________________
તત્ત્વશાસ્ત્ર ઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૨૭ ભંગ:- એમાં સાતના બંધક અને એકના બંધક બે બોલ શાશ્વત છે, બાકી ત્રણ અશાશ્વત છે, અર્થાત્ કયારેક હોય છે, કયારેક નથી હોતા. (૧) બંને શાશ્વતનો એક ભંગ. (૨) ત્રણ અશાશ્વતના એક અને અનેકની અપેક્ષા અસંયોગી ૬ ભંગ. (૩) ત્રણ અશાશ્વતના ત્રણ દ્વિકની ત્રણ ચૌભંગી થવાથી દ્વિસંયોગી ૧૨ ભંગ. (૪) ત્રણ અશાશ્વતની એક ત્રિકના ત્રણ સંયોગી આઠ ભંગ.
૧૮૭
આ રીતે કુલ (૧+s+૧૨+૮) = ૨૭ ભંગ થાય છે.[ભંગ વિધિ ૧૬માં પદમાં સમજાવેલ છે.
પાપ સ્થાનોથી વિરતિ તેમજ ક્રિયા :
૧૭ પાપની વિરતિમાં જીવ અને મનુષ્યમાં આરંભિકી તેમજ માયાપ્રત્યયિકી આ બે ક્રિયાની ભજના, પરિગ્રહિકી આદિ ત્રણ ક્રિયા હોતી નથી.
૧૮મા મિથ્યાત્વ પાપથી વિરતિમાં જીવ મનુષ્યમાં ચાર ક્રિયાની ભજના તેમજ મિથ્યાત્વની ક્રિયા હોતી નથી. બાકી ૧૫ દંડકના જીવોમાં ૪ ક્રિયાની નિયમા હોય છે, મિથ્યાત્વની ક્રિયા હોતી નથી. આઠ દંડકમાં એક પણ પાપની વિરતિ હોતી નથી.
--
.
અલ્પબહ્ત્વ :– ૧. બધાથી થોડા મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયાવાળા, ૨. તેનાથી અપ્રત્યાખ્યાન ક્રિયાવાળા વિશેષાધિક, ૩. તેનાથી પરિગ્રહિકી ક્રિયાવાળા વિશેષાધિક, ૪. તેનાથી આરંભિકી ક્રિયાવાળા વિશેષાધિક, ૫. તેનાથી માયાપ્રત્યયિકી ક્રિયાવાળા વિશેષાધિક.
ત્રેવીશમું : કર્મ પ્રકૃતિ પદ પ્રથમ ઉદ્દેશક
મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કષાય અને યોગ, આ પાંચમાંથી કોઈ પણ નિમિત્તથી આત્મામાં જે અચેતન દ્રવ્ય આવે છે, તે કર્મ દ્રવ્ય છે. રાગદ્વેષના સંયોગીથી તે આત્માની સાથે બંધાય જાય છે. સમય પાકતા તે કર્મ પોતાના સ્વભાવ અનુસાર ફળ આપે છે.
રાગદ્વેષ જનિત માનસિક પ્રવૃત્તિ અનુસાર ક્રોધાદિ કષાય વશ શારીરિક વાચિક ક્રિયા થાય છે, તે દ્રવ્ય કર્મોપાર્જનનું કારણ બને છે. વસ્તુતઃ કષાય પ્રેરિત અથવા કષાય રહિત મન વચન કાયાની પ્રવૃત્તિથી જ આત્મામાં કર્મોનું આગમન થાય છે. તે કર્મ પરમાણુનો ચાર પ્રકારે બંધ થાય છે.
-
(૧) પ્રકૃતિબંધ :– આત્માના જ્ઞાન આદિ ગુણોને ઢાંકવારૂપ અથવા સુખદુઃખ દેવા રૂપ મુખ્ય આઠ પ્રકારના સ્વભાવોનો બંધ ‘પ્રકૃતિ બંધ’ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org