________________
તત્ત્વશાસ્ત્રઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૨૦૫
જીવોને શસ્ત્રનો સ્પર્શ પણ નથી થતો. એવું જ કારણ અહીં કવલાહારના પુદ્ગલોને માટે સમજી લેવું. નોંધ :- અહીં પરિશેષ કવલાહારના પ્રસંગમાં પરિશેષ પુગલોને માટે સંખ્યાતા(અનેક) હજારો ભાગ કહ્યા છે તો જે ગ્રહણ કરેલા આહાર છે તે પણ સંખ્યાતમો ભાગ જ સંભવે છે કારણ કે અસંખ્યાતમા ભાગ પ્રક્ષેપ આહારનો ગ્રહણ કરવાનું કહેવામાં આવે તો પરિશેષ અનેક અસંખ્યાતામાં ભાગ થશે જ્યારે અનેક અસંખ્યાતામા ભાગ પરિશેષ ન કહીને અનેક હજારો ભાગ પરિશેષ રાખવાનું બતાવ્યું છે. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે પ્રક્ષેપ આહારથી ગ્રહણ કરેલા પુદ્ગલોની સંખ્યામાં ભાગનો જ આહાર હોય છે. ચાહે તે હજારમો ભાગ પણ હોય પરંતુ અસંખ્યાતમો ભાગ સંભવ નથી તેમજ બુદ્ધિ ગમ્ય પણ નથી. તેથી અહીં આ લિપિ દોષ અથવા ભ્રાંતિથી પ્રક્ષિપ્ત સમજવો જોઈએ.
વ્યવહારથી પણ કોઈ સમજવા ઈચ્છે તો પ્રક્ષેપ આહારના સંખ્યામા ભાગનું શરીરમાં આહાર રૂપમાં કામ આવવું યોગ્ય જ લાગે છે. અસંખ્યાતમો ભાગ જ જો શરીરના કામ આવે તો જે ઔદારિક શરીરની વૃદ્ધિ થતી પ્રત્યક્ષ દેખાય છે તે થવી પણ સંભવ ન થઈ શકે. કારણ કે અસંખ્યાતમાં ભાગનો આહાર એક મહિનામાં ૩૦૦ વાર પણ શરીરમાં જાય તો તે શરીરની વૃદ્ધિ એક ગ્રામ જેટલી પણ કરી શકતો નથી. તેથી અસંખ્યાતમા ભાગના પાઠને અહીં અશુદ્ધ સમજવો જોઈએ તેમજ “સંખ્યાતમો ભાગ” એવો પાઠ સુધારીને અર્થ પરમાર્થ સમજવો જોઈએ. આ આશય અને અનુપ્રેક્ષણથી પ્રસ્તુત પ્રકરણમાં સંખ્યાતમો ભાગ જ કહ્યો છે. ૯. પરિશેષ હજારો ભાગવાળા પુદ્ગલોમાં ઘાણના અવિષયભૂત ઓછા હોય, તેનાથી રસનાના અવિષય ભૂત થવાવાળા અનંતગણા અને તેનાથી સ્પર્શના અવિષયભૂત થનારા અનંતગણા હોય છે. બે ઈન્દ્રિયમાં ઘાણનો વિષય ન કહેતા તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિયમાં સમજવું. ૧૦. આ આહારરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલ શરીરપણે અર્થાત્ અંગ, ઉપાંગ, ઇન્દ્રિયોના રૂપમાં પરિણત થઈ જાય છે. નારકીમાં અશુભ અને દુઃખરૂપમાં, દેવતાઓમાં શુભ અને સુખ રૂપમાં અને મનુષ્ય તિર્યંચમાં સુખ-દુઃખ વિભિન્ન રૂપોમાં વિમાત્રામાં પરિણત થઈ જાય છે. ૧૧. બધા જીવ પૂર્વ ભાવની અપેક્ષાએ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયના શરીરના છોડેલા પુલોનો આહાર કરે છે અને વર્તમાન ભાવની અપેક્ષાએ પોતાના પરિણામિત આહાર કરવાથી એકેન્દ્રિય એકેન્દ્રિયના શરીરનો જ આહાર કરે છે થાવત્ પંચેન્દ્રિય પંચેન્દ્રિયના શરીરનો જ આહાર કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org