________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
અંતર્મુહૂર્ત સાધિક ૧૦૦૦૦ વર્ષ (દેવ-નરકાયુ) ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને કરોડપૂર્વ અધિક.
૧૯૮
અસંશી પંચેન્દ્રિય પાંચ પ્રકૃતિનો બંધ કરતા નથી જેમકે– તીર્થંકર નામ કર્મ, આહારકદ્ધિક, મિશ્રમોહ, સમ્યક્ત્વ મોહ. બાકી ૧૪૮–૫ - ૧૪૩ પ્રકૃતિનો બંધ ઉપર પ્રમાણે જાણવો.
સંશી પંચેન્દ્રિયમાં ત્રણ ગતિમાં બધી પ્રકૃતિઓનો જઘન્ય અંતઃ ક્રોડાક્રોડી સાગરોપમનો બંધ હોય છે. ઉત્કૃષ્ટ સમુચ્ચયની સમાન બંધ હોય છે.
જેનો સમુચ્ચય જીવમાં જઘન્ય બંધ અંતર્મુહૂર્ત આદિ છે, તે મનુષ્યમાં પણ તેટલો જ છે. જેનો જઘન્ય બંધ સાગરોપમમાં છે, તેનો મનુષ્યમાં અંતઃ ક્રોડાક્રોડી સાગરોપમ છે.
-
$
આયુબંધ સંજ્ઞીમાં :– નારકી-દેવતામાં— તિર્યંચાયુબંધ જઘન્ય અંતર્મુહૂર્ત + ૬ માસ, ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વ + ૬ માસ. મનુષ્યાયુ બંધ જઘન્ય અનેક માસ (અથવા અનેક વર્ષ) + $ માસ, ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વ + ૬ માસ. તિર્યંચમાં— ત્રણ ગતિનું આયુષ્ય સમુચ્ચયની સમાન તેમજ દેવાયુબંધ ઉત્કૃષ્ટ ૧૮ સાગરોપમ + ૧/૩ કરોડ પૂર્વ છે. મનુષ્યમાં ચારે ગતિનું આયુષ્ય સમુચ્ચયની સમાન છે.
:
જઘન્ય કર્મ બંધક – આયુકર્મ— અસંક્ષેપદ્મા (અંતિમ અંતર્મુહૂત) પ્રવિષ્ટ જીવ સર્વ જઘન્ય આયુષ્ય બંધ કરે છે. મોહકર્મ— આઠમા નવમા ગુણ સ્થાનવાળા મનુષ્ય સર્વ જઘન્ય મોહકર્મનો બંધ કરે છે.
શેષ છ કર્મ :- દશમા ગુણ સ્થાનવાળા સર્વ જઘન્ય બંધ કરે છે.
ઉત્કૃષ્ટ કર્મબંધક ઃ– સંશી પંચેન્દ્રિય પર્યાપ્ત, જાગૃત, સાકારોપયુક્ત, મિથ્યાદષ્ટિ, કૃષ્ણલેશી, ઉત્કૃષ્ટ સંકિલષ્ટ પરિણામી અને કંઈક ન્યૂન (મધ્યમ) સંક્લિષ્ટ પરિણામી નારકી, દેવતા-દેવી, કર્મભૂમિ તિર્યંચ-તિર્યંચાણી, મનુષ્ય મનુષ્યાણી ઉત્કૃષ્ટ સાતે કર્મનો બંધ કરે છે.
આયુષ્ય કર્મ :– ૧ કર્મભૂમિ સંશી તિર્યંચ-મનુષ્ય(પુરુષ), પર્યાપ્ત, જાગૃત સાકારોપયુક્ત, મિથ્યાદષ્ટિ, પરમ કૃષ્ણલેશી, ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામી જ ઉત્કૃષ્ટ ૩૩ સાગર નરકના આયુષ્યનો બંધ કરે છે. ૨ તથા મનુષ્ય સમ્યગ્દષ્ટ, શુક્લલેશી, અપ્રમત્ત સંયતવિશુદ્ધ પરિણામી પણ ૩૩ સાગર સર્વાર્થસિદ્ધ અણુત્તર વિમાનના આયુષ્યનો બંધ કરે છે, અર્થાત્ મનુષ્ય નરક દેવ બંનેનો ઉત્કૃષ્ટ આયુષ્ય બંધ કરે છે. ૩ મનુષ્યાણી પર્યાપ્ત, જાગૃત, સમ્યગ્દષ્ટિ, શુક્લલેશી, અપ્રમત્ત સંયત, ઉત્કૃષ્ટ ૩૩ સાગર સર્વાર્થસિદ્ધ અણુત્તર વિમાનના આયુષ્યનો બંધ કરે છે, નારકીનો કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org