________________
તત્ત્વશાસ્ત્રઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૯
Iછે શિક ?િ
ચોવીસમુંઃ ફર્મબંધ પદ
ફિર હજી
એક કર્મ બાંધતો થકો જીવ બીજા કેટલાક અને ક્યા કર્મોનો બંધ કરે છે તેનું આ પદમાં વર્ણન કરવામાં આવ્યું છે. તેથી આ પદના વિષયનું ટૂંકમાં નામ બાંધતો બાંધે એવું કહેવામાં આવે. (૧) સપ્તવિધબંધક – આયુષ્ય કર્મને છોડીને બાકીના સાત કર્મ બાંધવાવાળા. (૨) અષ્ટવિધબંધક – બધા કર્મ બાંધવાવાળા. (૩) છ વિધબંધક – આયુ અને મોહકર્મ છોડીને બાકીના કર્મ બાંધનારા. (૪) એકવિધબંધક - વેદનીય કર્મ બાંધવાવાળા. (૫) અબંધક – ૧૪માં ગુણ સ્થાનવર્તી તેમજ સિદ્ધ. નારકી દેવતાનો જીવ બાંધતો બાંધે – જ્ઞાનાવરણીય કર્મ બાંધતા થકા એક નારકી સપ્તવિધબંધક છે અથવા અષ્ટવિધબંધક છે. અનેક નારકી જીવની અપેક્ષા–૧. બધા સપ્તવિધબંધક છે અથવા ૨. ઘણા સપ્તવિધબંધક અને એક અષ્ટવિધબંધક અથવા ૩. ઘણા સપ્તવિધબંધક અને અનેક અષ્ટ વિધબંધક છે. આ રીતે ત્રણ ભંગ છે. આ જ રીતે દર્શનાવરણીય આદિ કર્મના બાંધતોબાંધેનું કથન છે. આયુષ્યકર્મ બાંધતા થકા નિયમા આઠકર્મના બંધક હોય છે. પાંચ સ્થાવરનો જીવ બાંધતો બાંધે – જ્ઞાનાવરણીય કર્મ બાંધતો થકો એક જીવ સપ્તવિધબંધક અથવા અષ્ટવિધબંધક છે. અનેકની અપેક્ષા સપ્તવિધબંધક પણ ઘણા અને અષ્ટવિધબંધક પણ ઘણા હોય છે. બાકીના છ કર્મ બાંધતા થકા પણ આ જ રીતે છે. આયુષ્ય બાંધતા નિયમો અવિધબંધક છે. મનુષ્ય બાંધતો બાંધે – જ્ઞાનાવરણીય કર્મ બાંધતા થકા એક મનુષ્ય સપ્તવિધ બંધક અથવા અષ્ટવિધબંધક અથવા ષવિધબંધક હોય છે. અનેક મનુષ્યની અપેક્ષા ૯ ભંગ થાય છે કારણ કે એક શાશ્વત અને બે અશાશ્વતને ૯ ભંગ, ૧૬માં પદમાં કહેલ અનુસાર સમજવા.
જ્ઞાનાવરણીયની સમાન દર્શનાવરણીય, નામકર્મ, ગોત્રકર્મ અને અંતરાય કર્મનું કથન છે.
વેદનીય કર્મબાંધતો થકો એક મનુષ્ય સપ્તવિધબંધક અથવા અષ્ટવિધબંધક અથવા ષવિધબંધક અથવા એકવિધબંધક હોય છે. અનેક મનુષ્યોની અપેક્ષા ૯ ભંગ હોય છે. કારણ કે અષ્ટવિધબંધક અને ષવિધબંધક આ બે અશાશ્વત છે.
મોહનીય કર્મ બાંધતો એક મનુષ્ય સપ્તવિધબંધક અથવા અષ્ટવિધબંધક હોય છે. અનેક મનુષ્યની અપેક્ષા ત્રણ ભંગ નારકીમાં કહ્યા તે અનુસાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org