________________
૨૦૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
:
અષ્ટવિધબંધક અને ષવિધબંધક બે બોલ અશાશ્વત છે.
સમુચ્ચય જીવ :- મનુષ્યમાં જ્યાં ૨૭ ભંગ કહ્યા ત્યાં ૯ ભંગ કહેવા. ૯ ભંગ કહ્યા ત્યાં ત્રણ ભંગ થાય છે. કારણ કે સમુચ્ચય જીવમાં અષ્ટવિધબંધક શાશ્વત હોય છે.
વિશેષ જ્ઞાતવ્ય :– મોહનીય કર્મનું વેદન ૧૦માં ગુણસ્થાન સુધી છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મનું વૈદન ૧૨મા ગુણસ્થાન સુધી છે અને વેદનીય, આયુ, નામ, ગોત્ર કર્મનું વેદન ૧૪મા ગુણસ્થાન સુધી છે.
દશમાં ગુણસ્થાનની અપેક્ષાએ ષવિધબંધ થાય છે. ૧૧મા, ૧૨મા ગુણસ્થાનની અપેક્ષા એકવિધબંધ થાય છે. ૧૩માં ગુણસ્થાનની અપેક્ષા એકવિધબંધ અને ચૌદમાં ગુણસ્થાનની અપેક્ષા અબંધ થાય છે.
સત્તાવીસમું કર્મ વેદ વેદક પદ
:
જ્ઞાનાવરણીય આદિ કર્મવેદન કરતો થકો જીવ બીજા કેટલા કર્મોનું વેદન કરે છે, તે આ પદમાં બતાવવામાં આવ્યું છે તેથી તેના વિષયને વેદતો વેદે આ
સંજ્ઞાથી કહેવાય છે.
--
સમુચ્ચય જીવ તેમજ મનુષ્ય :– જ્ઞાનાવરણીય કર્મ વેદતો થકો સમુચ્ચય જીવ અને મનુષ્ય આઠ વેદે અથવા સાત વેદે. જેમાં સાત વેદક અશાશ્વત હોવાથી બહુવચનની અપેક્ષા ત્રણ ભંગ થાય છે. દર્શનાવરણીય અને અંતરાય કર્મ પણ આ જ રીતે છે.
વેદનીય કર્મ વેદતો થકો, સમુચ્ચય જીવ અને મનુષ્ય આઠ વેદે, સાત વેઠે અથવા ચાર વેદે. બહુવચનની અપેક્ષા ‘સાત વેદક’ અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે. આયુ, નામ અને ગોત્ર કર્મ પણ આ જ રીતે છે.
બાકીના દંડક :– બાકી ૨૩ દંડકના જીવ આઠે કર્મને વેદતા થકા નિયમા આઠે કર્મ વેદે છે કારણ કે ૧૦માં ગુણસ્થાન સુધી બધા જીવોને આઠ કર્મોનો ઉદય હોય છે. ૧૧મા, ૧૨મા ગુણસ્થાનમાં મોહકર્મનો ઉદય રહેતો નથી તેના સિવાય સાત કર્મોનો ઉદય ત્યાં રહે છે. પછી ૧૩મા, ૧૪મા ગુણસ્થાનમાં જ્ઞાનાવરણીય દર્શનાવરણીય તેમજ અંતરાયનો પણ ઉદય રહેતો નથી. કેવળ ચાર અઘાતી કર્મ આયુ, નામ, ગોત્ર, વેદનીયનો ઉદય ત્યાં અંતિમ સમય સુધી રહે છે. ત્રેવીસ દંડકના જીવોમાં ૪ કે ૫ ગુણસ્થાનથી આગળના ગુણસ્થાન હોતા નથી, માટે ત્યાં કોઈ વિકલ્પ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org