________________
તત્ત્વશાસ્ત્ર પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
આરંભિકી, ર પરિગ્રહિકી, ૩ માયાપ્રત્યયિકી, ૪ અપ્રત્યાખ્યાન પ્રત્યયિકી પ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા.
૧૮૫
(૧) આરંભિકી :- જીવ હિંસાનો સંકલ્પ તેમજ પ્રયત્ન-પ્રવૃત્તિથી તથા અહિંસામાં અનુદ્યમ અનુપયોગથી આ ક્રિયા લાગે છે. સંસારી જીવોને તેમજ પ્રમત્તસંયત સુધીના મનુષ્યોને આ ક્રિયા લાગે છે. અપ્રમત્ત સંયતને આ ક્રિયા લાગતી નથી.
(૨) પરિગ્રહિકી :– પદાર્થોમાં મમત્વ મૂર્છાભાવ હોય, તેને ગ્રહણ ધારણમાં આસક્ત ભાવ હોય તો આ ક્રિયા લાગે છે અથવા ધાર્મિક આવશ્યક ઉપકરણો સિવાય પદાર્થનો સંગ્રહ કરનારા તેમજ ગામો, ઘરો અને ભક્તો અથવા શિષ્યોમાં મમત્વ ભાવ, મારાપણાની આસક્તિના પરિણામ રાખનારાને પરિગ્રહિકી ક્રિયા લાગે છે. પ્રથમ ગુણસ્થાનથી પાંચમાં દેશવિરત ગુણસ્થાન સુધી જ આ ક્રિયા લાગે છે. ગુણસ્થાનની અપેક્ષાએ છઠ્ઠા ગુણસ્થાનમાં આ ક્રિયા નથી લાગતી.
-
(૩) માયા પ્રત્યયિકી :- સૂક્ષ્મ અથવા સ્થૂલ કષાયના અસ્તિત્વ-સદ્ભાવમાં આ ક્રિયા લાગે છે. પહેલા ગુણસ્થાનથી દશમા ગુણસ્થાન સુધી આ ક્રિયા લાગે છે. માયા શબ્દથી ચારે કષાયોનું ગ્રહણ સમજી લેવું.
(૪) અપ્રત્યાખ્યાન પ્રત્યયિકી ક્રિયા :– પ્રત્યાખ્યાન ન કરનારા બધા અવિરત જીવોને આયિા લાગે છે, અપ્રત્યાખ્યાન જ તેનું નિમિત્ત કારણ છે. પહેલા ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાન સુધી આ ક્રિયા લાગે છે. દેશવિરતમાં આ ક્રિયા લાગતી નથી. (૫) મિથ્યાદર્શન પ્રત્યયિકી :– પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનવર્તી મિથ્યાદષ્ટિ જીવોને આ ક્રિયા લાગે છે. તેનું મિથ્યાત્વ કે અસમ્યકત્વ જ આ ક્રિયાનું કારણ છે. સંશી જીવોની અપેક્ષાએ મિથ્યા સમજ, માન્યતા, વિપરીત તત્ત્વોની શ્રદ્ધા, તેનું કારણ હોય છે. જિનેશ્વરોએ કહેલા તત્ત્વોમાં અશ્રદ્વાન પણ આ ક્રિયાનું કારણ હોય છે. મિશ્ર દષ્ટિને પણ આ ક્રિયા લાગે છે.
ચોવીસ દંડકમાં આરંભિકી આદિ ક્રિયા :
બધા દંડકોમાં ઉપર કહેલ પાંચે ક્રિયાઓ હોય છે.
નિયમા ભજનાની અપેક્ષા :- નારકી દેવતાઓમાં પહેલી ચાર ક્રિયા નિયમા હોય છે. પાંચમી મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા મિથ્યાદષ્ટિને હોય છે અને સમ્યગદષ્ટિને હોતી નથી.
પાંચ સ્થાવર ત્રણ વિકલેન્દ્રિયમાં પાંચે ય ક્રિયા નિયમા હોય છે.
તિર્યંચ પંચેન્દ્રિયમાં પહેલી ત્રણ ક્રિયા નિયમા હોય છે, ચોથી પાંચમી ક્રિયા ભજનાથી હોય છે. અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવોને પાંચમી ક્રિયા નથી હોતી ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org