________________
૨૦૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૧૨. નરયિકોને અને એકેન્દ્રિયને રોમાહાર તેમજ ઓજાહાર હોય છે. દેવોને રોમાહાર, ઓજાહાર તેમજ મનોભક્ષી આહાર હોય છે. વિકલેન્દ્રિય આદિ શેષ બધાને રોમાહાર, ઓજાહાર અને પ્રક્ષેપાહાર હોય છે.
બીજે ઉદ્દેશક
ચોવીસ દંડકના જીવ તો આહારક અને અણાહારક બંને પ્રકારના હોય છે. તોપણ દષ્ટિ, કષાય, સંયત, ભવી, વેદ આદિના આહારક અણાહારકના બોધ માટે અહીં ૧૩ દ્વારોથી આહારક, અણાહારકની વિચારણા કરી છે. સાથે જ ૨૪ દિંડક ઉપર પણ એકવચન, બહુવચનથી વર્ણન કરવામાં આવ્યું છે. (૧) જીવઃ- સમુચ્ચય જીવ અને એકેન્દ્રિય જીવ આહારક પણ ઘણા હોય છે, તેમજ અણાહારક પણ ઘણા હોય છે. બાકી ર૩ દંડકમાં ત્રણ ભંગ હોય છે. અણાહારક અશાશ્વત હોવાથી. સિદ્ધ બધા અણાહારક જ હોય છે. (એકવચનમાં સર્વત્ર પોતાની મેળે સમજી લેવું કે આહારક છે કે અણાહારક). (૨) ભવ્ય – ભવી અભવી બંનેમાં સમુચ્ચય જીવ અને એકેન્દ્રિય પ્રથમ દ્વારની સમાન એક ભંગ અને ર૩ દંડકમાં ત્રણ ભંગ આહારક, અનાહારકથી હોય છે. નોભવી નોઅભવી (સિદ્ધ) નિયમો અણાહારક હોય છે. (૩) સંગી:– સંગી જીવ અને ૧૬ દંડક (એકેન્દ્રિય વિકસેન્દ્રિયના આઠ દંડક છોડીને) આહારક-અણાહારકથી ત્રણ ભંગ થાય છે.
અસંશી જીવ અને એકેન્દ્રિયમાં એક ભંગ વિકસેન્દ્રિય, પંચેન્દ્રિયમાં ત્રણ ભંગ. નારકી, ભવનપતિ, વ્યંતર તેમજ મનુષ્યમાંદભંગહોય છે. અનેક અસંશીની અપેક્ષા હોવાથી તે અનેક અસંજ્ઞી અથવા તો અનેક આહારક હોય છે અથવા અનેક અનાહારક હોય છે. તેથી અસંયોગીમાં બહુવચનના જ બે ભંગ હોય છે, એકવચનનો ભંગ હોતો નથી કારણ કે અનેકની પૃચ્છા છે. છ ભંગઃ- (૧) આહારક અનેક, (ર) અણાહારક અનેક (૩) આહારક એક, અણાહારક એક (૪) આહારક એક અણહારક અનેક (૫) આહારક અનેક અણાહારક એક (૬) આહારક અનેક, અનાહારક અનેક. નોસશીનો અસંશી મનુષ્યમાં ત્રણ ભંગ. સિદ્ધમાં બધા અણાહારક. (૪) લેગ્યા :- જે લેગ્યામાં એકેન્દ્રિય છોડીને જેટલા દંડક હોય છે, તેમાં બહુવચનની અપેક્ષા ત્રણ ભંગ હોય છે.
જીવ અને એકેન્દ્રિયમાં સલેશી તેમજ કૃષ્ણાદિ ત્રણ લેગ્યામાં એક ભંગ હોય છે. તેજોલેશ્યામાં એકેન્દ્રિય (પૃથ્વી, પાણી, વનસ્પતિ)માં છ ભંગ (અસંજ્ઞીની જેમ). તેજો આદિ ત્રણ લેશી સમુચ્ચય જીવમાં પણ ત્રણ ભંગ હોય છે. મનુષ્યાદિમાં
Jain Education International
For private & Personal Use Only
www.jainelibrary.org