિચ્છાથી અચાનક આવી જવાવાળી જેમકે–પડી જવાથી થતી વેદના. આ બંને પ્રકારની વેદના તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં હોય છે. બાકી બધા દંડકમાં કેવળ એક ઔપક્રમિકી વેદના હોય છે. ૭. નિદા = વ્યક્ત વેદના, અનિદા = અવ્યક્ત વેદના, આ બંને પ્રકારની વેદના નારકીમાં હોય છે, કારણ કે ત્યાં સંજ્ઞી અને અસંશી બંને હોય છે. આ જ રીતે ભવનપતિ-વ્યંતરમાં પણ બંને હોય છે. જ્યોતિષી-વૈમાનિકમાં પણ બંને વેદના હોય છે. સમદષ્ટિ-મિથ્યાષ્ટિની અપેક્ષાથી. પાંચ સ્થાવર ત્રણ વિકસેન્દ્રિયમાં એક અનિદા વેદના હોય છે. મનુષ્ય-તિર્યંચ પંચેન્દ્રિયમાં બંને વેદના હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org