________________
તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
વિશેષ જ્ઞાતવ્યઃ
(૧) મદિરા આદિ સેવનથી જ્ઞાનનો લોપ થવો, બ્રાહ્મી સેવનથી બુદ્ધિ કે સ્મરણ શક્તિ વિકસિત થવી, ખાદ્ય પદાર્થોથી નિદ્રા-અનિદ્રા, રોગ, નિરોગ થવા; ઔષધ, અને ચશ્માના પ્રયોગથી દૃષ્ટિનું તેજ થવું વગેરે પુદ્ગલજન્ય પર નિમિત્ત કવિપાક પણ હોય છે. તેમજ સ્વતઃ અવધિ આદિ જ્ઞાનનું ઉત્પન્ન ન થવું, સ્વતઃ રોગ આવી જવો વગેરે પોતાનો કર્મ વિપાક છે.
૧૯૧
(૨) બેઇન્દ્રિય જીવોને કાન, નાક, આંખનો લબ્ધિ ઉપયોગનો અભાવ હોય છે. આ પ્રકારે તેઇન્દ્રિય આદિનું પણ સમજી લેવું. કોઢ રોગથી ઘેરાયેલ શરીર અથવા લકવાથી(પક્ષાઘાત)થી ઘેરાયેલ શરીરને સ્પર્શેન્દ્રિયનો લબ્ધિ ઉપયોગ આવરિત હોય છે. જન્મથી બહેરા, અંધ, મૂંગા હોય અથવા પછી થઈ ગયા હોય તેને શ્રોત, ચક્ષુ, જીલ્લા આદિ ઇન્દ્રિયોને લબ્ધિ ઉપયોગનું આવરણ સમજવું જોઈએ. (૩) ચક્ષુ, અચક્ષુ દર્શનાવરણીયમાં સામાન્ય ઉપયોગ બાધિત હોય છે તેમજ જ્ઞાનાવરણીયમાં વિશેષ ઉપયોગ, વિશિષ્ટ અવબોધ આવિરત હોય છે. (૪) કર્મોનો ઉદય, ક્ષયોપશમ આદિદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, ભવથી પણ પ્રભાવિત હોય છે. જેમ કે ઠંડીમાં અથવા સવારે અઘ્યયન સ્મરણની સુલભતા; શાંત, એકાંત સ્થાનમાં તત્ત્વજ્ઞાનની ધ્યાનની અનુપ્રેક્ષા વિશેષ ગુણવર્ધક હોય છે નિદ્રા આવવા પર અથવા એકાગ્રચિત્ત થઈ જવા પર વેદનીય કર્મ સુસુપ્ત થઈ જાય છે. વગેરે વિવિધ ઉદાહરણ, પ્રસંગ સમજી લેવા જોઈએ.
=
(૫) ઉત્થાન = શરીર સંબંધી ચેષ્ટા, કર્મ = ભ્રમણ-ગમન આદિ, બલ = શારીરિક શક્તિ, વીર્ય - આત્મામાં ઉત્પન્ન થનારું સામર્થ્ય, પુરુષાકાર = આત્મજન્ય સ્વાભિમાન વિશેષ, પરાક્રમ = પોતાના કાર્ય–લક્ષ્યમાં સફળતા પ્રાપ્ત કરી લેવી, આ ઉત્થાન-કર્મ-બલ-વીર્ય-પુરુષકાર પરાક્રમનો અર્થ છે.
(૬) નામ કર્મમાં— પોતાને મન પસંદ શબ્દાદિ હોવું, તે ઇષ્ટશબ્દ આદિ છે. ઇષ્ટ, કાંત આદિ સ્વરનો અર્થ છે– વીણાની સમાન વલ્લભ સ્વર હોવો, કોયલની સમાન મધુર સ્વર હોવો, આ પ્રકારે બીજાઓને અભિલષણીય સ્વર હોવો. આ ઇષ્ટ શબ્દ અને ઇષ્ટ સ્વર આદિમાં અંતર સમજવું જોઈએ.
(૭) વેદનીય કર્મમાં બીજાઓના મનોજ્ઞ અમનોજ્ઞ શબ્દાદિનો સંયોગ મળતો હોય છે અને નામકર્મમાં પોતાના શરીરથી સંબંધિત શબ્દાદિ હોય છે. આ બંનેના મનોજ્ઞ અને ઇષ્ટ શબ્દોમાં તફાવત છે.
(૮) ગધેડો, ઊંટ, કૂતરો વગેરેના શબ્દો અનિષ્ટ હોય છે; કોયલ, પોપટ, મયૂર વગેરેના શબ્દ ઇષ્ટ હોય છે.
આ પ્રકારે આ પ્રથમ ઉદ્દેશકમાં આઠ મૂલ કર્મ પ્રકૃતિ, તેનું સ્વરૂપ, બંધ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International