________________
તત્ત્વશાસ્ત્રઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૫o.
નિરયિક આદિ એને જાણી દેખી શકતા નથી પરંતુ ગ્રહણ કરીને આહાર રૂપમાં પરિણમન કરી શકે છે. સમ્યગૃષ્ટિ વૈમાનિક, પર્યાપ્ત, ઉપયોગવંત હોય તો જાણે, જુએ અને આહરે. અન્ય દેવો ન જાણે ન જુએ પરંતુ આહારરૂપમાં ગ્રહણ-પરિણમન કરે છે. આ પ્રકારે મનુષ્ય પણ જો વિશિષ્ટ જ્ઞાની ઉપયોગવંત હોય તો તેઓ જાણે, જુએ અને આહરે, અન્ય મનુષ્ય જાણે નહીં, જુએ નહીં પરંતુ આહાર રૂપમાં ગ્રહણ-પરિણમન કરે છે. કેવળજ્ઞાની મનુષ્ય સદૈવ જાણે અને જુએ છે પરંતુ આહારરૂપમાં કયારેક પરિણમન કરે છે અર્થાત્ અણાહારક હોય ત્યારે પરિણમન કરતા નથી. સિદ્ધ ભગવાન જાણે છે, જુએ છે.
તાત્પર્ય એ છે કે ઇન્દ્રિયો માટે આ પુદ્ગલ અવિષયભૂત છે વિશિષ્ટ જ્ઞાન ગોચર છે અને ઇન્દ્રિય અગોચર છે. પ્રતિબિંબ-દર્પણ, મણિ આદિને જોનારા દર્પણ વગેરેને જુએ છે અને પ્રતિબિંબને જુએ છે પરંતુ સ્વયંને જોતા નથી. અવગાહન – ખુલ્લું પ્રસરેલું (ફેલાયેલું) વસ્ત્ર જેટલા આકાશપ્રદેશ અવગાહન કરે છે, સમેટી લીધા પછી પણ તેટલા જ આકાશપ્રદેશની અવગાહના કરશે. સ્પર્શ – લોકથિગ્નલ = લોકાલોક રૂપ વસ્ત્રમાં લોક થીગડાના રૂપમાં છે. આ લોકથિગ્નલ- (૧) ધર્માસ્તિકાય, (૨) ધર્માસ્તિકાયના પ્રદેશ, (૩) અધર્માસ્તિકાય, (૪) અધર્માસ્તિકાયના પ્રદેશ, (૫) આકાશાસ્તિકાયના દેશ, (૬) આકાશસ્તિકાયના પ્રદેશ, (૭) પુદ્ગલાસ્તિકાય, (૮) જીવાસ્તિકાય અને (૯-૧૩) પૃથ્વી આદિ પાંચ સ્થાવર વગેરેથી પૃષ્ટ છે. (૧૪-૧૫) ત્રસ કાય અને અદ્ધા સમયથી સ્પષ્ટ પણ છે અસ્પષ્ટ પણ છે. (લોકમાં ત્રસ એવં કાળ કયાંક છે કયાંક નથી.) - આ બૂઢીપ– (૧) ધર્માસ્તિકાયનાદેશ, (ર) પ્રદેશ, (૩) અધર્માસ્તિકાયના દેશ, (૪) પ્રદેશ, (૫) આકાશાસ્તિકાયના દેશ, (૯) પ્રદેશ (૭-૧૧) પૃથ્વી આદિ પાંચ સ્થાવર વગેરેથી સ્પષ્ટ છે. (૧૨) ત્રસ કાયથી સ્પષ્ટ પણ છે અસ્પષ્ટ પણ છે. (૧૩) કાળથી સ્પષ્ટ છે. આ જ રીતે અન્ય દ્વીપ સમુદ્ર અંગે પણ જાણવું અઢીદ્વીપની બહાર કાળથી અસ્પષ્ટ કહેવું. અલોક- આકાશાસ્તિકાયના દેશથી એવંપ્રદેશથી સ્પષ્ટ છે. અન્ય કોઈ પણ દ્રવ્યાદિ ત્યાં નથી, એક અજીવ દ્રવ્ય દેશ છે.
બીજો ઉદ્દેશક ૧. ઈન્દ્રિયોને યોગ્ય પુદ્ગલોનો પહેલા ઉપચય- સંગ્રહ થાય છે. ૨. પછી એ ઇન્દ્રિયની નિષ્પત્તિ થાય છે. ૩. પ્રત્યેક ઇન્દ્રિયને નિષ્પન્ન થવામાં અસંખ્ય સમયના અંતર્મુહૂર્ત પ્રમાણકાળ લાગે છે. આ નિષ્પન્ન થનારી દ્રવ્યેન્દ્રિય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org