________________
૧૯૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
નિદ્રા–મહાનિદ્રા આવવી. દિવસમાં વિચારેલા કે ચિંતવેલા અસાધારણ કાર્યરાતમાં ઉઠીને જે નિદ્રામાં જ કરી લે તેમજ ફરીને તે વ્યક્તિ સૂઈ જાય છે. આ નવ પ્રકારના દર્શનાવરણીય કર્મના ઉદય જન્ય વિપાક છે. આ કર્મના ઉદયથી જીવ જોવા યોગ્ય પદાર્થોને જોઈ શકતો નથી. જોવા ઇચ્છે તો પણ જોઈ શકતો નથી અને જોઈને પણ પછી નથી જોતો એટલે કે ભૂલી જાય છે. ૩. વેદનીય કર્મના ૧૦ પ્રકારના વિપાક :- (૧) શાતાવેદનીય- (૧થી૫) મનોજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શના પદાર્થોનો સંયોગ મળવો, (૬) મનથી પ્રસન્ન રહેવાનો સંયોગ થવો, (૭) બોલવાની હેરાનગતિથી રહિત સંયોગ થવો અર્થાત્ બોલવામાં પણ આનંદ શાંતિનો સંયોગ થવો, (૮) શરીરના સુખ અથવા સેવાનો સંયોગ પ્રાપ્ત થવો. (૨) અશાતાવેદનીય-- ઉપર કહેલા આઠેયનું વિપરીત પ્રાપ્ત થવું. ૪. મોહનીય કર્મના ૫ પ્રકારના વિપાક – (૧) મિથ્યાત્વ-મિથ્થાબુદ્ધિ થવી, વિપરીત શ્રદ્ધા માન્યતા થવી.(૨) મિશ્ર– મિશ્રબુદ્ધિ, મિશ્રશ્રદ્ધા માન્યતા થવી. (૩) સમ્યકત્વ મોહનીય- ક્ષાયિક સમકિત પ્રાપ્તિમાં બાધક થવું. (૪) કષાય૧૦ પ્રકારના કષાય ભાવોમાં પરિણામોમાં જોડાવું. (૫) નોકષાય- વેદ, હાસ્ય, ભય આદિ-પ્રકારની વિકૃત અવસ્થામાં જોડાવું. આ પ્રકારે મુખ્ય પાંચ પ્રકારના મોહકર્મનો વિપાક હોય છે. ૫. આયુષ્ય કર્મના ૪ પ્રકારના વિપાક – (૧) નરકાય, (૨) તિર્યંચાયુ, (૩) મનુષ્યાયુ, (૪) દેવાયુ રૂપથી આયુષ્યકર્મના ચાર પ્રકારના પરિણામ છે. ૬. નામકર્મના ૨૮ પ્રકારના વિપાક :- (૧) શુભનામ– (૧થી૫) પોતાના શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શનું ઇષ્ટ હોવું. આ પ્રકારે (૬) પોતાની ગતિ (ચાલ), (૭) સ્થિતિ(અવસ્થાન), (૮) લાવણ્ય, (૯) યશ, (૧૦) ઉત્થાન કર્મ, બલ, વિર્ય, પુરુષાકાર-પરાક્રમ આદિ મન પસંદ થવું, (૧૧થી૧૪) ઈષ્ટ, કાંત, પ્રિય તેમજ મનોજ્ઞ સ્વર હોવો. (૨) અશુભનામ– ઉપર કહેલ ૧૪નું વિપરીત પ્રાપ્ત થવું. ૭. ગોત્રકર્મના પ્રકારના વિપાક:- (૧) ઊંચગોત્ર- (૧) જાતિ, (ર) કુલ, (૩) બલ, (૪) રૂપ, (૫) તપ, (૬) શ્રત, (૭) લાભ, (૮) ઐશ્વર્ય, આ આઠનું શ્રેષ્ઠ-શ્રેષ્ઠતમ મળવું. (૨) નીચગોત્ર- ઉપરના કહેલ આઠની હલકાપણાની ઉપલબ્ધિ(પ્રાપ્તિ) થવી. ૮. અંતરાય કર્મના ૫ પ્રકારના વિપાક:- (૧) દાન, (૨) લાભ, (૩) ભોગ, (૪) ઉપભોગ, (૫) વીર્ય-પુરુષાર્થમાં બાધા ઉત્પન્ન થવી, વિદન થવા અથવા સંયોગ ન થવો. ઇચ્છા હોવા છતાં અથવા સંયોગ મળવા છતાં પણ ન કરી શકે, તે અંતરાય કર્મનો વિપાક–ફળ છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org