________________
ર૦૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
થાય છે. જઘન્યમાં બે દિવસ આદિ હોય, ઉત્કૃષ્ટમાં પાંચ-દસ દિવસ પણ હોય. વૈમાનિક – જઘન્ય અનેક દિવસે, ઉત્કૃષ્ટ હજારો વર્ષે અર્થાત્ જેટલા સાગરોપમની સ્થિતિ છે તેટલા હજાર વર્ષે આહારની ઇચ્છા થાય છે. જેમ કે– સર્વાર્થસિદ્ધદેવોને ૩૩ હજાર વર્ષે આહારની ઇચ્છા થાય છે. જે રીતે સાતમા શ્વાસોચ્છવાસ પદમાં પક્ષ કહ્યા છે, તે રીતે અહીં એટલા હજાર વર્ષ સમજી લેવા જોઈએ. ૫. નૈરયિક ઘણું કરીને અશુભ વર્ણાદિના અર્થાત્ કાળા, નીલા, દુર્ગધી, તીખા, કડવા, ખરબચડા, ભારે, શીત, રૂક્ષ પુદ્ગલોને આહાર રૂપમાં ગ્રહણ કરી વિપરિણામિત કરીને સર્વાત્મના આહાર કરે છે. દેવતા પ્રાયઃ કરીને શુભ વર્ણાદિનો અર્થાત્ પીળા, સફેદ, સુગંધમય, ખાટા, મીઠા, કોમળ, હલ્કા, સ્નિગ્ધ, ઉષ્ણ પુદ્ગલોને ગ્રહણ કરીને ઇચ્છિત મનોજ્ઞ રૂપમાં પરિણમન કરીને આહાર કરે છે. જે તેને સુખરૂપ થાય છે.
ઔદારિક દંડકોમાં સામાન્ય રૂપથી અશુભ-શુભ બધા વર્ણાદિવાળા પુદ્ગલોનો આહાર થાય છે. ૬. નૈરયિકોના આહાર, શ્વાસોચ્છવાસ વારંવાર તેમજ ક્યારેક કયારેક એમ બંને પ્રકારે હોય છે. અર્થાત્ સાંતર-નિરંતર બંને પ્રકારનો હોય છે. એવી રીતે ઔદારિકના બધા દંડકમાં સમજવું. દેવતાઓમાં ઘણા સમયે કયારેક આહાર હોય છે. ૭. જે આહાર પુદ્ગલ લેવાઈ જાય છે, તેની સંખ્યાતમો ભાગ (અસંખ્યાતમો) આહાર-રસ રૂપમાં પરિણત કરીને ગ્રહણ કરે છે અને તે પુદ્ગલોનો આસ્વાદ તો દ્રવ્ય તેમજ ગુણોની અપેક્ષાએ અનંતમો ભાગ જ હોય છે. ૨૪ દંડકમાં પણ આ જ પ્રકારે છે. ૮.નૈરયિક આહાર હેતુ જેટલા પુદ્ગલ લે છે તે અપરિશેષ ગ્રહણ કરે છે. અર્થાત્ પડવું વિખેરવું, બચાવવું અથવા નકામા ભાગ રૂપથી છોડવું આદિ હોતા નથી. તેવી જ રીતે બધા દેવ તેમજ એકેન્દ્રિયના અપરિશેષ આહાર હોય છે કારણ કે કવલ આહાર નથી.
વિકલેન્દ્રિય તેમજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યને રોમાહારથી તો અપરિશેષ આહાર જ હોય છે પરંતુ કવલાહારમાં ગ્રહણ કરેલા આહારમાંથી સંખ્યાતમા ભાગનો આહાર રસરૂપમાં પરિણત થાય છે, તેમજ અનેક હજારો ભાગ તો એમજ નાશને પ્રાપ્ત થાય છે. અર્થાત્ તેનો શરીરમાં કોઈ ઉપયોગ થતો નથી. તેમાંથી કેટલાયનું આસ્વાદન અને સ્પર્શ પણ થતો નથી અર્થાત્ અનંતાઅનંત પ્રદેશી ચૂલ પુદ્ગલોમાં અનેક પુગલ-ધ સૂક્ષ્મ-બાદર અવગાહનામાં અવગાહિત હોય છે, તેની અપેક્ષાએ આસ્વાદ, સ્પર્શ હોતા નથી. જેમકેચક્રવર્તીની દાસી પર્ણ શક્તિથી નિરંતર ખર પુથ્વીકાયને પસે તો પણ કેટલાય
For Private & Personal use only
Jain Education International
www.jainelibrary.org