________________
૨૦૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
આયુષ્ય કર્મની સાથે નિયમા આઠ કર્મનો બંધ થાય છે.
સમુચ્ચય જીવ :- જ્ઞાનાવરણીય આદિ કર્મ બાંધતા ત્રણ ભંગ થાય છે. બાકી બધું મનુષ્યની સમાન છે કારણ કે સમુચ્ચયમાં અષ્ટવિધબંધક એકેન્દ્રિયની અપેક્ષા શાશ્વત હોય છે, તેથી એક ષવિધબંધક જ અશાશ્વત હોય છે. એક અશાશ્વતથી કુલ ત્રણ ભંગ જ થાય છે.
મોહનીય કર્મ બાંધતો થકો સમુચ્ચય એક જીવ સપ્તવિધબંધક અથવા અષ્ટવિધબંધક હોય છે. અનેક જીવની અપેક્ષા સપ્તવિધબંધક પણ ઘણા અને અષ્ટવિધબંધક પણ ઘા હોય છે. (એકેન્દ્રિયની અપેક્ષા).
આયુષ્ય કર્મ બાંધતા નિયમા અષ્ટવિધબંધક હોય છે.
શેષ દંડક :– ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, ભવનપતિ આદિ ચારે જાતિના દેવ, આ બધાના આઠે કર્મના બાંધતો બાંધે નારકીની સમાન છે. વિશેષ જ્ઞાતવ્ય :- ષવિધબંધક ૧૦ ગુણસ્થાનવાળા હોય છે. આ ગુણસ્થાન અશાશ્વત છે. એકવિધબંધકમાં ગુણસ્થાન ૧૧ મું, ૧૨મું, ૧૩મું, આ ત્રણ ગુણસ્થાન છે, તેમાં ૧૩મું ગુણસ્થાન શાશ્વત હોવાથી એકવિધબંધક શાશ્વત મળે છે.
અષ્ટવિધબંધક આયુષ્ય બાંધનારા હોય છે. જોકે ૧૯ દંડકમાં અશાશ્વત છે. તેથી ત્રણ ભંગ થાય છે. પાંચ સ્થાવરમાં અષ્ટવિધ બંધકથી તે ભંગ બનતા નથી.
બે બોલ અશાશ્વત હોવાથી શાશ્વતનો એકભંગ, બંને અશાશ્વતના અસંયોગી ચાર ભંગ અને દ્વિસંયોગી ચાર ભંગ. આ રીતે કુલ ૧ + ૪ + ૪ = ૯ ભંગ થાય છે.
યથા મનુષ્યના ૯ ભંગ- ૧ બધા સપ્તવિધબંધક, ૨ સપ્તવિધબંધક ઘણા અષ્ટવિધબંધક એક, ૩ સપ્તવિધબંધક ઘણા, અષ્ટવિધબંધક ઘણા, ૪ સપ્તવિધબંધક ઘણા, ષવિધબંધક એક, ૫ સપ્તવિધબંધક ઘણા ષવિધબંધક ઘણા, સપ્તવિધ ઘણા, અષ્ટવિધબંધક એક, પવિધબંધક એક, ૭ સપ્તવિધબંધક ઘણા, અષ્ટવિધબંધક એક, ષવિધબંધક ઘણા, ૮ સપ્તવિધબંધક ઘણા, અષ્ટવિધબંધક ઘણા, ષવિધબંધક એક, ૯ સપ્તવિધબંધક ઘણા, અષ્ટવિધબંધક ઘણા, ષવિધબંધક ઘણા.
પચીસમું : કર્મબંધ વેદ પદ
૧.
જ્ઞાનાવરણીય આદિ કર્મ બાંધતા થકા જીવ કેટલી પ્રકૃતિનું વેદન કરે છે, તે આ પદનો વિષય છે, જેને બાંધતો વેદે નામથી કહેવામાં આવે છે.
૨. જ્ઞાનાવરણીય આદિ સાત કર્મ બાંધતા થકા (૨૪ દંડકના) બધા જીવ આઠ કર્મોનું વેદન કરે છે. તેમાં બીજો કોઈ વિકલ્પ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org