________________
તત્ત્વશાસ્ત્રઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૨૦૩
@
અડાવીસમું આહાર પદ
જ
!
.
પ્રથમ ઉદ્દેશક
જીવાભિગમ સૂત્રની પ્રથમ પ્રતિપત્તિમાં ૨૪ દંડકના જીવોના આહાર સંબંધી કંઈક વર્ણન છે. ત્યાં આહારના પુદ્ગલોના પ્રદેશ, અવગાહના, સ્થિતિ, વર્ણાદિ અને છ દિશાઓ સંબંધી તેમજ આત્માવગાઢ આદિ કુલ ૨૮૮ પ્રકારના આહારનું વર્ણન આવી ગયું છે, અહીંયા આહાર સંબંધી બીજા અનેક વિષયોનું વર્ણન આ પ્રમાણે છે૧. ચોવીસે દંડકના જીવ આહારક, અણાહારક બંને પ્રકારના હોય છે. ૨. નારકી-દેવતા અચિત્ત આહારી હોય છે. મનુષ્ય-તિર્યંચ સચિત્ત, અચિત્ત, મિશ્ર ત્રણે પ્રકારનો આહાર કરે છે. ૩. ચોવીસ દંડકમાં આભોગ-અનાભોગ બંને પ્રકારના આહાર છે. અણાભોગ આહાર સ્વતઃ થવાથી સર્વ જીવોને આખા ભવમાં નિરંતર ચાલતો રહે છે. ૪. આભોગ આહાર ઇચ્છા થવા પર થાય છે તેથી તેની કાલ મર્યાદા છે તે આ પ્રકારે છે. જેમકે– નારકીમાં:- અસંખ્યાત સમયના અંતર્મુહૂર્તથી આહારેચ્છા થાય છે. પાંચ સ્થાવર – આભોગ આહાર પણ નિરંતર ચાલુ રહે છે. ત્રણ વિકસેન્દ્રિય – નરકની સમાન અસંખ્ય સમયના અંતર્મુહૂર્તથી આહારેચ્છા ઉત્પન્ન થાય છે પરંતુ વિમાત્રાથી ઉત્પન્ન થાય છે અર્થાત્ અંતર્મુહૂર્ત પણ નાનું મોટું નિશ્ચત નથી તેમજ કેટલીયવાર થાય અને કેટલીયવાર રહે તેની પણ કંઈ નિશ્ચત મર્યાદા હોતી નથી. સંજ્ઞીતિર્યંચ – જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ બે દિવસના અંતરે આહારની ઇચ્છા થાય છે. સંજ્ઞી મનુષ્ય :- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ દિવસના અંતરે આહારની ઈચ્છા થાય છે. અસુરકુમાર – જઘન્ય એક દિવસ, ઉત્કૃષ્ટ ૧૦૦૦થી અધિક વર્ષના અંતરે આહારની ઈચ્છા થાય છે. નવનિકાય અને વ્યંતર – જઘન્ય એક દિવસથી ઉત્કૃષ્ટ અનેકદિવસે આહારની ઈચ્છા થાય છે. જ્યોતિષી - જઘન્ય અનેક દિવસે ઉત્કૃષ્ટ પણ અનેક દિવસે આહારની ઈચ્છા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org